અત્યાર સુધી કોઇને કોઇ બહાને વગરવાંકે અને વગર પુરાવે મુસલમાનોના મદરેસાઓને આતંકવાદ સાથે જોડી બદનામ કરવામાં આવતા હતા, લ્યો હવે આ ખોટા આરોપો ખુદના માથે આવી પડયા છે, આતંકવાદ જે કોઇ કરે ખોટો છે, તેને આતંકવાદ કહો, ખુલીને બોલો કે આ આતંકવાદ છે, જુઓ દિવ્યભાસ્કર તા. ૧૯ જુલાઇ રં૦૦૮
દ્વ્યિભાસ્કરની ટીપ્પણી પણ વાંચો
ગુંડાટાઈપ સાધકો...
ગુરુપૂર્ણિમાએ ગુરુના આશીર્વાદ લઈને ગુરુવંદના કરવાને બદલે આસારામના સફેદપોશ સાધકો લાકડીઓ, પાઈપો સહિતના હથિયારો લઈને શકિત પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. અડફેટે ચઢનાર અનેક લોકો ગુંડાટાઈપ સાધકોના આતંકનો ભોગ બન્યા હતા.
http://www.divyabhaskar.co.in/2008/07/18/0807182303_dispute_ahmedabad.html
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
સુવાસ ટીમ,
આપના દ્રારા જે કંઇ લખવામાં આવે છે એમાં કંયાક એક દબાયેલી, કચળાયેલી માનસિકતાની પ્રતિતી થાય છે. વધુ વાત કરતા પેહલા એક વાતની જાણ કરૂ કે મને હિન્દુ ધર્મને લઇને જરા પણ લાગણી નથી અને મુસ્લિમ ધર્મને લઇને મનમાં ધ્વેસ કે અંગત રોષ પણ નથી ઉપરથી મનમાં ઘણું માન અને આદર ભાવ છે.
જ્યારે પણ આપ વાત કરો છો તો આપની વાતમાં મુસ્લિમ ધર્મની અખંડીતતા બાચાવવાની લાગણી જોવા મળે છે, જે જરૂરી છે અને હમેશાં હિન્દુ ધર્મ મુસ્લમાન વિરોધી હોય એમ સાબીત કરતા હોવ એમ લાગે છે. પેહલાતો આતંકવાદ નો ધર્મ જ નથી હોતો માટે એમ કેહવુ અન્યાય કેહવાસે કે આતંકવાદના કિસ્સામાં વગર વાંકે મુસ્લિમો પર આક્ષેપ કરવામાં આવે છે અને આસારામ હોય કે અન્ય હિન્દુ ધર્મગુરૂ કોઇના પણ મનમા કપટ ભાવ હોય તો એ ધીક્કારને પાત્ર છે.
આપ મુસલમાન આતંકવાદી નથી એમ કહી મુસલમાનનોને જરુર માન આપો છો પણ આપ આતંકવાદીને મુસલમાન સાથે જોડીને મુસલમાન ધર્મનુ અપમાન કરો છો. આતંકવાદ, કપટ, દેશદ્રોહ, વિશ્વાસઘાત, હીંસા, અત્યાચાર આ બધાને ધર્મથી અલગ રાખો તોજ સાચો ધર્મ કેહવાશે. આપ સુવાસ ફેલાવો તોજ ધણુ છે.
મારી વાત ખોટી હોય તો મને જરુર જાણ કરશો આપનુ સ્વાગત છે.
અલ્લા હાફીસ,
થેન્કયુ ભાઇ, પ્રવિણ,,,
વાત એમ છે કે અમુક તત્વો તરફથી વિશેષ કરીને ગુજરાતી પ્રિન્ટ મીડીયા તરફથી સદાયે મુસલમાનોને લગતી બાબતો અને સમાચારોમાં ઓરમાયું વર્તન કરવામાં આવે છે , એના પ્રત્યાઘાત અને સિક્કાની બીજી બાજુ સ્પષ્ટ કરવા આવા એકતરફી સમાચાર અત્રે આપવામાં આવે છે.
તમને માનવામાં નહિ આવે, ગુજરાતી દૈનિકોમાંથી એક દૈનિક પહેલાં મુસલમાનો બાબતે તટસ્થ હતું, મુસલમાનો તેને વધુ વાંચતા, પણ તેણે પણ જયારે અન્યોની જેમ વી એચ પીને ભાષા બોલવી શરૂ કરી તો અમુક આગેવાનો તેની સુરત ઓફિસે જઇ તેના સંચાલકો અને તંત્રીઓથી વાત કરી આપણા પેપરને આવા પ્રભાવથી દૂર રાખવામાં આવે, તો તેમણે જવાબ આ આ૫યો કે અમારે પેપર બંધ નથી કરવું, અમારી ૩પ હઝાર કોપીઓ ઓછી થઇ ગઇ, !
મદરસાઓ બાબત જે કંઇ અખબારોમાં લખવામાં આવે છે, તે તમે જાણતા જ હશો , કોઇ પણ પ્ુારાવા વગરની વાતો....
ખેર તમારી લાગણી અને વિચારો આવકાર્ય છે, હું એને સન્માન આપું છું, અને મારી ભૂલો પ્રતિ સજાગ રહીશ....સમાચાર સાર
સુવાસ ટીમ,
મને આંનંદ છે કે તમે મારી વાત સહજતાથી સ્વીકારી,
બીજીવાત હુ મીડીયા સાથે જોડાયેલો છુ અને તમારી વાતથી સંમત છું કે મીડીયાનુ વલણ બરાબર નથી,આપ આ લીંક પર જાવ મીડીયાની બેફીકરાય ખબર પડશે.http://naisadak.blogspot.com/2008/07/blog-post_20.html પરંતુ આતંકવાદ અને આસારામ બન્ને કેશમાં મીડીયાની ભુમિકા જબરદસ્ત રહી છે, જે સ્વીકરવુ રહ્યુ. અને મને નથી ખબરકે મીડીયા એ મદરેસા માટે શું લખ્યુ છે. પણ આપને એક વાતથી પરિચીત કરાવુ કે હાલમાં જ નર્મદા જીલ્લામાં એક મદરેસાનુ કામ અટકાવવામાં આવ્યુ હતુ, પણ એની પાછળની હકીકત કઇ એમ હતી કે જ્યા બાંધકામ કરવામાં આવતુ હતુ એ જમીન સરકારી હતી. આપને જણાવી દવ કે રાજપીપલામાં હાલમાં જ સરકારી જમીન પર દશા માતાનું મંદિર બનાવાય રહ્યુ હતુ તો એ કામ અમેજ અટકાવેલુ. તો ગેરકાયદેસર કામ મદરેસાનુ હોય કે મંદિરનુ ખોટુ છે.
બીજુ આપની મદદની જરુર છે મારો બ્લોગ છ parisamvad.blogspot.com મારે આન પર ગુગલની જાહેરાત મેળવવી હોય તો શું કરવુ પડશે.?હુ એ તમામ પ્રયત્નો કરયા છે પરંતુ એ ગુજરાતી ભાષા નથી સ્વીકારતા એમ લાગે છે. પણ આપનો બ્લોગ જોઇ ફરી આશા જાગી છે કે ગુજરાતી બ્લોગ પર પણ સ્વીકારાય છે...મને જાણકારી આપશો..
આભાર
પ્રબીનઅવલંબ બારોટ
પ્રવિણ ભાઇ, ગુગલની જાહેરાતો અંગ્રેજી બ્લોગ કે સાઇટને જ મળે છે, તમે પહેલાં એક બ્લોગ નામ પુરતો અંગ્રેજીમાં બનાવી લ્યો, બે ચાર પોસ્ટ કરી દો, પછી એડસેન્સમાં એકાઉન્ટ ખોલાવો, તેઓ તમને એચ ટી એમ એલ કોડ આપશે,
પછી એટલી સહુલત છે કે એક એકાઉન્ટની જાહેરાતો તમે અનેક બ્લોગ કે સાઇટ પર મૂકી શકો છો, ગુજરાતી બ્લોગ ઉપર પણ, પણ યાદ રાખજો ગુજરાતી બ્લોગ અને સાઇટ પર એ જાહેરાતો જનહિતની દેખાશે, જેની રેવન્યુ નથી હોતી,તમે તમારા બ્લોગ પર થોડું અંગ્રેજી અને હિંદી પણ લખવાનું રાખો, સલામ આ બાબતે હવે મેઇલ કરશો તો સારું
suvaas@gmail.com
Post a Comment