આંતકવાદને કોઇ ધર્મ નથી હોતો, આ એક સામાન્ય વાક્ય છે, જે દરેક જ બોલે લખે છે, અને સંપૂર્ણ સાચું પણ છે. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ભારત કાશ્મીર સહિત આસામ, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, બિહાર, આંધ્રપ્રદેશ અને અને અન્ય રાજયોમાં અલગાવવાદી હિંસક આંદોલનનો સામનો કરી રહ્યું છે, ઉપરાંત અન્ય બાહ્ય આતંકવાદી પ્રવૃતિઓનું નુકસાન પણ ભારત ઉઠાવતું રહયું છે,
હાલમાં જ કાશ્મીરમાં આવા અલગતાવાદી આંતકીઓના હુમલામાં ગુજરાતના અમુક સહેલાણીઓએ જાન ગુમાવ્યા એ દુખદ ઘટના કહી શકાય. નિર્દોષોને મારવાથી કોઇ હેતુ સરી શકે એ કયાંયે જોવાયું નથી, મૂળ સમસ્યા કાશ્મીરના અલગ કરવાની છે, એને જો ત્યાંના વતનીઓ પોતાના અધિકાર અને સમર્થન સહિત રજૂ કરે તો કોઇ એ સમજી શકાય એવી વાત છે, અને જો ત્યાંના લોકો પોતાની માંગણી સંદર્ભે જન સમર્થનનો દાવો પુરવાર કરી બતાવે તો ખરી વાત.....
બાકી એ બહાને નિર્દોષોના પ્રાણ હણવા, ગરીબ ગામડાવાસીઓની હત્યા કરવી, સહેલાણીઓને નિશાન બનાવવાથી કોઇ ખાસ હેતુ પ્રાપ્ત થઇ શકે એવું સમજવું બેકાર છે.
સુરતના નિર્દોષ સહેલાણીઓ અને તે પહેલાં ત્યાંના અનેક હિંદુઓને એક સામટા કતલ કરવાની ઘટનાઓ ઉપરાછાપરી ઘટી છે, સમાચારસાર દ્વારા એનો વિરોધ વ્યાકત કરવાની સાથે સુવાસ ટીમ દુખીઓના દર્દમાં સહભાગી છે. અલ્લાહ દરેકને શાંતિ અને સદબુદ્ધિ આપે.
અમે કાશ્મીરની હિંસા વિશે બે વાતો લખી રહયા હતા એ દરમિયાન જ આજે સમાચાર આવ્યા કે નાગપૂરમાં ‘સંઘ‘ મુખ્યાલયને ઉડાવી દેવાના આશયે આવેલા ત્રાસવાદીઓ માર્યા ગયા. એટલે કે નકસલવાદની જેમ કાશ્મીરનો અલગતાવાદ પણ આખા દેશને ભરડો લઇ રહ્યો છે. સાથે જ દેશની કોમી એકતા અને સામાજિક સંપને પણ ધ્વસ્ત કરવા માંગે છે, કદાચ એટલે જ ‘સંઘ‘ને લક્ષ્ય બનાવવામાં આવ્યું હોય.
આ બધું તો થયું, અને નિંદનીય જ છે, એટલે જ અમે અમારી લાગણીઓને રોકી શક્યા નહીં, અને બે શબ્દો સમાચાર પર લખવા પડયા,
પરંતુ .....
જયારે જયારે પણ આવું થાય છે ત્યારે સાથે જ સમાચાર માધ્યમોમાં છલકાતી અન્ય એક પ્રવૃતિ અમારી સમજમાં નથી આવતી, એટલે કે કાશ્મીરી ઉગ્રવાદીઓની કોઇ પણ હિંસા સમયે લઘુમતિ સંસ્થાઓ, મંડળીઓ, નેતાઓ , ફોરમો, વગેરે તરફથી ફટાફટ એની નિંદા કરવા માટે હોડ લાગી જાય છે, જયારે આ જ સંસ્થાઓ અન્ય રાષ્ટ્રીય ઘટનાઓ વેળા ચૂપ બેસી રહે છે, આવું શા માટે ? શું લઘુમતિઓ એમ સમજે છે કે ભારતના અન્ય લોકો કશ્મીરમાં હિંસા આચરતા લોકોને દેશના અન્ય મુસલમાનોનું સમર્થન હોય એમ સમજે છે, મારા મતે તો એવું નથી જ,
પણ મુસલમાનો જ જો એવી લઘુતાગ્રંથીથી પીડાતા હોય અને હિંસા આચરનારા અન્યોના કૃત્યોને પોતાના માથે આવી જવાનો ખોટો ભય સેવતા હોય તો એ ખોટું છે,અને મુસલમાનોએ તેમની આ સંકુચિતતાથી નીકળવું રહયું,
હા જો તેઓ સમય સાથે તાલ મીલાવી ચાલવા માંગતા હોય તો પછી ભારતવર્ષની દરેક બાબતે તેમણે તેમનું મંતવ્ય વ્યકત કરવું રહયું.

No comments:
Post a Comment