Tuesday, May 08, 2012

પ્રેમવિવાહમાં છુટાછેડાનું પ્રમાણ વધુ: હાઈકોર્ટની નોંધ

પ્રેમવિવાહમાં છુટાછેડાનું પ્રમાણ વધુ હોવાનું સામાન્ય રીતે માનવામાં આવે છે. જોકે આ વખતે ખુદ મુંબઈ હાઈકોર્ટે આ મતને સમર્થન આપ્યું છે. સોમવારે એક અરજીની સુનાવણી સમયે હાઈકોર્ટે પ્રેમવિવાહમાં છુટાછેડાનું પ્રમાણ વધુ હોવાની નોંધ કરી હતી. પુણેમાં એક ૩૪ વર્ષીય વ્યક્તિએ પત્ની સાથે છૂટાછેડા જોઈએ છે એવી અરજી હાઈકોર્ટમાં કરી હતી. પોતાની પત્ની એચઆઈવીથી બાધિત હોઈ છૂટાછેડા જોઈએ છે એવું તેણે અરજીમાં જણાવ્યું હતું. જોકે તે બાબતે નક્કર પુરાવા તે કોર્ટમાં રજુ કરી શક્યો નહોતો. આને કારણે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ખાસ કરીને આ બંનેને પ્રેમવિવાહ થયા હતા. 

આ સંદર્ભ લઈને જસ્ટિસ પી. બી. મજુમદાર અને જસ્ટિસ અનુપ મોહટાએ એવી નોંધ કરી હતી કે આજકાલ પ્રેમવિવાહ કરનારામાં છુટાછેડા લેવાનું પ્રમાણ વધી ગયું છે, જે સમાજ માટે ચિંતાની બાબત છે. કોર્ટે કરેલી નોંધને લીધે બદલાતી સામાજિક પરિસ્થિતિનો ચિતાર મળી જાય છે. બલકે, વિવાહ સંસ્થા વિશે યુવાનોમાં ગંભીરતા નથી તે આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
http://www.divyabhaskar.co.in/article/MAH-live-n-relationship-due-to-a-broken-world-3236732.html?HFS-2=
Source: Bhaskar News, Mumbai   |   Last Updated 4:36 AM [IST](09/05/2012)

લિવ ઈન રિલેશનશિપ ને લીધે ભાંગી રહ્યા છે સંસાર

મુંબઈમાં ત્રણ સંતાનોની માતાનું ઘર તૂટતા હાઇકોર્ટનું તારણ

લિવ ઈન રિલેશનશિપને લીધે સંસાર ભાંગી રહ્યા છે એવો મત મુંબઈ હાઈકોર્ટે મંગળવારે એક અરજીની સુનાવણીમાં વ્યક્ત કર્યો હતો.લિવ ઈન રિલેશનશિપને લીધે વિવાહ સંસ્થા જોખમમાં આવી પડી છે. બલકે, તેને લીધે અનેક સંસાર ભાંગી રહ્યા છે, એવો મત મુંબઈ હાઈકોર્ટે મંગળવારે વ્યક્ત કર્યો હતો. ભરણપોષણ મળે તે માટે એક મહિલાએ દાખલ કરેલી અરજી પર આદેશ આપવા સમયે કોર્ટે આ નિરીક્ષણ કર્યું હતું.ગત ૨૫ વર્ષથી એકમેકથી અલગ રહેતા આ વિવાહિત દંપતીએ પરસ્પર તડજોડથી આ સમસ્યાનું નિવારણ લાવવું એવી સલાહ પણ આ સમયે કોર્ટે તેમને આપી હતી.

અરજીકર્તા મહિલાનો પતિ રેલવેમાં નોકરી કરી રહ્યો છે. તેની પાસેથી દર મહિને મહિલાને R ૯૦૦૦થી R૧૦,૦૦૦નું ભરણપોષમ મળે એવી માગણી મહિલા દ્વારા અરજીમાં કરવામાં આવી હતી.જોકે તેના પતિએ તેની માગણી ફગાવી દીધી હતી. હું એક અન્ય મહિલા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહું છું. મને ત્રણ સંતાન પણ છે. તે જ રીતે હું મારાં માતા- પિતાની પણ સંભાળ લઈ રહ્યો છું. આને કારણે પત્નીને ભરણપોષણના સ્વરૂપમાં આટલી મોટી રકમ આપી શકું એમ નથી એવું તેણે પત્નીની માગણી નકારતાં જણાવ્યું હતું.

લિવ ઈન રિલેશનશિપમાં રહેવા છતાં ત્રણ સંતાનને જન્મ આપ્યો તે વિશે પણ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ પછી આ પ્રકારની રિલેશનશિપને લીધે અનેક સંસાર ભાંગી રહ્યા છે એવો મત વ્યક્ત કર્યો હતો.અરજીકર્તા મહિલાનાં લગ્ન ૧૯૮૭માં થયાં હતાં. તે સમયથી તેનો પતિ એક અન્ય મહિલા સાથે લિન ઈન રિલેશનશિપમાં રહે છે.
http://www.divyabhaskar.co.in/article/MAH-live-n-relationship-due-to-a-broken-world-3236732.html?HFS-2=

Friday, April 27, 2012

સિંઘવી સાહેબની સેકસ વીડીયો


આજકાલ કોંગ્રેસ પ્રવકતા િસંઘવી સાહેબની સેકસ વીડીયોની ચર્ચા છે,
પણ અમે િવચારીએ છીએ કે કોંગ્રેસે તો લીવ ઈન રીલેશન શી૫ નો કાયદો કયારનોયે પાસ કરી દીઘો છે,
સિંઘવી સાહેબ હિમ્મતથી કહી કેમ નથી દેતા કે આ તો મારી લીવ ઈન રીલેનશનશીપ છે, અમે અાટલા માટે જ આ કાયદો પસાર કર્યોહતો.