Sunday, July 06, 2008

Madressa & Molvi, Changing Statrted


મદરેસા વિશે હજુ પણ ઘણી ગેર સમજો પ્રવર્તે છે, અમારું માનવું છે કે દરેક હિંદુ બિરાદરે એકવાર મદરેસાઓમાં જઇને જરૂર જોવું જોઇએ કે આ શિક્ષણ સંસ્‍થાનોમાં શું શીખવાડાય છે ?

મદરેસા અરબી શબ્‍દ છે, અર્થ છે ‘શીખવાની જગ્‍યા‘ જ્ઞાન પ્રાપ્‍તિનું પવિત્ર ધામ ‘

મુસલમાનો ઘણું કરીને ફકત ધા‍ર્મિક શિક્ષણ માટે એની સ્‍થાપના કરે છે માટે એનું નામ પણ ઈસ્‍લામી રાખે છે, જેમ હિંદુઓ ગુરૂકુલ, આશ્રમ વગેરે નામો આપે છે,

પણ હવે પરિસ્થિતિ બદલાય રહી છે., મદરેસાઓના નામે ચાલતી સંસ્‍થાઓ દરેક પ્રકારનું શિક્ષણ આપે છે,

દિવ્‍યભાસ્‍કર તા. ૭ - ૭ - ર૦૦૮ સોમવાર ધર્મદર્શન પૂ‍ર્તિમાં મહેબૂબ દેસાઇનો આ લેખ વાંચવા જેવો છે.

1 comment:

Anonymous said...

http://www.divyabhaskar.co.in/2008/07/11/0807110827_rahe_roshan.html
મદરેસાઓના પરિવર્તનના પાયામાં મૌલવીઓની બદલાતી જતી વિચારધારા જવાબદાર છે. રૂઢિચુસ્ત ઇસ્લામિક વિચારધારાના માલિક એટલે મૌલવી, એવી સમજ હવે બદલાવા લાગી છે. મૌલવીઓ ખુદ મુસ્લિમ સમાજને રાષ્ટ્રીય પ્રભાવમાં ખેંચવા પ્રયત્નશીલ લાગે છે. ભારતની આઝાદીના પ્રથમ મુકિતસંગ્રામ ૧૮૫૭ના દોઢસો વર્ષની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે.

તેના અનુસંધાને જ મૌલાના ઇકબાલ હુસેન બોકડાએ ‘આઝાદીની ૧૮૫૭ની લડાઈમાં મુસ્લિમોનો ફાળો’ નામક પુસ્તક લખ્યું છે. જેનું પ્રકાશન દારૂલ- ઉલુમ, ભરૂચ મહેમૂદનગર દ્વારા થયું છે. ઇતિહાસને આધારભૂત દસ્તાવેજો સાથે રજૂ કરવાનો તેમાં ઉમદા રાષ્ટ્રીય પ્રયાસ ભાસે છે. એ જ રીતે મૌલાના ઇકબાલ મૂહમ્મદ ટંકારવીનું પુસ્તક ‘ઔરંગઝેબ’ પણ વાંચવા જેવું છે.

ઔરંગઝેબના બિન મુસ્લિમ પ્રજા સાથેના સદ્ભાવભર્યા વ્યવહારને ફૂટનોટ સાથે ટંકારવીએ રજૂ કરી ઇતિહાસમાં ઔરંગઝેબ અંગેની ઘણી ગેરસમજો દૂર કરી છે. ટૂંકમાં આજના મૌલવીઓ માત્ર નમાજ અને કુરાને શરીફ સુધી સીમિત નથી રહ્યાં. મદરેસાઓમાં તેઓ ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇજનેરી અને કમ્પ્યૂટર જેવા વિષયોના શિક્ષકો પણ છે.