Monday, April 24, 2006

શ્રી પ્રમોદ મહાજનની ઘટનાના બોધપઠો

ભારતીય જનતા પક્ષના વરિષ્‍ઠ નેતા પ્રમોદ મહાજન શ્રી એક કૌટુંબિક કંકાસના ફસાયને જીવનની બાજી લડી રહયા છે, ઇશ્વર સૌનું ભલું કરે.
ન્‍યુઝપેપરો કહે છે કે લોકો એમનામાં ભાવિ વડાપ્રધાનના લક્ષણો જઇ રહ્યા હતા.
આ આપણા દેશની ટ્રેજડી છે કે આપણે આવા ઘણા આશાસ્‍પદ નેતાઓ અકસ્‍માતોમાં જ ખોઇ દીધા. સિંધીયા અને પાયલોટ. બોઝ અને ગાંધીજી, ઈન્‍દીરા અને રાજીવ. વગેરે...
મહાજનની ઘટના આપણને અન્‍ય અનેક બાબતો પ્રતિ ઇશારો કરી જાય છે.
પ્રથમવાત એ કે એમના લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે આપણે એક ડોકટર બહારથી બોલાવવા પડ્યા. શું ભારતમાં આવા ડોકટરો નથી? કે આપણને આપણા માણસોની કદર નથી.
અને કદાચ આવા માણસો ભારતમાં નથી તો એ વધુ ચિંતાનો વિષય છે. આપણે જે કંઇ પ્ર‍ગતિની ગાથા ગાઇએ છીએ તેનું શું ?
આ બધાથી વધીને એક મહત્‍વની વાત, જેને આપણે બે વિરોધાભાસી રીતે જોઇએ.
જે ડોકટરને વિદેશથી બોલાવવામાં આવ્‍યા છે, તે મુળે ભારતીય છે, એટલે એ આપણા માટે ગૌરવની વાત ખરી.
પણ આપણે એ માણસને ખોવો પડયો અને તે અન્‍યોમાં જઇ વસ્‍યો , તે શા માટે ?
આવા પ્રસંગો આપણી અને આવા નિષ્‍ણાંતોની આંખો કેમ નથી ખોલતા કે એમણે ભારતમાં જ રહેવું જોઇએ અને ભારતને એમની વધુ જરૂરત છે.
અને અંતે એક વાત મુસલમાનોથી કે
આ નિષ્‍ણાંત ડોકટર મુસલમાન છે, એ દર્શાવે છે કે ભારતીય મુસલમાનોમાં ટેલેન્‍ટ, શકિત અને બૃદ્ધિ છે, તેઓ આગળ આવી શકે છે, એટલા બધા કે ડો. અબ્‍દુલ કલામ..... ડોકટર મુહમ્‍મદ રેલા.
પણ એ માટે એમને સ્‍વંય આગળ આવવું પડશે, અન્‍યો પરની નિર્ભરતા ઓછી કરવી પડશે.
અલ્‍લામા ઇકબાલનો શે‘ર છે ,

નહી નવમીદ ઇકબાલ અપની કિશ્‍તે વેરાં સે
ઝરા નમ હો તો યે મિટ્ટી બહોત ઝરખેઝ હે સાકી.

એટલે કે હું ‘ ઇકબાલ ‘ મારી વેરાન ખેતીથી નાઉમીદ-નિરાશ નથી
આ માટી થોડી ભીની થાય એટલે બસ, એ તો ઘણી ફળદ્વુપ છે.

2 comments:

Sagar Chand Nahar said...

આપે જે આશાસ્પદ નેતાઓં ના નામોં લખ્યા છે, એમા બધા નામ સચા છે સિયાવ કે ગાઁધીજી!!!!!!!! એ જ એક માણસ હતા જેમના લીધે આજે કાશ્મીર ની સમસ્યા નો જનમ થયો અને હિન્દુ મુસલમાનોં ના મન માઁ એક બીજા પ્રત્યે વૈર ભાવ થયો. કાશ્મીર સમસ્યા ના ફ્ળ આપણે આજે પણ ભોગિયે છે. આજાદી તરત પછી જ્યારે સરદાર પટેલ ને વડા પ્રધાન બનાવા માટે બધા તૈયાર હતા, અને ગાઁધી(જી)(???) એમને રોકી પાડ્યા, ત્યાર થી ભારત દેશ ની પનોતી બૈઠી જે આજ સુધી બેઠેલી જ છે.
આપ એક વાત સાચી કરી રાજેશ પાયલટ, સિંધીયા ખરેખર આશાસ્પદ હતા પણ એમની મૃત્યુ ખરેખર રહસ્યમયી છે, જ્યારે દારાશિકોહ જેવા વિદ્વાન માણસ ને સગો ભાઈ ઔરંગજેબ મરાવી શકે તો...........

Anonymous said...

Bhai Sagar. It was Nehru not Gandhiji in the root of Kashmir issue. Please, re-read history.