ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવતા પાણીથી સૂરતમાં ભારે તબાહી,
લગભગ આખા સુરતમાં પાણી ફરી વળ્યાં.
સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદી પર બાંધવામાં આવેલા બધા જ પૂલો પાણીમાં ગરકાવ.
કયાંક એક માળ, કયાંક બે અને કયાંક તો ત્રણ માળ સુધી પાણી,
શું આને કુદરતી આફત કહીશૂં કે માનવ સર્જિત ??
ઉપરવાસમાં ભારે વરસાદ થઇ રહયો હોવાની ખબર તંત્રને હતી જ, અને તેનાથી ઉકાઇમાં સપાટી વધવાની છે, એ પણ તંત્રને અંદાજો હોય જ, અને ઉકાઇ ડેમની સામાન્ય સપાટી થી સાત આઠ ફૂટ વધારે પાણી ભરાય જાય ત્યાં સુધી જોયા કરવું અને પછી એમ કહી કે આટલું બધું પણી વધી ગયું છે, અને હજુ વધુ આવશે માટે ડેમને બચાવવા ખાતર પાણી છોડવું જરૂરી છે, !! એ કયાંની અકલ મંદી છે ? ડેમમાં પાણીનો ભરાવો શરૂ થયો ત્યારથી જ થોડું થોડું છોડવામાં શું ખોટું છે ? પાણી ભરાવા દેવું અને પછી સુરત ડુબે એટલુ ભરાય ત્યારે જ છોડવું ! એ કયા અધિકારીની આવઢત છે ? કયા નિષ્ણાતે આવા નિયમો બનાવ્યા છે ? વોટ આપી લોકોને પાંચ વર્ષ નિરાંતે ઉધી જવાની ખાતરી આપનારમ મુખ્ય મંત્રી આ બધા પર નજર નથી રાખતા ???
સમાચાર છે કે ઉકાઇ ડેમમાં ભરાય રહેલા પાણી સંબંધે માંગણી કરવામાં આવી હતી કે તા. ર જી ઓગસ્ટથી તબકકાવાર પાણી છોડવામાં આવે, પણ મુખ્યમંત્રીએ ઉલટાની જાહેરાત કરી કે તા. ૧પ ઓગસ્ટ સુધી પાણી છોડવામાં ન આવે , વાહ ભઇ વાહ ઇ ગવર્નસનો જબરો પુરાવો !
શહેરો અને ગામડાંઓની વ્યવસ્થા જાળવવા રાખવામાં આવતા કલેકટર જેવી મોટી હસ્તીઓ અને અધિકારીઓને પણ મુખ્યમંત્રી ધ્વજવંદનકાર્યક્રમની વ્યવસ્થાના બહાને રોકી રાખે અને તે પણ આવા દિવસોમાં , એ પણ એક ઇ ગવર્નન્સનો પુરાવો, પેલી વીડીયો કોન્ફરન્સ દ્વારા રાજયભરને જોડી દેવાની વ્યવસ્થા કયાં ગઇ ?
4 comments:
રીપોર્ટ છે કે તા. ૧ લી ઓગસ્ટથી ચેતવણી આપવામાં આવી હતી કે ડેમમાંથી થોડું થોડું પાણી છોડવામાં આવે, પણ મુખ્યમંત્રીએ ફરમાન છોડયું કે તા. ૧૫ ઓગસ્ટ સુધી પાણી છોડવામાં ન આવે,... કેમ ..... ?
કહે છે કે સુરતના કાશીરામ રાણા મોદી સાહેબના વિરોધી છે, એમને અને એમના સમર્થકો વોટરોને પાઠ ભણાવવા .....
બજો કહે છે કે મોદી સાહેબ જલ્સા બહુ કરે છે અને કામ ઓછું, ઉપરથી રાજય સરકારન તીજોરી ખાલી.. માટે કેન્દ્ર પાસેથી, વિદેશી સરારો પાસેથી, એન. આર. આઇ પાસેથી અને એન.જી.ઓ. પાસેથી પૈસા મેળવવા અને કામ ન કરવાથી થનારી બદનામી અને નિષ્ફળતાને પૂરના નામે ચડાવી દેવા.....
શી ખબર , શું હકીકત છે...
બાકી મોદી સાહેબ મેનેજમેન્ટનો જબરો વ્યુહ ધરાવે છે, અને વિરોધીઓને પછાડવામાં પણ એમનો જોટો નથી.....
રાજય સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ હવે બયાનબાજી પર ઉતરી આવ્યા છે, ગત વરસે કેન્દ્ર તરફથી પૂર વખતે પ૦૦ કરોડની સહાય આપવામાં આવી હતી, પરંત બરાડા પાડતી અને કેન્દ્રને ભાંડતી સરકાર તેમાંથી ૧૮૭ કરોડ વાપરી શકી ન હતી.....
જુઓ આજનું સંદેશ...
તા. ૧૦ ઓગસ્ટ , ર૦૦૬
તમારા લખાણ ને ‘લેફ્ટ અલાઇન’ કરી દો, અન્યથા જે લોકો ફાયર-ફોક્સ વાપરે છે તેઓ લખાણ બરાબર વાંચી શકતા નથી. આ સમસ્યા ભારતીય ભાષાઓ માટે છે જ.
સુરત માં આફત આવી એના માટે કુદરત અને માનવિય ભુલોને જીમ્મેદાર ગણી શકાય. પણ અજ્ઞાતવ્યક્તિ દ્વારા કરેલો આક્ષેપ કે “..સુરતના કાશીરામ રાણા મોદી સાહેબના વિરોધી છે, એમને અને એમના સમર્થકો વોટરોને પાઠ ભણાવવા .....” ને માથા વગર નો ગણી શકાય.
કહે છે કે કેન્દ્ર પાસેથ, અન્ય દેશો પાસેથી , એન.આરઇઆઇ પાસેથી પૈસા પડાવવા જ મોદી સાહેબ આવા નિર્ણયો લે છે.
અને હોય શકે કે કાશીરામ રાણા અને તેમના વોટરોને પાઠ ભણાવવા આમ સુરતવાસીઓને ફસાવ્યા હોય...
મોદી સાહેબ મેનેજમેન્ટના જબરા વ્યુહ જાણે છે..
Post a Comment