ર૦૦ર ના તોફાનો અને હાલના વડોદરાની હિંસા પછી ફરીવાર આ સવાલ સામે આવ્યો છે કે ગુજરાતીઓ આટલા હિંસક અને ક્રુર કેમ બની ગયા છે ?
આ માટે ઉપયોગી વિગતો દિવ્ય ભાસ્કર દૈનિક તા. ૩૦ એપ્રિલ ર૦૦૬ રવિવાર મહેફિલ નામની પૂર્તિમાં અચ્યુત યાજ્ઞિક સાથે ઉર્વીશ કોઠારીની મુલાકાતના અંશ આપવામાં આવ્યા છે,
‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત‘ના સહલેખક તરીકે તેમની ભુમિકા અને વિચારો પ્રગટ કરતી આ મુલાકાત છે,
એક સવાલ ‘ એટલે કે અત્યારના હિંદુત્વનો ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો‘ નો ઉત્તર આપતાં તેઓ કહે છેઃ
કુટુંબની દષ્ટિએ અમારા કુળ દેવતા રામ છે, મેં કોઇ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઇ નથી, આખા ગુજરાતમાં કોઇ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે નવા રામ ઉભા કરવામાં આવ્યા, તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકા દહનની વાત કરીને કહે છે કે આતતાયીઓનું – રાક્ષસોનું દહન કરવું જોઇએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેટલું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહીં કરવાની, અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે, તેમના મનમાં કોઇ શંકા થતી નથી, જેમ ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ – મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટલી વસ્તુઓ મુકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે, એ ભમ્ર તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઇ અવકાશ રહેતો નથી, મારામારી જ થાય છે સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રુર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબી સાથે તેનો કયાંય મેળ ખાતો નથી.
બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગ કરવામાં આવે છે એવા ભાગલા પહેલાં હતા જ નહિં, વસતી ગણતરી ક મ્યુનિસિપલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં ભાગ ભજવ્યો, એ સંસ્ગાનવાદની નીપજ છે, એ રીતે અત્યારનો હિંદવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસુફીનું તત્વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.