Wednesday, May 01, 2013

આપણા ગુજરાતના 'ફેંકુ'

આપણા ગુજરાતના 'ફેંકુ' વિષે દેશના અંગ્રેજીના સૌથી વધુ વેચાતા અને વંચાતા દૈનિકે પાંચ દાખલા આપેલા એ દાખલા મજા પડે તેવા છે...
(૧) ૨૦૦૫માં આ 'ફેંકુ'ને અમેરિકાએ વીઝા આપવાનો ઈન્કાર કર્યો ત્યારે ફેંકુએ કહેલું કે, 'હું ગુજરાતને એવું રાજ્ય બનાવીશ કે લોકો ગુજરાતની સરખામણી અમેરિકા સાથે કરે. ગુજરાતના ખેડૂતો આરબ દેશોના શેખો જેવા હશે. ખેતરમાં મના પંપ ચલાવવા એમને ક્રુડ ઓઇલ પાઇપ લાઇનનો નળ ખોલતા મળી જશે અને ગુજરાત એટલું પેટ્રોલ ઉત્પાદન કરશે કે ખેડૂતો દૂધ અનાજ વેચવાના બદલે ડીઝલ અને પેટ્રોલ વેચતો થઇ જશે અને દરેક ખેડૂત પાસે બબ્બે ઓડી મોટર હશે.'
જયારે હકીકતમાં આજે શું છે ? ગુજરાતનો ખેડૂત પેટ્રોલ, ડીઝલ કે દૂધ વેચવાના બદલે આજે પાણી માટે ફાંફા મારે છે.
(૨) ૨૦૦૫ના ર૫ જુને મીસ્ટર 'ફેંકુ' એ જાહેર કરેલું કે, 'ગુજરાતે દેશમાં મોટામાં મોટું પેટ્રોલનું ક્ષેત્ર મેળવ્યું છે.. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને (જીએસપીસી) એવું પેટ્રોલનું ક્ષેત્ર મેળવ્યું છે કે જે દેશના પેટ્રોલના કુલ ક્ષેત્ર કરતાં પણ ઘણું મોટું છે.' એ ઓઇલ ફીલ્ડ આન્ધ્રના દરિયા કાંઠે મળેલું જેનો વિસ્તાર મીસ્ટર 'ફેંકુ'ના કહેવા પ્રમાણે સૌથી વધુ છે.
હકીકતમાં.... મી. ફેંકુએ જનતાના લોહી પરસેવાના રૃપિયા ૧,૨૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧ ખર્વ ૨૦ અબજ) વાપર્યા પછી પણ ૧ કયુબીક મીટર પણ ગેસ નથી મળ્યો !
(૩) ૨૦૦૬માં મી. ફેંકુએ જાહેર કરેલું કે, 'નદીઓને જોડીને હું સરસ્વતી નદીને જીવતી કરીશ.'
હકીકતમાં એક દિવસ માટે એ સૂકી નદીમાં સિધ્ધપુર પાટણ પાસે પમ્પથી પાણી ઠાલવવામાં આવેલું અને સરસ્વતી નદી જીવતી થઇ હોય એવો દેખાવ કરાયેલો. એ વખતે મી. ફેંકુ ત્યાં હાજર રહેલા !
(૪) મી. ફેંકુએ ૨૦૦૪માં ભાવનગર નજીક કલ્પસર યોજનાનું ઉદ્ધાટન કરેલું જેનો ખર્ચ રૃપિયા ૫,૪૦,૦૦,૦૦,૦૦,૦૦૦ આવશે' એવું એમણે જાહેર કરેલું. ખંભાતના અખાતમાં ૬૪ કી.મી. લાંબો ડેમ બાંધવાની એ કલ્પસર યોજના છે. ગુજરાતનો આ 'ડ્રીમ પ્રોજેકટ' રેકોર્ડ બ્રેક ટાઇમમાં પૂરી કરવાની એમણે ડંફાસ મારેલી.
હકીકતમાં આ પ્રોજેકટ હજી પણ કાગળ ઉપર જ પડયો છે.
(૫) ૨૦૦૭-૦૮ના વર્ષના બજેટ પ્રવચનમાં એમણે કહેલું કે, '૨૦૧૦ના વર્ષ સુધીમાં સરદાર સરોવર યોજના પૂરી થઇ જશે જે ગુજરાતને સુવર્ણયુગ દેખાડશે. ગુજરાત રાજ્યની રચના થયા પછી આવો સુવર્ણ સમય કદી નથી આવ્યો.
હકીકતમાં સરદાર સરોવર યોજના હજી અધૂરી છે અને એને પૂરી થતા હજી બીજા વધુ પાંચ વર્ષ લાગે તેવું છે.
- ગુણવંત છો. શાહ
gujaratsamachar.com
01 may 2013