Tuesday, May 16, 2006

ગુજરાતીઓ આટલા હિંસક અને ક્રુર કેમ ?

દિવ્‍ય ભાસ્‍કર દૈનિક તા. ૩૦ એપ્રિલ ર૦૦૬ રવિવાર
ર૦૦ર ના તોફાનો અને હાલના વડોદરાની હિંસા પછી ફરીવાર આ સવાલ સામે આવ્‍યો છે કે ગુજરાતીઓ આટલા હિંસક અને ક્રુર કેમ બની ગયા છે ?
આ માટે ઉપયોગી વિગતો દિવ્‍ય ભાસ્‍કર દૈનિક તા. ૩૦ એપ્રિલ ર૦૦૬ રવિવાર મહેફિલ નામની પૂર્તિમાં અચ્‍યુત યાજ્ઞિક સાથે ઉર્વીશ કોઠારીની મુલાકાતના અંશ આપવામાં આવ્‍યા છે,
‘શેપિંગ ઓફ મોડર્ન ગુજરાત‘ના સહલેખક તરીકે તેમની ભુમિકા અને વિચારો પ્રગટ કરતી આ મુલાકાત છે,
એક સવાલ ‘ એટલે કે અત્‍યારના હિંદુત્‍વનો ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો‘ નો ઉત્તર આપતાં તેઓ કહે છેઃ
કુટુંબની દષ્ટિએ અમારા કુળ દેવતા રામ છે, મેં કોઇ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્‍ય અને બાણ હોય એવી મૂર્તિ જોઇ નથી, આખા ગુજરાતમાં કોઇ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે નવા રામ ઉભા કરવામાં આવ્‍યા, તેમના હાથમાં ધનુષ્‍યબાણ મૂકી દેવામાં આવ્‍યું. વિશ્વ હિંદુ પરિષદ લંકા દહનની વાત કરીને કહે છે કે આતતાયીઓનું – રાક્ષસોનું દહન કરવું જોઇએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેટલું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહીં કરવાની, અત્‍યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્‍વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્‍યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે, તેમના મનમાં કોઇ શંકા થતી નથી, જેમ ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ – મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટલી વસ્‍તુઓ મુકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે, એ ભમ્ર તોડવાનો પ્રયત્‍ન કરનાર માટે વાદવિવાદનો કોઇ અવકાશ રહેતો નથી, મારામારી જ થાય છે સગવડિયા ‍ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રુર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્‍તો કાઢનારી પ્રજા તરીકેની છબી સાથે તેનો કયાંય મેળ ખાતો નથી.
બીજી અગત્‍યની વાત એ છે કે અત્‍યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગ કરવામાં આવે છે એવા ભાગલા પહેલાં હતા જ નહિં, વસતી ગણતરી ક મ્‍યુનિસિપલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્‍ય અસરોએ આવા ભાગલામાં ભાગ ભજવ્‍યો, એ સંસ્‍ગાનવાદની નીપજ છે, એ રીતે અત્‍યારનો હિંદવાદ પણ સંસ્‍થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસુફીનું તત્‍વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

Saturday, May 13, 2006

વાત ચીત અને કવિલોક (સમાચાર સાર)

સમાચાર સાર દ્વારા પ્રસ્‍તૃત

ગુજરાતીઓ,
સાહિત્‍યપ્રેમીઓ
અને ચર્ચાના શોખીનો
ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા મેદાનમાં આવી જાઓ.
જયેશ ભાઇએ કવિલોક નામી એક નવી વેબસાઇટ શરૂ કરી છે, કવિતાઓ, ગુજરાતી ગઝલો,ગુજરાતી મુક્તકો, ગુજરાતી ભજનો ઉપરાંત ગુજરાતી કવિઓ વગેરની માહિતી ઉપલબ્‍ધ કરાવી છે. આરંભ જોઇને કહી શકાય કે મારો લાલ મોટો થઇ કંઇ કરી દેખાડશે.
----------------------
ફોરએસવી પર હવે સંમેલન ઉપરાંત વાતચીત નામે એક ફોરમ પણ શરૂ કરવામાં આવ્‍યું છે, વિશેષતા એ છે કે આધુનિક અંગ્રેજી ફોરમોની જેમ આ ફોરમ ઉપર ચર્ચા સીધી રીતે કરી શકાય છે, અન્‍ય ગુજરાતી ફોરમ ઉપર પસ્‍ટ કર્યા પછી મોડરેશન કર્યા પછી આપણી વાત સામે આવતી હતી,

Tuesday, May 02, 2006

વડોદરામાં તોફાનોની આગ ફરીથી

વડોદરામાં આખરે ન થવાનું થઇને રહ્યું, એક દરગાહ હટાવવાના મામલે મુસલમાનો અડી ગયા, કબ્રસ્‍તાનો પર કબજો જમાવી કબરો પર ઘરો અને દુકાનો બનાવી બેસેલા મુસલમાનો આ એક કબર પર અડી ગયા ?
હિંદુઓને મૂર્તિપૂજાને નામે ગેર મુસ્લિમ કહેનારા આપણે મુસલમાનો આવી કબરોને આખર તો એક મૂર્તિ સમ ગણી જાણે પૂજીએ જ છીએ, પછી કયા મોઢે આપણે આપણે આ બધો વિરોધ કરીએ છીએ, ઇસ્‍લામી શાસ્‍ત્રો અને ધર્મગ્રંથોમાં મસ્જિદ બાબતે નિયમ છે કે જે જગાને એક વાર મસ્જિદ રૂપે આબાદ કરવામાં આવી તે સદા મસ્જિદ રહે, પણ દરગાહ કે કોઇની કબર બાબત આવો હકમ ઈસ્‍લામમાં નથી,
આ ટાણે મુસલમાનોની લાગણી હતી કે આ બધું મુસલમાનોના ધર્મ સ્‍થાનો સાથે થઇ રહ્યું છે, આ ગેરસમજને દૂર કરવી રહી, આ પણ વાસ્‍તવિકતા છે કે દાયકાઓથી વડોદરાના જાહેર રસ્‍તાઓ ઉપર કોઇ નવી દરગાહ નહી બની હોય, પણ મંદિરો કે ડેરીઓ અનેક બની છે. આ બાબતને લક્ષમાં લેવી જોઇએ.
વિરોધીઓ સામે પોલીસ પણ વિફરી ગઇ, એ ખોટું હતું. લાગે છે કે પહેલેથી આ મામલે વાતાવરણ વધુ ગરમ કરી દેવામાં આવ્‍યું હતું. પહેલાં આવા પ્રશ્નો થાળે પાડી પછી શાંતિથી હલ કરવામાં આવ્‍યા હતા.
પોલીસ પાસે રબરની ગોળીઓ નથી હોતી શું ? અને શા માટે ગોળીઓ સીધી માથામાં કે છાતીમાં ફાયર કરવામાં આવે છે ?
પગોમાં મારી આવા તોફાનીઓને પકડવામાં આવે તો ?

Monday, May 01, 2006

ગુજરાત સ્‍થાપના દિવસ

આજે માતૃભૂમિ ગુજરાત રાજ્યનો સ્‍થાપના દિવસ છે, સ્‍થાપના દિવસ એટલે આપણા પગો ઉપર સ્‍વતંત્ર રીતે ઉભા થઇ આપણા ક્ષિ‍તિજે સ્‍વંય વિહરવાનો દિવસ. આપણા માટે આ ખુશી અને પ્રસન્‍નતાનો અનેરો દિવસ ગણાય. પોતાના પગો પર ઉભા થઇ આપણે પૂરવાર કરી બતાવ્‍યું કે ગુજરાતી પ્રજાનું ખમીર અને કૌશલ્‍ય અન્‍યો કરતાં ચઢિયાતું છે, પ્રગતિના જે શિખરો ગુજરાતીઓએ સર કર્યા છે, તે અન્‍યોના બસની વાત ન હતી. આજે ગુજરાત સ્‍થાપના દિવસે આપણે સૌ ગૌરવ અનુભવીએ, એ આપણું સદભાગ્‍ય છે. આ અવસરે સમાચાર સાર તરફથી માતૃભૂમિ વિશે કંઇક જાણકારી ઉપલબ્‍ધ કરાવતાં અમે પણ આ ગૌરવની ઉજવણીમાં સહભાગી થઇ આપને સહભાગી કરીએ છીએ.



ગુજરાત રાજ્ય ની સ્‍થાપના ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી.

સ્‍થાપના દિવસ

મે ૧, ૧૯૬૦

રાજધાની

ગાંધીનગર

ગવર્નર

નવલ કિશોર શર્મા

મુખ્‍ય મંત્રી

નરેન્‍દ્ર મોદી

ક્ષેત્ર ફળ

૧૯૬,૦૨૪ કિ.મી.

વસ્તીકુલ ગીચતા

૫૦,૬૦૦,૦૦૦ (૨૦૦૧) ૨૫૮/કિ.મી.

વસ્તી વધારો (૧૯૯૧-૨૦૦૧)

૨૨.૪૮%

ભણતર

૭૦% (૨૦૦૧)



સાચું જ કહેવાય છે કે ,
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત

પણ આજના સ્‍થાપના દિવસે ( ર૦૦૬) એક દુખદ સમાચાર છે કે વડોદરામાં પોલીસ સાથેની હિંસક અથડામણમાં અનેક માણસો માર્યા ગયા છે કાં તો ઘાયલ થયા છે, ગૌરવ દિવસે આવી હિંસક અથડામણ ટાળી શકાય હોત . શાસકો થોડી સુઝ બુઝ દાખવે તો કેટલું સારું .