શ્રીમાન વિધૃત ઠાકર આજના દૈનિક ભાસ્કરમાં .....
કોઇકને સારું કંઇક દેખાતું જ નથી, શ્રીમાન વિધૃત ઠાકર પણ એવા જ એક છે.
મુસલમાનો પહેલેથી જ આતંકવાદી ન હતા, આજે પણ નથી, ત્રાસવાદ તો વિશ્વની મહાસત્તાઓ તેમના સ્વાર્થ ખાતર ફેલાવે છે. પોતે જ હમલાઓ કરાવે છે, અને બીજાઓના માથે દોષ ...
શ્રીમાન વિધૃત ઠાકરના લેખના અંશો જોઇએ....
અવિભકત હિન્દુસ્તાનના મુસ્લિમો જમિયતની હાકલને ન સાંભળતા ઝીણાની પાછળ દોડતા રહ્યા હતા, હવે ફરીવાર જમિયતે ઇસ્લામિક ત્રાસવાદ સામે ચેતવણીના સૂરો કાઢયા છે ત્યારે ભારતના મુસ્લિમો તે સાંભળશે ખરા?
.... ભાઇ શ્રી બતાવશો કે ભારતના મુસ્લિમો શા માટે ન સાંભળે ? તમે તો એમજ સમજીને બેઠા છો કે ભારતના મુસલમાનો ત્રાસવાદી છે, અને જમીયત તેમને રોકવા માંગે છે. પણ વાસ્તવિકતા એ છે કે જમીયત તમને એકનજરે જોનારા , વી.એચ.પી. ના હાથે વેચાયેલ લેખકો અને પત્રકારોને જણાવવા માંગે છે કે મુસલમાનો અને ઈસ્લામને આતંકવાદ સાથે જોડો નહિ, અમારે એના સાથે કોઇ લેવા દેવા નથી. બીબીસી પર થોડા દદિવસ પહેલા જમીયતના મહમૂદ મદનીએ આ જ વાત કહી હતી કે અમારે મુસલમાનોને કંઇ નથી કહેવું, કારણ કે તેઓ ત્રાસવાદી છે જ નહિ, અમારે તો અમને વગર વાંકે બદનામ કરનાર મીડીયાને કહેવું છે કે અમને બદનામ ન કરો.
જરા નીચેની લિંક જોઇ લ્યો.
થોડા દિવસ પહેલાં એન ડી ટી વી પર આતંકવાદ વિષેની એક ચર્ચામાં ભાગ લઇ રહેલ એક સ્ત્રી પત્રકારે કહયું હતું કે માલેગાંવના ધડાકાઓમાં બે બજરંગીઓ સાયકલ પર બોંબ મુકતા માર્યા ગયા, એક બજરંગી સ્ત્રી પણ પકડાઇ, પણ મીડીયા ખામોશ.......
No comments:
Post a Comment