કેન્દ્ર સરકારે રામ અને અમરનાથને ક્રોધિત કરતાં કુદરત રૂઠી : મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વરસાદ નહીં આવવા પાછળ યુપીએ સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું છે કે, યુપીએ સરકારે ભગવાન અમરનાથને ક્રોધિત કર્યા છે અને ભગવાન રામના લંકાના રામસેતુને તોડવા માટે વૈજ્ઞાનિક વિકૃતિના જે પાપ કર્યા છે તેના કારણે કુદરત રૂઠી છે.
મોદીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન હવે ખુરશી બચાવવામાંથી નવરા પડયા હોય તો સામાન્ય માનવીની જિંદગી બચાવવાના કામને પ્રાધાન્ય આપવું જોઇએ.
ગુજરાત પ્રત્યે ખુદ વડાપ્રધાને ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનો દાવો કરતા તેમણે વધુુમાં જણાવ્યું છે કે, વર્તમાન કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાતને ન્યાય મળે તેવી કોઇ આશા નથી.

No comments:
Post a Comment