Tuesday, May 16, 2006

ગુજરાતીઓ આટલા હિંસક અને ક્રુર કેમ ?

દિવ્‍ય ભાસ્‍કર દૈનિક તા. ૩૦ એપ્રિલ ર૦૦૬ રવિવાર
ર૦૦ર ના તોફાનો અને હાલના વડોદરાની હિંસા પછી ફરીવાર આ સવાલ સામે આવ્‍યો છે કે ગુજરાતીઓ આટલા હિંસક અને ક્રુર કેમ બની ગયા છે ?
આ માટે ઉપયોગી વિગતો દિવ્‍ય ભાસ્‍કર દૈનિક તા. ૩૦ એપ્રિલ ર૦૦૬ રવિવાર મહેફિલ નામની પૂર્તિમાં અચ્‍યુત યાજ્ઞિક સાથે ઉર્વીશ કોઠારીની મુલાકાતના અંશ આપવામાં આવ્‍યા છે,
‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત‘ના સહલેખક તરીકે તેમની ભુમિકા અને વિચારો પ્રગટ કરતી આ મુલાકાત છે,
એક સવાલ ‘ એટલે કે અત્‍યારના હિંદુત્‍વનો ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો‘ નો ઉત્તર આપતાં તેઓ કહે છેઃ
કુટુંબની દષ્ટિએ અમારા કુળ દેવતા રામ છે, મેં કોઇ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્‍ય અને બાણ હોય એવી મૂર્તિ જોઇ નથી, આખા ગુજરાતમાં કોઇ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે નવા રામ ઉભા કરવામાં આવ્‍યા, તેમના હાથમાં ધનુષ્‍યબાણ મૂકી દેવામાં આવ્‍યું. વિશ્વ હિંદુ પરિષદ લંકા દહનની વાત કરીને કહે છે કે આતતાયીઓનું – રાક્ષસોનું દહન કરવું જોઇએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેટલું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહીં કરવાની, અત્‍યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્‍વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્‍યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે, તેમના મનમાં કોઇ શંકા થતી નથી, જેમ ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ – મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટલી વસ્‍તુઓ મુકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે, એ ભમ્ર તોડવાનો પ્રયત્‍ન કરનાર માટે વાદવિવાદનો કોઇ અવકાશ રહેતો નથી, મારામારી જ થાય છે સગવડિયા ‍ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રુર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્‍તો કાઢનારી પ્રજા તરીકેની છબી સાથે તેનો કયાંય મેળ ખાતો નથી.
બીજી અગત્‍યની વાત એ છે કે અત્‍યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગ કરવામાં આવે છે એવા ભાગલા પહેલાં હતા જ નહિં, વસતી ગણતરી ક મ્‍યુનિસિપલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્‍ય અસરોએ આવા ભાગલામાં ભાગ ભજવ્‍યો, એ સંસ્‍ગાનવાદની નીપજ છે, એ રીતે અત્‍યારનો હિંદવાદ પણ સંસ્‍થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસુફીનું તત્‍વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

6 comments:

Kartik Mistry said...

બીજા રાજ્યોમાં જરા દેખો. કાશ્મીર, બિહાર, યુપી, એમપીમાં વર્ષે-દહાડે કેટલી હિંસા થાય છે..

SUVAAS said...

ભાઇ શ્રી ,
વાત અત્‍યાર સુધી શાંતિ પ્રેમી રહેલા ગુજરાતની છે, આ બધા સાથે હરિફાઇમાં શા માટે ઉતરીએ ?
આપણે આપણી ઓળખ શા માટે ગુમાવીએ ?
હું તો સમજું છું કે શાંત ગુજરાતીઓની શાંતિ ઉપર અને એમની સમૃદ્ધિ પર અન્‍યોનો ડોળો છે, માટે એમને ભડકાવી અન્‍યો એમનો ઉલ્‍લુ સીધો કરી રહયા છે, આ માં હિંદુ - મુસ્લિમ ને શામેલ છે, બન્‍નેને પદભ્રષ્‍ટ કરવામાં આવી રહ્યા છે.

Anonymous said...

Very good article...Thnx for such a nice article...

Dyuti said...

It is not about how bad we are ... In all bases only one thing comes on my site that is education. % education is increased. People can read and write and think (??!!!), but the purpose of education is diverted from itself. The subjects are not the only thing to be taught. First thing is to be a human. It is not about teacher or parents... It is about the whole society. If we will stop encouraging small selfish deeds of a person and teach honesty and sympathy to all, no selfish leaders can take advantage of us. I started doing like that. Till now I have got responses for myself as a fool or a bore, but still I am hopeful.

Anonymous said...

Gujaratis are never such cruel. Common gujarati can never be.

also, read about Rama: http://in.rediff.com/news/2008/apr/14guest.htm

Anonymous said...

I think that the definition of cruel and violent people is not known to you. I have lived in other states of India and proudly I would say that except Gujarat, peace is nowhere to be seen.
What you saw in these tragic incidents is nothing compared to what happens in Northern India everyday.
Its normal here that a person walks out of home live with a gun in pocket and may return dead in the evening.
A single gun costs only 1000 rs. here and almost everybody has it.
So I would like to say that stop calling Gujarat a violent place to live because you don't know what violence and cruelty is...