Saturday, September 01, 2007

HYDRABAD

થોડા દિવસ પહેલાં હેદરાબાદમાં થયેલા ધડાકા બાબતે હવે તપાસ કયાં છે ?
હજુ પોલીસ અંધારામાં છે,
હજુ થોડા દિવસ પછી સમાચાર આવશે કે આ ધડાકા માટેના જવાબદાર ત્રાસવાદીને કાશ્‍મીરમાં ઠાર મારી દેવામાં આવ્‍યો છે. મુસ્લિમ બહુલ વિસ્‍તારોમાં મુસ્લિમોને મારવા મુસલમાનો જ ધડાકા કરે એ કોને સમજમાં આવે છે ?
નકકી એ મુસલમાનોના શત્રુઓનું કામ છે,
પણ
તંત્ર આખું હિંદુ ત્રાસવાદીઓના હમદર્દો અને કર્મચારીઓથી ભરેલું છે, એક ગ્રંથી કોઇ પણ ઘટના માટે ત્રાસવાદને જવાબદાર બનાવવાની બની ગઇ છે,
અને ત્રાસવાદ એટલે મુસલમાન......! બાકી આ વિસ્‍તારમાં નકસલીઓના પ્રભાવને કોણ નથી જાણતું ?
તેઓની વધતી જતી પ્રવૃતિઓ બાબતે અનેક લોકોએ તંત્રને ચેતવ્‍યું છે, પણ ભષ્‍ટ તંત્રને એમાંથી વોટ નથી મળતા, એ બાબતે કંઇ કરવામાં જાનનો ખતરો છે,
એટલે દોષનો ટોપલો મુસલમાનો પર ઢોળી દેવામાં એક કાંકરે અનેક શિકારો થઇ જાય છે...... અમારો આશય આ ધડાકા કરનારાઓને છાવરવાનો નથી,
પણ
સાચા જવાબદારો સુધી નહિ પહોંચવાની તંત્રની નીતિને વખોડવાનો છે.
છેલ્‍લા બે ત્રણ વરસોમાં અનેક શહેરોમાં ધડાકા થયા, જે પાછળથી સંઘ કે વી.અેચ.પી. કે ( કોઇ હિન્‍દુએ વ્‍યકિતગત ? ) કર્યા હતા, પણ મીડીયામાં એ કોણ ઉછાળે ?
માલેગાંવ, નાગપૂર અને નાંદેડ અને દિલ્‍હીમાં વગેરેમાં આવા ધડાકાઓ અને તે બાબત પોલીસ કે અન્‍યો પર કરવામાં આવેલા દોષારોપણનો કોઇ જવાબ કોઇની પાસે નથી, જરૂરત છે
પોતાની આંખે જોવાની,
ન્‍યાયની આંખે જોવાની,
પશ્ચિમની આખં નહિ, નફરત અને દેષની આખૈ નહીં.
બધા ભારતીયો મારા ભાઇ બહેન છે