થોડા દિવસ પહેલાં હેદરાબાદમાં થયેલા ધડાકા બાબતે હવે તપાસ કયાં છે ?
હજુ પોલીસ અંધારામાં છે,
હજુ થોડા દિવસ પછી સમાચાર આવશે કે આ ધડાકા માટેના જવાબદાર ત્રાસવાદીને કાશ્મીરમાં ઠાર મારી દેવામાં આવ્યો છે. મુસ્લિમ બહુલ વિસ્તારોમાં મુસ્લિમોને મારવા મુસલમાનો જ ધડાકા કરે એ કોને સમજમાં આવે છે ?
નકકી એ મુસલમાનોના શત્રુઓનું કામ છે,
પણ
તંત્ર આખું હિંદુ ત્રાસવાદીઓના હમદર્દો અને કર્મચારીઓથી ભરેલું છે, એક ગ્રંથી કોઇ પણ ઘટના માટે ત્રાસવાદને જવાબદાર બનાવવાની બની ગઇ છે,
અને ત્રાસવાદ એટલે મુસલમાન......! બાકી આ વિસ્તારમાં નકસલીઓના પ્રભાવને કોણ નથી જાણતું ?
તેઓની વધતી જતી પ્રવૃતિઓ બાબતે અનેક લોકોએ તંત્રને ચેતવ્યું છે, પણ ભષ્ટ તંત્રને એમાંથી વોટ નથી મળતા, એ બાબતે કંઇ કરવામાં જાનનો ખતરો છે,
એટલે દોષનો ટોપલો મુસલમાનો પર ઢોળી દેવામાં એક કાંકરે અનેક શિકારો થઇ જાય છે...... અમારો આશય આ ધડાકા કરનારાઓને છાવરવાનો નથી,
પણ
સાચા જવાબદારો સુધી નહિ પહોંચવાની તંત્રની નીતિને વખોડવાનો છે.
છેલ્લા બે ત્રણ વરસોમાં અનેક શહેરોમાં ધડાકા થયા, જે પાછળથી સંઘ કે વી.અેચ.પી. કે ( કોઇ હિન્દુએ વ્યકિતગત ? ) કર્યા હતા, પણ મીડીયામાં એ કોણ ઉછાળે ?
માલેગાંવ, નાગપૂર અને નાંદેડ અને દિલ્હીમાં વગેરેમાં આવા ધડાકાઓ અને તે બાબત પોલીસ કે અન્યો પર કરવામાં આવેલા દોષારોપણનો કોઇ જવાબ કોઇની પાસે નથી, જરૂરત છે
પોતાની આંખે જોવાની,
ન્યાયની આંખે જોવાની,
પશ્ચિમની આખં નહિ, નફરત અને દેષની આખૈ નહીં.
બધા ભારતીયો મારા ભાઇ બહેન છે
Saturday, September 01, 2007
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
I really liked ur post, thanx for sharing. Keep writing. I discovered a good site for bloggers check out this www.blogadda.com, you can submit your blog there, you can get more auidence.
नक्सलीओ पण त्रासवादीओ ज छे. हीन्दु त्रासवादीओ??? कया? उदाहरण अने सन्दर्भ आपशो...
નકસલીઓ કયો ધર્મ પાળે છે ?
તમિળો કયો ધર્મ પાળે છે ?
બજરંગીઓ કયો ધર્મ પાળે છે ?
આસામના બોડો અને નાગાઓ કયો ધર્મ પાળે છે ?
ખાલિસ્તાન ના શીખો કયો ધર્મ પાળે છે ?
જયારે મુસલમાનોની વાત આવે છે તો કહેવાય છે કે દેશની ૮૦ ટકા વસતી હિંદુ છે, અને જયારે પાપા ધોવાના આવે છે તો કહેવાય છે કે તમિળો, શીખો વગેરે હિંદુ નથી ! આ તે કયાંનો ન્યાય ? ? ?
Post a Comment