Wednesday, November 29, 2006

સાંસદ મોલાના મહમૂદ મદનીને જેલ

ખબર છે કે જમઇયતુલ ઉલમા એ હિન્‍દના જનરલ સેક્રેટરી અને રાજયસભાના સાંસદ મોલાના મહમૂદ મદનીને ૧૪ દિવસની જેલની સજા થઇ છે,
વાત એમ છે કે જમઇયત દ્વારા ર૦૦ર માં એક આંદોલન ચલાવવામાં આવ્‍યું હતું, જેના અનુસંધાનમાં વડાપ્રધાન નિવાસે દેખાવો અને ધરપકડ વહોરવાનો કાર્ય ક્રમ હતો, જે આ વેળા વડાપ્રધાનને આવેદનપત્ર આપવામાં આવ્‍યું, વડાપ્રધાને એ સ્‍વીકારી પ્રશ્નો વિશે નિવડો લાવવાની ખાતરી આપી હતી, પણ પાછળથી આ દેખાવો કરવાને સલામતી સાથે સાંકળી કેસ કરવામાં આવ્‍યો, જે અનુસાર હવે ૧૪ દિવસની સજા કરવા માં આવી.

Wednesday, August 30, 2006

મુસલમાનોને ભૂંડા ચીતરવાનું આયોજીત કાવતરૂં !!!

થોડા દિવસ પહેલાં લંડન પોલીસે ૧૦ વિમાનોમાં વિસ્‍ફોટો કરવાનું ષડયંત્ર ખુલ્‍લું પાડવાનો દાવો કર્યો હતો, અને પછી અમેરિકાએ ભારતને પણ ચેતવ્‍યું હતું,

પછી શું થયું ?

અમેરિકાએ પછી જણાવ્‍યું કે એ ચેતવણી અનુમાન પર આધારિત હતી,

અને પેલા લંડનવાળાઓએ પકડેલા ષડયંત્રનું શું થયુ ?

વાંચો
http://www.gujaratsamachar.com/gsa/20060831/guj/national/
news6.html

જેમને વિમાનમાં વિસ્‍ફોટ કરવા ના આરોપ હેઠળ પકડવામાં આવ્‍યા હતા એમની પાસે પાસપોર્ટ પણ ન હતો !!!

યાદ છે મુંબઇના વિસ્‍ફોટો પછી એક હિંદુ (સુમિત નામી ) માણસે ‘લશ્‍કરે કહર‘ના નામથી ધમકી ભર્યા મેઇલ રવાના કરી મુસલમાનોને આ ધમાકામાં સંડોવવાનો પ્રયત્‍ન કર્યો હતો,

Sunday, August 27, 2006

मुस्लिम उलेमा की बैठकमें प्रधानमंत्री मनमोहन सिंह

વિશ્વમાં આંતકની કોઇ પણ ઘટના ઘટે છે તો સીધા મુસલમાનોને દોષી માની લેવામાં આવે છે, એ લગભગ હવે સામાન્‍ય છે, જો સરકાર કે પોલીસ કે તંત્ર કોઇ સાથે અમાનવીય વ્‍યવહાર કરે, ત્રાસ આપે, કોઇ કેસમાં વગર વાંકે પકડી લે, અને પછી નિર્દોષ છોડી દે, એક દેશ બીજા પર આક્રમણ કરે, ગેંગવોરમાં કોઇનું મર્ડર થાય, ભ્રષ્‍ટાચાર, ગેર રીતિ અને ખોટા ‍નિર્ણયો, મોંધી દવાઓ, દવાઓના માનવીઓ પર છુપા ટેસ્‍ટ, ડોકટરો દ્વારા દર્દીઓની કીડની, અને અન્‍યો અંગોની ચોરી, જરૂરત ન હોય તો પણ ઓપ્‍રેશન કરી હઝારો રૂપિ‍યા ખંખેરવા, સરકાર દ્વારા ખોટા ટેકસ, અને અન્‍ય કંઇ બાબતો એવી છે, જેનાથી આજે સામાન્‍ય માનવી ત્રાસી ગયો છે, પણ એ બધા ને કોઇ ફોકસ કરતું નથી,
અને ફકત એક જ ઇસ્‍લામી ત્રાસવાદને નામે લોકોને બીવાડવામાં આવે છે,
થોડા દિવસ પહેલાં આ બાબતે ચિંતા વ્‍યકત કરવા મુસલમાન નેતાઓએ ભારતના વડાપ્રધાન શ્રીની મુલાકાત લીધી , પાર્લામેન્‍ટ લાયબ્રેરી હોલ અને એનેકસીમાં બી દિવસ મીટીંગો થઇ,
બી બી સી હિન્‍દી ઉપર આ વિશે જે સમાચાર છે તે અત્રે રજૂ કરીએ છીએ,
पिछले दिनों दिल्ली में मुस्लिम उलेमा की बैठक हुई जिसमें प्रधानमंत्री मनमोहन सिंह मौजूद थे. मुसलमानों ने इस बात पर चिंता जाहिर की कि दुनियाभर में आतंकवाद के नाम पर उनको ही निशाना क्यों बनाया जा रहा है. इसी सवाल पर मिर्ज़ा एबी बेग ने दिल्ली में कुछ मुसलमानों से पूछा कि आतंकवाद और मुसलमानों का नाम उससे जोड़े जाने पर वे क्या राय रखते हैंજોવા વાંચવા માટે નીચે કલીક કરો.

જો આ સંદર્ભે તમે તમારું મંતવ્‍ય રજૂ કરવા માંગતા હોવ તો આ ફોરમ પર આવો.

www.suvaas.my-forums.net

Wednesday, August 23, 2006

શીખોના વાળ અને મુસલમાનોની દાઢી....

સમાચાર છે કે એક શીખ યુવાનના વાળ કાપી નાંખવાના મુદ્દે શીખ સમુદાય ભારે વિરોધ કરી રહયો છે, જે કોઇએ આવી હરકત કરી હોય તેની અમે નિંદા કરીએ છીએ, ધર્મ અને ધાર્મિક ચિન્‍હો ધાર્મિક પ્રતિકોનું સમ્ન્‍માન ( ચાહે તે કોઇ પણ ધર્મનું હોય ) દરેકે કરવું જોઇએ, એકબીજાના ધર્મ કે પ્રતિકોનું અપમાન માણસને ઉશ્‍કેરે છે. અને પછી તેમાંથી અતિવાદ, પછી કટ્ટરવાદ , અને પછી આંતકવાદ ધીરે ધીરે .....
હાલમાં જ એક કિશ્ચન કોમેનટરે એક મુસલમાન ખેલાડીને ફકત તેની દાઢીના કારણે આંતવાદી કહી દીધો, !!!
આ તે કેવી માનસિકતા,
આ પેલા ગોરા લોકો જે આપણને સેકયુલરિઝમ અને સમાનતા, માનવહક અને સ્‍વતંત્રતાના પાઠ ભાણાવે છે.

Sunday, August 20, 2006

આજના સમાચાર છે કે ભગવાન દૂધ પીએ છે, કાલે સમાચાર હતા કે માહિમમાં સુફી સંતના ચમત્‍કારથી દરિયો મીઠી થઇ ગયો,
http://www.divyabhaskar.co.in/newsfromgujarat/
newsfromahmedabad/ahmedabadnews_09.asp
લ્‍યો કહો વાત ! બધાની જ અક્કલો બહેર મારી ગઇ છે.

આજનું દિવ્‍યભાસ્‍કર વાંચો.

બે પત્નિ હોય તો સરકારી નોકરીમાંથી રૂખસદ ?

સમાચાર છે કે ભારતની સુપ્રિમ કોર્ટે બીજા લગ્‍ન કરનાર કર્મચારીની બરતરફીના હુકમને માન્‍ય રાખ્‍યો છે. એટલે કે ‘ સરકારી કર્મચારી દ્વારા બીજા લગ્‍ન એ ફરજિયાત નિવૃતિ કે નોકરીમાંથી હકાલપટ્ટી માટે પુરતું કારણ બની જશે. ‘ આ કેસમાં અરજદાર કે.જી.સોની બેંક નોટ પ્રેસમાં સ્‍ટોર એટેન્‍ડેન્‍ટ તરીકે ફરજ બજાવે છે, પાર્વતી બાઇ સાથે થયલા તેમના પ્રથમલગ્‍નની વાત તેમણે રજૂ કરેલા સોગંદનામામાં છુપાવી હતી.
(ગુજરાત ટુ ડે, તા. ૨૦/૮/૦૬
http://gujarattodaydaily.com/fullnews.asp?nid=12849

Monday, August 14, 2006

સ્‍વાતંત્ર્ય દિવસ

સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ....

ભારતવર્ષ આજે સ્‍વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યું છે, સૌ ભારતવાસીઓને, ભારતપ્રેમીઓને મુબારકબાદ... ખુશીના વધામણા....... સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે તન-મન-ધન અને થઇ શકે તે બલિદાનો આપ્‍યા તે વીરપુરૂષોને સલામ......
એમના બલિદાનો સાચા અર્થમાં ફળીભુત થાય અને ભારત સમૃધ્‍ધ બને, સુખી બને, સલામત રહે, અને દેશના દરેક નાગરિક માટે શીતળ છાંયડો બની રહે એવી દુઆ......


(અમે ઉપર ભારતવાસીઓ સાથે ભારતપ્રેમીઓને પણ ખુશીમાં શામેલ કર્યા છે, આ ભારતપ્રેમીઓ એટલે આપણા એન.આર.આઇ ભાઇઓ......)

Tuesday, August 08, 2006

સુરતમાં પૂર , શું આને કુદરતી આફત કહીશૂં કે માનવ સર્જિત ??

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી સૂરતમાં ભારે તબાહી,
લગભગ આખા સુરતમાં પાણી ફરી વળ્યાં.
સુરત શહેરની વચ્‍ચેથી પસાર થતી તાપી નદી પર બાંધવામાં આવેલા બધા જ પૂલો પાણીમાં ગરકાવ.
કયાંક એક માળ, કયાંક બે અને કયાંક તો ત્રણ માળ સુધી પાણી,
શું આને કુદરતી આફત કહીશૂં કે માનવ સર્જિત ??
ઉપરવાસમાં ભારે વરસાદ થઇ રહયો હોવાની ખબર તંત્રને હતી જ, અને તેનાથી ઉકાઇમાં સપાટી વધવાની છે, એ પણ તંત્રને અંદાજો હોય જ, અને ઉકાઇ ડેમની સામાન્‍ય સપાટી થી સાત આઠ ફૂટ વધારે પાણી ભરાય જાય ત્‍યાં સુધી જોયા કરવું અને પછી એમ કહી કે આટલું બધું પણી વધી ગયું છે, અને હજુ વધુ આવશે માટે ડેમને બચાવવા ખાતર પાણી છોડવું જરૂરી છે, !! એ કયાંની અકલ મંદી છે ? ડેમમાં પાણીનો ભરાવો શરૂ થયો ત્‍યારથી જ થોડું થોડું છોડવામાં શું ખોટું છે ? પાણી ભરાવા દેવું અને પછી સુરત ડુબે એટલુ ભરાય ત્‍યારે જ છોડવું ! એ કયા અધિકારીની આવઢત છે ? કયા નિષ્‍ણાતે આવા નિયમો બનાવ્‍યા છે ? વોટ આપી લોકોને પાંચ વર્ષ નિરાંતે ઉધી જવાની ખાતરી આપનારમ મુખ્‍ય મંત્રી આ બધા પર નજર નથી રાખતા ???
સમાચાર છે કે ઉકાઇ ડેમમાં ભરાય રહેલા પાણી સંબંધે માંગણી કરવામાં આવી હતી કે તા. ર જી ઓગસ્‍ટથી તબકકાવાર પાણી છોડવામાં આવે, પણ મુખ્‍યમંત્રીએ ઉલટાની જાહેરાત કરી કે તા. ૧પ ઓગસ્‍ટ સુધી પાણી છોડવામાં ન આવે , વાહ ભઇ વાહ ઇ ગવર્નસનો જબરો પુરાવો !
શહેરો અને ગામડાંઓની વ્‍યવસ્‍થા જાળવવા રાખવામાં આવતા કલેકટર જેવી મોટી હસ્‍તીઓ અને અધિકારીઓને પણ મુખ્‍યમંત્રી ધ્‍વજવંદનકાર્યક્રમની વ્‍યવસ્‍થાના બહાને રોકી રાખે અને તે પણ આવા દિવસોમાં , એ પણ એક ઇ ગવર્નન્‍સનો પુરાવો, પેલી વીડીયો કોન્‍ફરન્‍સ દ્વારા રાજયભરને જોડી દેવાની વ્‍યવસ્‍થા કયાં ગઇ ?

Saturday, July 15, 2006

ફરી પાછો બસ ભાડામાં વધારો

ગુજરાતની વર્તમાન સરકાર વાસ્‍તવિક રીતે ‘વાયબ્રન્‍ટ ગુજરાત‘ ના તેના સુત્રને સાર્થક કરી હોય એવું લાગે છે, એટલે જ ફરી પાછા બસ ભાડામાં વધારો કરવામાં આવ્‍યો છે, રેગ્‍યુલર ફલાઇટ હોવા છતાં આસ્‍ટ્રાખાનની મુલાકતે ચાર્ટર પ્‍લેજ લઇ જનારા મુખ્‍ય મંત્રી જો તેમનો આ પ્રવાસનો ચાર્ટર ખર્ચ બચાવી લેત તો કદાચ બસ વિભાગની ઘણી બધી ખોટ એનાથી જ ભરપાઇ થઇ જાત, ....
પણ ગરીબોની વ્‍યથાની એમને શી ખબર પડે ?
‘સંઘ‘ ના કેળવણી પામેલા નેતાઓ પણ પ્રજા લક્ષી બાબતોથી આટલા દૂર હશે એ અચંબાની વાત છે !!!!

Tuesday, July 11, 2006

મુંબઇની શાંતિને પલીતો ......ભારતવાસીઓ સાવધાન

સાવધાન ભારતવર્ષના રેહવાસીઓ.....
દેશના આર્થિક પાટનગર મુંબઇ પર કહેર તૂટ્યો છે, આંતકનો ઓથાયો ઉતર્યો છે,
એક સાથે અનેક ટ્રેનોમાં ધમાકા અને અનેક પ્રાણની આહુતિ, .... બલિદાન ....
પણ પ્રશ્ન એ છે કે આ આહુતિ અને બલિદાન કોના માટે...
કોણ માંગે છે ?
આ આતંક અને આંતકવાદીઓને આપણે હવે નસ્‍યત કરવા જ પડશે, ચાહે તે કોઇ પણ હોય,
આ કોઇ ષડયંત્ર હોય કે પછી શત્રુનું આક્રમણ હોય, બધાએ સાથે મળી એને નાથવો પડશે.
સુવાસ ટીમ વર્ક પ્રાણ ગમાવનારાઓથી હમદર્દી અને ગમની લાગણી વ્‍યકત કરે છે,
અને
સરકારથી માંગણી કરે છે વહેલી તકે જવાબદારોને પકડી તેમને સજા આપે અને એટલી જ જલ્‍દી મૃતકોના વારસોને યોગ્‍ય વળતર આપે.
મિત્રો ઇચ્‍છે તો આ બાબતે તેમના વિચારો વ્‍યકત કરવા સુવાસ ચર્ચા મંચ હાજર છે, આ ફોરમ પર મિત્રો તેમના વિચારો વ્‍યકત કરી શકે છે.

www.suvaas.my-forums.net

સૌ માટે કુશળતા અને ખૈરિયતના દુઆગો .
સુવાસ ટીમ વર્ક........

Sunday, July 09, 2006

બોમ્‍બે સ્‍ટોક એક્ષચેન્‍જની ગુજરાતી વેબસાઇટ

બોમ્‍બે સ્‍ટોક એક્ષચેન્‍જ તરફથી ગઇ કાલે જ તેની ગુજરાતી વેબસાઇટ લોન્‍ચ કરવામાં આવી છે. શેરની લે -વેચમાં અને વેપારમાં નામના ધરાવતા ગુજરાતી સમાજ માટે આ પણ એક ખુશીના સમાચાર છે. બલકે તેમની વેપારવૃતિનો સ્‍વીકાર અને અભિનંદન ......
http://www.gujbseindia.com/

Monday, June 26, 2006

સુવાસ ચર્ચા મંચ

અમારી સુવાસ ટીમ દ્વારા હવે એક ફોરમ લોંચ કરવામાં આવ્‍યું છે, હું સ્‍વંય અને મારા દોસ્‍તો ઇસ્‍લામના અભ્‍યાસુ હોવાથી અમને આશા છે કે ઇસ્‍લામ વિષેની સાચી સમજ અમે લોકો સુધી પહોંચાડી શકીશું. માટે સામાન્‍ય જન કોઇ પણ ધર્મનો હોય, જો અમને ઇસ્‍લામ વિશે કોઇ બાબત પૂછશે તો અમને ખુશી થશે.
સૌના સહકારની અપેક્ષા સાથે સૌને આમંત્રણ..
www.suvaas.my-forums.net

Friday, June 02, 2006

કાશ્‍મીરની હિંસા ...

આંતકવાદને કોઇ ધર્મ નથી હોતો, આ એક સામાન્‍ય વાક્ય છે, જે દરેક જ બોલે લખે છે, અને સંપૂર્ણ સાચું પણ છે. ભારતને લાગે વળગે છે ત્‍યાં સુધી ભારત કાશ્‍મીર સહિત આસામ, નાગાલેન્‍ડ, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, આંધ્રપ્રદેશ અને અને અન્‍ય રાજયોમાં અલગાવવાદી હિંસક આંદોલનનો સામનો કરી રહ્યું છે, ઉપરાંત અન્ય બાહ્ય આતંકવાદી પ્રવૃતિઓનું નુકસાન પણ ભારત ઉઠાવતું રહયું છે,
હાલમાં જ કાશ્મીરમાં આવા અલગતાવાદી આંતકીઓના હુમલામાં ગુજરાતના અમુક સહેલાણીઓએ જાન ગુમાવ્‍યા એ દુખદ ઘટના કહી શકાય. નિર્દોષોને મારવાથી કોઇ હેતુ સરી શકે એ કયાંયે જોવાયું નથી, મૂળ સમસ્યા કાશ્મીરના અલગ કરવાની છે, એને જો ત્‍યાંના વતનીઓ પોતાના અધિકાર અને સમર્થન સહિત રજૂ કરે તો કોઇ એ સમજી શકાય એવી વાત છે, અને જો ત્‍યાંના લોકો પોતાની માંગણી સંદર્ભે જન સમર્થનનો દાવો પુરવાર કરી બતાવે તો ખરી વાત.....
બાકી એ બહાને નિર્દોષોના પ્રાણ હણવા, ગરીબ ગામડાવાસીઓની હત્‍યા કરવી, સહેલાણીઓને નિશાન બનાવવાથી કોઇ ખાસ હેતુ પ્રાપ્‍ત થઇ શકે એવું સમજવું બેકાર છે.
સુરતના નિર્દોષ સહેલાણીઓ અને તે પહેલાં ત્‍યાંના અનેક હિંદુઓને એક સામટા કતલ કરવાની ઘટનાઓ ઉપરાછાપરી ઘટી છે, સમાચારસાર દ્વારા એનો વિરોધ વ્‍યાકત કરવાની સાથે સુવાસ ટીમ દુખીઓના દર્દમાં સહભાગી છે. અલ્‍લાહ દરેકને શાંતિ અને સદબુદ્ધિ આપે.
અમે કાશ્‍મીરની હિંસા વિશે બે વાતો લખી રહયા હતા એ દરમિયાન જ આજે સમાચાર આવ્‍યા કે નાગપૂરમાં ‘સંઘ‘ મુખ્‍યાલયને ઉડાવી દેવાના આશયે આવેલા ત્રાસવાદીઓ માર્યા ગયા. એટલે કે નકસલવાદની જેમ કાશ્‍મીરનો અલગતાવાદ પણ આખા દેશને ભરડો લઇ રહ્યો છે. સાથે જ દેશની કોમી એકતા અને સામાજિક સંપને પણ ધ્‍વસ્‍ત કરવા માંગે છે, કદાચ એટલે જ ‘સંઘ‘ને લક્ષ્‍ય બનાવવામાં આવ્‍યું હોય.

આ બધું તો થયું, અને નિંદનીય જ છે, એટલે જ અમે અમારી લાગણીઓને રોકી શક્યા નહીં, અને બે શબ્‍દો સમાચાર પર લખવા પડયા,
પરંતુ .....
જયારે જયારે પણ આવું થાય છે ત્‍યારે સાથે જ સમાચાર માધ્‍યમોમાં છલકાતી અન્‍ય એક પ્રવૃતિ અમારી સમજમાં નથી આવતી, એટલે કે કાશ્‍મીરી ઉગ્રવાદીઓની કોઇ પણ હિંસા સમયે લઘુમતિ સંસ્‍થાઓ, મંડળીઓ, નેતાઓ , ફોરમો, વગેરે તરફથી ફટાફટ એની નિંદા કરવા માટે હોડ લાગી જાય છે, જયારે આ જ સંસ્‍થાઓ અન્‍ય રાષ્‍ટ્રીય ઘટનાઓ વેળા ચૂપ બેસી રહે છે, આવું શા માટે ? શું લઘુમતિઓ એમ સમજે છે કે ભારતના અન્‍ય લોકો કશ્‍મીરમાં હિંસા આચરતા લોકોને દેશના અન્‍ય મુસલમાનોનું સમર્થન હોય એમ સમજે છે, મારા મતે તો એવું નથી જ,
પણ મુસલમાનો જ જો એવી લઘુતાગ્રંથીથી પીડાતા હોય અને હિંસા આચરનારા અન્‍યોના કૃત્‍યોને પોતાના માથે આવી જવાનો ખોટો ભય સેવતા હોય તો એ ખોટું છે,અને મુસલમાનોએ તેમની આ સંકુચિતતાથી નીકળવું રહયું,
હા જો તેઓ સમય સાથે તાલ મીલાવી ચાલવા માંગતા હોય તો પછી ભારતવર્ષની દરેક બાબતે તેમણે તેમનું મંતવ્‍ય વ્‍યકત કરવું રહયું.

Tuesday, May 16, 2006

ગુજરાતીઓ આટલા હિંસક અને ક્રુર કેમ ?

દિવ્‍ય ભાસ્‍કર દૈનિક તા. ૩૦ એપ્રિલ ર૦૦૬ રવિવાર
ર૦૦ર ના તોફાનો અને હાલના વડોદરાની હિંસા પછી ફરીવાર આ સવાલ સામે આવ્‍યો છે કે ગુજરાતીઓ આટલા હિંસક અને ક્રુર કેમ બની ગયા છે ?
આ માટે ઉપયોગી વિગતો દિવ્‍ય ભાસ્‍કર દૈનિક તા. ૩૦ એપ્રિલ ર૦૦૬ રવિવાર મહેફિલ નામની પૂર્તિમાં અચ્‍યુત યાજ્ઞિક સાથે ઉર્વીશ કોઠારીની મુલાકાતના અંશ આપવામાં આવ્‍યા છે,
‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત‘ના સહલેખક તરીકે તેમની ભુમિકા અને વિચારો પ્રગટ કરતી આ મુલાકાત છે,
એક સવાલ ‘ એટલે કે અત્‍યારના હિંદુત્‍વનો ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો‘ નો ઉત્તર આપતાં તેઓ કહે છેઃ
કુટુંબની દષ્ટિએ અમારા કુળ દેવતા રામ છે, મેં કોઇ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્‍ય અને બાણ હોય એવી મૂર્તિ જોઇ નથી, આખા ગુજરાતમાં કોઇ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે નવા રામ ઉભા કરવામાં આવ્‍યા, તેમના હાથમાં ધનુષ્‍યબાણ મૂકી દેવામાં આવ્‍યું. વિશ્વ હિંદુ પરિષદ લંકા દહનની વાત કરીને કહે છે કે આતતાયીઓનું – રાક્ષસોનું દહન કરવું જોઇએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેટલું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહીં કરવાની, અત્‍યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્‍વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્‍યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે, તેમના મનમાં કોઇ શંકા થતી નથી, જેમ ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ – મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટલી વસ્‍તુઓ મુકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે, એ ભમ્ર તોડવાનો પ્રયત્‍ન કરનાર માટે વાદવિવાદનો કોઇ અવકાશ રહેતો નથી, મારામારી જ થાય છે સગવડિયા ‍ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રુર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્‍તો કાઢનારી પ્રજા તરીકેની છબી સાથે તેનો કયાંય મેળ ખાતો નથી.
બીજી અગત્‍યની વાત એ છે કે અત્‍યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગ કરવામાં આવે છે એવા ભાગલા પહેલાં હતા જ નહિં, વસતી ગણતરી ક મ્‍યુનિસિપલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્‍ય અસરોએ આવા ભાગલામાં ભાગ ભજવ્‍યો, એ સંસ્‍ગાનવાદની નીપજ છે, એ રીતે અત્‍યારનો હિંદવાદ પણ સંસ્‍થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસુફીનું તત્‍વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

Saturday, May 13, 2006

વાત ચીત અને કવિલોક (સમાચાર સાર)

સમાચાર સાર દ્વારા પ્રસ્‍તૃત

ગુજરાતીઓ,
સાહિત્‍યપ્રેમીઓ
અને ચર્ચાના શોખીનો
ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા મેદાનમાં આવી જાઓ.
જયેશ ભાઇએ કવિલોક નામી એક નવી વેબસાઇટ શરૂ કરી છે, કવિતાઓ, ગુજરાતી ગઝલો,ગુજરાતી મુક્તકો, ગુજરાતી ભજનો ઉપરાંત ગુજરાતી કવિઓ વગેરની માહિતી ઉપલબ્‍ધ કરાવી છે. આરંભ જોઇને કહી શકાય કે મારો લાલ મોટો થઇ કંઇ કરી દેખાડશે.
----------------------
ફોરએસવી પર હવે સંમેલન ઉપરાંત વાતચીત નામે એક ફોરમ પણ શરૂ કરવામાં આવ્‍યું છે, વિશેષતા એ છે કે આધુનિક અંગ્રેજી ફોરમોની જેમ આ ફોરમ ઉપર ચર્ચા સીધી રીતે કરી શકાય છે, અન્‍ય ગુજરાતી ફોરમ ઉપર પસ્‍ટ કર્યા પછી મોડરેશન કર્યા પછી આપણી વાત સામે આવતી હતી,

Tuesday, May 02, 2006

વડોદરામાં તોફાનોની આગ ફરીથી

વડોદરામાં આખરે ન થવાનું થઇને રહ્યું, એક દરગાહ હટાવવાના મામલે મુસલમાનો અડી ગયા, કબ્રસ્‍તાનો પર કબજો જમાવી કબરો પર ઘરો અને દુકાનો બનાવી બેસેલા મુસલમાનો આ એક કબર પર અડી ગયા ?
હિંદુઓને મૂર્તિપૂજાને નામે ગેર મુસ્લિમ કહેનારા આપણે મુસલમાનો આવી કબરોને આખર તો એક મૂર્તિ સમ ગણી જાણે પૂજીએ જ છીએ, પછી કયા મોઢે આપણે આપણે આ બધો વિરોધ કરીએ છીએ, ઇસ્‍લામી શાસ્‍ત્રો અને ધર્મગ્રંથોમાં મસ્જિદ બાબતે નિયમ છે કે જે જગાને એક વાર મસ્જિદ રૂપે આબાદ કરવામાં આવી તે સદા મસ્જિદ રહે, પણ દરગાહ કે કોઇની કબર બાબત આવો હકમ ઈસ્‍લામમાં નથી,
આ ટાણે મુસલમાનોની લાગણી હતી કે આ બધું મુસલમાનોના ધર્મ સ્‍થાનો સાથે થઇ રહ્યું છે, આ ગેરસમજને દૂર કરવી રહી, આ પણ વાસ્‍તવિકતા છે કે દાયકાઓથી વડોદરાના જાહેર રસ્‍તાઓ ઉપર કોઇ નવી દરગાહ નહી બની હોય, પણ મંદિરો કે ડેરીઓ અનેક બની છે. આ બાબતને લક્ષમાં લેવી જોઇએ.
વિરોધીઓ સામે પોલીસ પણ વિફરી ગઇ, એ ખોટું હતું. લાગે છે કે પહેલેથી આ મામલે વાતાવરણ વધુ ગરમ કરી દેવામાં આવ્‍યું હતું. પહેલાં આવા પ્રશ્નો થાળે પાડી પછી શાંતિથી હલ કરવામાં આવ્‍યા હતા.
પોલીસ પાસે રબરની ગોળીઓ નથી હોતી શું ? અને શા માટે ગોળીઓ સીધી માથામાં કે છાતીમાં ફાયર કરવામાં આવે છે ?
પગોમાં મારી આવા તોફાનીઓને પકડવામાં આવે તો ?

Monday, May 01, 2006

ગુજરાત સ્‍થાપના દિવસ

આજે માતૃભૂમિ ગુજરાત રાજ્યનો સ્‍થાપના દિવસ છે, સ્‍થાપના દિવસ એટલે આપણા પગો ઉપર સ્‍વતંત્ર રીતે ઉભા થઇ આપણા ક્ષિ‍તિજે સ્‍વંય વિહરવાનો દિવસ. આપણા માટે આ ખુશી અને પ્રસન્‍નતાનો અનેરો દિવસ ગણાય. પોતાના પગો પર ઉભા થઇ આપણે પૂરવાર કરી બતાવ્‍યું કે ગુજરાતી પ્રજાનું ખમીર અને કૌશલ્‍ય અન્‍યો કરતાં ચઢિયાતું છે, પ્રગતિના જે શિખરો ગુજરાતીઓએ સર કર્યા છે, તે અન્‍યોના બસની વાત ન હતી. આજે ગુજરાત સ્‍થાપના દિવસે આપણે સૌ ગૌરવ અનુભવીએ, એ આપણું સદભાગ્‍ય છે. આ અવસરે સમાચાર સાર તરફથી માતૃભૂમિ વિશે કંઇક જાણકારી ઉપલબ્‍ધ કરાવતાં અમે પણ આ ગૌરવની ઉજવણીમાં સહભાગી થઇ આપને સહભાગી કરીએ છીએ.ગુજરાત રાજ્ય ની સ્‍થાપના ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.

સ્‍થાપના દિવસ

મે ૧, ૧૯૬૦

રાજધાની

ગાંધીનગર

ગવર્નર

નવલ કિશોર શર્મા

મુખ્‍ય મંત્રી

નરેન્‍દ્ર મોદી

ક્ષેત્ર ફળ

૧૯૬,૦૨૪ કિ.મી.

વસ્તીકુલ ગીચતા

૫૦,૬૦૦,૦૦૦ (૨૦૦૧) ૨૫૮/કિ.મી.

વસ્તી વધારો (૧૯૯૧-૨૦૦૧)

૨૨.૪૮%

ભણતર

૭૦% (૨૦૦૧)સાચું જ કહેવાય છે કે ,
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

પણ આજના સ્‍થાપના દિવસે ( ર૦૦૬) એક દુખદ સમાચાર છે કે વડોદરામાં પોલીસ સાથેની હિંસક અથડામણમાં અનેક માણસો માર્યા ગયા છે કાં તો ઘાયલ થયા છે, ગૌરવ દિવસે આવી હિંસક અથડામણ ટાળી શકાય હોત . શાસકો થોડી સુઝ બુઝ દાખવે તો કેટલું સારું .

Saturday, April 29, 2006

સૈયદે અબરારનું જીવન

સૈયદે અબરારનું એટલે પયગંબર સાહેબ.
મુસલમાનો એમના જીવનને પોતાના માટે આઇડીયલ માને છે, તેમના જીવનને નમુનો માની અનુસરણ કરે છે, આ માટે જ તેઓ સતત પ્રયત્‍નશીલ રહે છે, અને અલ્‍લાહથી દુઆ કરે છે કે અલ્‍લાહ તઆલા માણસને એમના જીવનને અનુસરી પવિત્ર જીવન જીવવાની તોફીક આપે.
આ જ દુઆ મુહંમદભાઇ ભૈડુ કરી રહ્યા છે,

સાંભરું છું હું સતત નામ તુજ દરબારનું.
છેપ્રથમ તુજ નામ ને તે પછી સરકારનું.
યાઇલાહી હુંફરું બક્ષિસ ની ઉમ્મીદ લઈ,
જીવન મને તુ કર અતા સૈયદે અબરારનું


મોહમ્મદ અલી ભૈડુ”વફા”
24એપ્રીલ 2006

Monday, April 24, 2006

શ્રી પ્રમોદ મહાજનની ઘટનાના બોધપઠો

ભારતીય જનતા પક્ષના વરિષ્‍ઠ નેતા પ્રમોદ મહાજન શ્રી એક કૌટુંબિક કંકાસના ફસાયને જીવનની બાજી લડી રહયા છે, ઇશ્વર સૌનું ભલું કરે.
ન્‍યુઝપેપરો કહે છે કે લોકો એમનામાં ભાવિ વડાપ્રધાનના લક્ષણો જઇ રહ્યા હતા.
આ આપણા દેશની ટ્રેજડી છે કે આપણે આવા ઘણા આશાસ્‍પદ નેતાઓ અકસ્‍માતોમાં જ ખોઇ દીધા. સિંધીયા અને પાયલોટ. બોઝ અને ગાંધીજી, ઈન્‍દીરા અને રાજીવ. વગેરે...
મહાજનની ઘટના આપણને અન્‍ય અનેક બાબતો પ્રતિ ઇશારો કરી જાય છે.
પ્રથમવાત એ કે એમના લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે આપણે એક ડોકટર બહારથી બોલાવવા પડ્યા. શું ભારતમાં આવા ડોકટરો નથી? કે આપણને આપણા માણસોની કદર નથી.
અને કદાચ આવા માણસો ભારતમાં નથી તો એ વધુ ચિંતાનો વિષય છે. આપણે જે કંઇ પ્ર‍ગતિની ગાથા ગાઇએ છીએ તેનું શું ?
આ બધાથી વધીને એક મહત્‍વની વાત, જેને આપણે બે વિરોધાભાસી રીતે જોઇએ.
જે ડોકટરને વિદેશથી બોલાવવામાં આવ્‍યા છે, તે મુળે ભારતીય છે, એટલે એ આપણા માટે ગૌરવની વાત ખરી.
પણ આપણે એ માણસને ખોવો પડયો અને તે અન્‍યોમાં જઇ વસ્‍યો , તે શા માટે ?
આવા પ્રસંગો આપણી અને આવા નિષ્‍ણાંતોની આંખો કેમ નથી ખોલતા કે એમણે ભારતમાં જ રહેવું જોઇએ અને ભારતને એમની વધુ જરૂરત છે.
અને અંતે એક વાત મુસલમાનોથી કે
આ નિષ્‍ણાંત ડોકટર મુસલમાન છે, એ દર્શાવે છે કે ભારતીય મુસલમાનોમાં ટેલેન્‍ટ, શકિત અને બૃદ્ધિ છે, તેઓ આગળ આવી શકે છે, એટલા બધા કે ડો. અબ્‍દુલ કલામ..... ડોકટર મુહમ્‍મદ રેલા.
પણ એ માટે એમને સ્‍વંય આગળ આવવું પડશે, અન્‍યો પરની નિર્ભરતા ઓછી કરવી પડશે.
અલ્‍લામા ઇકબાલનો શે‘ર છે ,

નહી નવમીદ ઇકબાલ અપની કિશ્‍તે વેરાં સે
ઝરા નમ હો તો યે મિટ્ટી બહોત ઝરખેઝ હે સાકી.

એટલે કે હું ‘ ઇકબાલ ‘ મારી વેરાન ખેતીથી નાઉમીદ-નિરાશ નથી
આ માટી થોડી ભીની થાય એટલે બસ, એ તો ઘણી ફળદ્વુપ છે.