Wednesday, August 22, 2007

ધણીને ધાકમાં રાખો

ધણિયાણી ઓ ધણિયાણી
સલાહ તમને આ સુફિયાણી

મૂકો ના ઢોરને છૂટું કે નથણી નાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો , ધણીને ધાકમાં રાખો

કરે જો ગલ્લાંતલ્લાં એક સાડી લાવવા માટે
તમાકુ પાનબીડીના હિસાબો માંગતા રહેજો
તમે હો ગેરહાજર ઉડાવે ના એ છકકનિયાં
પિયરથી બે દિવસ વહેલા જ નીકળી આવતા રહેજો
ગમે તે રીતથી એને કોઈ પણ વાંકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

તમે રાંધોને એ અખબાર વાંચે, ના ચલાવી લ્યો
મસાલો વાટવા આપો , જરા કાંદા કપાવી લ્યો
રવિવારે રજા એની તમે શાને રસોડામાં ?
સિનેમા જોઈને એકાદ હોટેલમાં જ ખાઈ લ્યો
જમાડો ના શિખંડ-પૂરી , બફેલા શાકમા રાખો
ધણીને ધાકમાં રાખો .

જો કપડાં પર જરા પણ સેન્ટ છાંટે તો નજર રાખો
વધારે બૂટ પોલિશ જો કરાવે , તો નજર રાખો
કરચલી શર્ટમાં પડવા ન દે , ભયની નિશાની છે
રૂપાળી તો નથી સેક્રેટરી પર્સનલ, ખબર રાખો
બને તો પાયજામાં કફનીના પોશાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

કે પહેલી તારીખે તમને પૂરી આવક એ આપી દે
અરે! હિંમત શું એની કે તમારો બોલ ઉથાપી દે!
કે સાવરણી અને વેલણ સદાયે હાથમાં રાખો
તમે માંગ્યું હો બસ પાણી અને એ દૂધ આપી દે
કડાકો એટલો ઊંચો તમારી હાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

http://www.forsv.com/vaat-chit/viewtopic.php?t=278

Tuesday, August 14, 2007


Friday, August 10, 2007

TASLIMA NASREEN & HYD ATTECK તસલીમા નસરીન

તાજેતરમાં હેદરાબાદ ખાતેના એક સંમેલનમાં તસલીમા નસરીન પર એક સમારોહમાં રોષે ભરાયેલી શાણી પ્રજાએ હલ્‍લો બોલી દીધો,
મીડીયા એને વખોડે છે, કહે છે કે આ વાણીવિચારની સ્‍વતંત્રતાના વિરુધ્‍ધ છે, તસલીમા એ સ્‍વતંત્રતા વાપરવા માંગે છે તો પછી એના પરિણામો પણ એને ભોગવવા તૈયાર રહેવું જોઇએ,
શીદને આ મુસ્લિમબહુલ શહેરમાં શોર્યપ્રદર્શન માટે આવી પૂગી ? લોકોને પણ વિરોધ કરવાની આઝાદી ખરીને ?
વાત ધર્મના નામે અબળા પર અત્‍યાચારની નથી, વૈચારિક સ્‍વતંત્રતાના નામે ધર્મનિંદાની છે. તસ્‍લીમાની લજજાનો ગુજરાતી અનુવાદ અમે વાંચ્‍યો છે, એમાં સાહિત્‍યની ગંધ આવે એવું કંઇ નથી, ફકત સસ્‍તી પ્રસિધ્ધિ માટેનું નાટક લાગે છે,

ગુજરાત સમાચારના એક તાજેતરના (તા. ૧૦/૮/૦૭) લેખમાં કોઇ નનામો કોલમિસ્‍ટ લખે છે કે તસ્‍લીમાએ કુર્આન વાંચ્‍યું તો જાણ્‍યું કે કુર્આનમાં અન્‍યધર્મોના લોકોને હલકા ચીતરવામાં આવ્‍યા છે, એ વાંચીને તસલીમાને આંચકો લાગ્‍યો. કુર્આનમાં સ્‍ત્રીને એક વસ્‍તુ જ માનવામાં આવી હતી, અને તેને ઉતારી પાડતી અનેક વાતો પણ લખવામાં આવી હતી.
http://www.gujaratsamachar.com/gsa/20070810/guj/vishesh/anu.html

કદાચ આ લેખકને યાદ નહી હોય કે હિંદુ ધર્મ ગંથોમાં અન્‍યધર્મીને મલેચ્‍છ કહેવામાં આવ્‍યો છે, અને સ્‍ત્રી વિશે તો આ કોલમિસ્‍ટની વાત અત્‍યંત જુઠાણું છે, કદાચ તસલીમાથી પણ એક કદમ આગળ....
એ વાત સાચી કે હિંદુ ધર્મગ્રંથોમાં સ્‍ત્રીની આ જ હેસિયત છે, પણ કુર્આનમાં તો હરગિઝ નહી, સ્‍ત્રીને જેટલું સન્‍માન કુર્આનમાં આપવામાં આવ્‍યું છે, એટલું બીજા કોઇ ધર્મગ્રંથમાં નથી જ...
કુર્આનનો અભ્‍યાસ કરનાર મોહનદાસ કરમચંદ ગાંધીજી, વિનોબા ભાવે પણ છે, વર્તમાનમાં પણ અનેક લેખકો કુર્આન વાંચે છે, જે તેમને ના દેખાયું તે ચૌદ વરસની તસલીમાને દેખાયું,
અને એ બાઇએ લખ્‍યું કે તરત જ લોકોએ એનો વિરોધ કર્યો,
બસ પછી શું હતું, પશ્ર્ચિમના માનવધિકાર સંગઠનો, અને લેખકોએ એક મોટા સાહિત્‍યકારની શોધ કરી લીધી, તેમને મન તો ઇસ્‍લામ કે ઇસ્‍લામી બાબતે ઘસાતું લખનાર કોઇ પણ હોય, મોટો સંશોધક અને સાહિત્‍યકાર !

નવલકથા કદી સંપૂર્ણ રીતે વાસ્‍તવિકતા આધારિત હોય શકે ?
લોકો એની નવલકથાને મુસ્લિમદેશોમાં સ્‍ત્રી પર થતા અત્‍યાચારોનો આયનો સમજે છે, જયારે કે એ વાસ્‍તવિકતા કદાપ્‍િા નથી, શું ભારતમાં મુસલમાનો કોઇ હિંદુના પાડોશમાં નથી રહેતા ? તેઓ શુ જુએ છે ?
ધર્મની આંખ તો સારું જોનારી હોય, આંધળી અને ધૃણા ભરેલી ન હોય !
હિંદુ બિરાદરોને, વિશેષ કરી આવા કોલમિસ્‍ટોને અમારી નીચે દર્શાવેલ પુસ્તિકા વાંચી જવા વિનંતી.....
વિરોધ કરનારાઓના વિરોધને સમજવામાં નથી આવતો, વિરોધ ઈસ્‍લામ વિશે ઘસાતું લખવા પર છે, અમે અત્‍યંત નીચે ઉતરીને, હિંદુ બિરાદરોથી માફી સહિત, વાસ્‍તવિકતા એવી નથી એવું સ્‍વીકારી, ફકત કલ્‍પના કરવા પુરતું એક ઉદાહરણ આપીએ છીએ, જો કુષ્‍ણ અને ગોપીઓ વિશે કંઇક સાફ શબ્‍દોમાં કોઇ લખે તો .........તે શું આપણને સ્‍વીકાર્ય હશે ? ? ?
ખેર આ તો બીજી વાતો છે,
મુળ વાત છે, કુર્આનમાં અન્‍યધર્મીઓને હલકા ચીતરવાની ... વી.એચ.પી. તરફથી થોડા સમય પહેલાં આ જ બહાને કુર્આનની ર૪ આયતો પર વાંધા ઉઠાવવામાં આવ્‍યા હતા, અને એને કુર્આનમાંથી બાકાત કરવાની માંગણી કરવામાં આવી હતી, અમે તેના જવાબમાં એ આયતોના સાચા અને વાસ્‍તવિક અર્થઘટન અને એવી જ વાતો રામાયણ, વૈદો અને પુરાણોના અનુસંધાન ટાંકી કુર્આનના મર્મને સમજાવવા ખાતર એક નાનકડી પુસ્તિકા લખી હતી, જો તેને વાંચી લેવામાં આવે તો આશા છે કે ઘણી શંકાઓનું સમાધાન થઇ જાય.
પુસ્તિકાનું નામ , કુર્આનની ર૪ આયતો
ઇન્‍ટરનેટ પર પુસ્તિકા PDF ફોરમેટમાં અહિંયા ઉપલબ્‍ધ છે,
સુવાસ ડાઉનલોડ સેન્‍ટર

પ્રિન્‍ટ એડીશન મેળવવા માટે

જામિઅહ ઉલૂમુલ કુર્આન,
બાયપાસ રોડ, જંબુસર
મુ.પો. જંબુસર, જિ. ભરૂચ.
પીન. ૩૯ર૧૫૦