પ્રેમવિવાહમાં છુટાછેડાનું પ્રમાણ વધુ હોવાનું સામાન્ય રીતે માનવામાં આવે છે. જોકે આ વખતે ખુદ મુંબઈ હાઈકોર્ટે આ મતને સમર્થન આપ્યું છે. સોમવારે એક અરજીની સુનાવણી સમયે હાઈકોર્ટે પ્રેમવિવાહમાં છુટાછેડાનું પ્રમાણ વધુ હોવાની નોંધ કરી હતી. પુણેમાં એક ૩૪ વર્ષીય વ્યક્તિએ પત્ની સાથે છૂટાછેડા જોઈએ છે એવી અરજી હાઈકોર્ટમાં કરી હતી. પોતાની પત્ની એચઆઈવીથી બાધિત હોઈ છૂટાછેડા જોઈએ છે એવું તેણે અરજીમાં જણાવ્યું હતું. જોકે તે બાબતે નક્કર પુરાવા તે કોર્ટમાં રજુ કરી શક્યો નહોતો. આને કારણે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. ખાસ કરીને આ બંનેને પ્રેમવિવાહ થયા હતા.
આ સંદર્ભ લઈને જસ્ટિસ પી. બી. મજુમદાર અને જસ્ટિસ અનુપ મોહટાએ એવી નોંધ કરી હતી કે આજકાલ પ્રેમવિવાહ કરનારામાં છુટાછેડા લેવાનું પ્રમાણ વધી ગયું છે, જે સમાજ માટે ચિંતાની બાબત છે. કોર્ટે કરેલી નોંધને લીધે બદલાતી સામાજિક પરિસ્થિતિનો ચિતાર મળી જાય છે. બલકે, વિવાહ સંસ્થા વિશે યુવાનોમાં ગંભીરતા નથી તે આવી ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
http://www.divyabhaskar.co.in/article/MAH-live-n-relationship-due-to-a-broken-world-3236732.html?HFS-2=
Source: Bhaskar News, Mumbai | Last Updated 4:36 AM [IST](09/05/2012)