Sunday, July 27, 2008

આતંકવાદનો ધર્મ

આતંકવાદનો કોઇ ધર્મ નથી,
એક સામાન્‍ય વાક્ય છે, આતંકની ઘટતી દરેક ઘટના વખતે આ વાક્ય દરેક ઉચ્‍ચારે છે,
પણ અફસોસ છે કે છેલ્‍લે એને એક સમુદાય સાથે જોડીને જોવાની કોશિશ કરવામાં આવે છે, લોકો આ માટે અનેક પ્રકારના તર્ક અને કયાસો રજૂ કરે છે, આજ કાલ અખબારોમાં આવા અનેક તર્ક વિતર્કો આવી રહ્યા છે, જેને વાંચીને નવાઇ ઉપજે છે.
ખેર ,
ધર્મની દ્વષ્ટિએ જોઇએ તો મુસલમાન નેતાઓ અને ઉલેમાઓ પહેલાંથી કહી ચૂકયા છે કે આતંકવાદ અને નિર્દોષોના લોહી વહેવડાવવાની ઈસ્‍લામ કદાપ્‍િા પરવાનગી નથી આપતો. અમુક મહીનાઓ પહેલાં દેવબંદ, બરેલી અને અનેક સ્‍થળોએ મોટો સંમેલનો યોજી મુસ્લિમ ઉલેમાઓએ ભારતીય મુસલમાનોનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું હતું.
તા.૧૧ મે ર૦૦૮ ના રોજ સુરત ખાતે ગુજરાતના મુસલમાનોએ પણ એક સંમેલન યોજી આતંકવાદ સામે પોતાનો વિરોધ વ્‍યકત કર્યો હતો.
અબખારોમાં આવેલ આ સંમેલનની વિગત અહિંયા જોઇ શકાય છે.
----
http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=75664&Keywords=Surat%20City%20Gujarati%20News
આ દિવસોમાં તા. ર જૂન ર૦૦૮ ના દિવસે બીબીસી લંડન દ્વારા સાસંદ મોલાના મહમૂદ મદનીનું એક ઈન્‍ટરવ્‍યુ પ્રકાશિત કર્યું હતું.
જે નીચે સાંભળી શકાય છે.







અમદાવાદના હિચકારા કૃત્‍ય બાબતે જમીયતે ઉલમાનું નિવેદન...

No comments: