Saturday, April 29, 2006

સૈયદે અબરારનું જીવન

સૈયદે અબરારનું એટલે પયગંબર સાહેબ.
મુસલમાનો એમના જીવનને પોતાના માટે આઇડીયલ માને છે, તેમના જીવનને નમુનો માની અનુસરણ કરે છે, આ માટે જ તેઓ સતત પ્રયત્‍નશીલ રહે છે, અને અલ્‍લાહથી દુઆ કરે છે કે અલ્‍લાહ તઆલા માણસને એમના જીવનને અનુસરી પવિત્ર જીવન જીવવાની તોફીક આપે.
આ જ દુઆ મુહંમદભાઇ ભૈડુ કરી રહ્યા છે,

સાંભરું છું હું સતત નામ તુજ દરબારનું.
છેપ્રથમ તુજ નામ ને તે પછી સરકારનું.
યાઇલાહી હુંફરું બક્ષિસ ની ઉમ્મીદ લઈ,
જીવન મને તુ કર અતા સૈયદે અબરારનું


મોહમ્મદ અલી ભૈડુ”વફા”
24એપ્રીલ 2006

Monday, April 24, 2006

શ્રી પ્રમોદ મહાજનની ઘટનાના બોધપઠો

ભારતીય જનતા પક્ષના વરિષ્‍ઠ નેતા પ્રમોદ મહાજન શ્રી એક કૌટુંબિક કંકાસના ફસાયને જીવનની બાજી લડી રહયા છે, ઇશ્વર સૌનું ભલું કરે.
ન્‍યુઝપેપરો કહે છે કે લોકો એમનામાં ભાવિ વડાપ્રધાનના લક્ષણો જઇ રહ્યા હતા.
આ આપણા દેશની ટ્રેજડી છે કે આપણે આવા ઘણા આશાસ્‍પદ નેતાઓ અકસ્‍માતોમાં જ ખોઇ દીધા. સિંધીયા અને પાયલોટ. બોઝ અને ગાંધીજી, ઈન્‍દીરા અને રાજીવ. વગેરે...
મહાજનની ઘટના આપણને અન્‍ય અનેક બાબતો પ્રતિ ઇશારો કરી જાય છે.
પ્રથમવાત એ કે એમના લીવર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ માટે આપણે એક ડોકટર બહારથી બોલાવવા પડ્યા. શું ભારતમાં આવા ડોકટરો નથી? કે આપણને આપણા માણસોની કદર નથી.
અને કદાચ આવા માણસો ભારતમાં નથી તો એ વધુ ચિંતાનો વિષય છે. આપણે જે કંઇ પ્ર‍ગતિની ગાથા ગાઇએ છીએ તેનું શું ?
આ બધાથી વધીને એક મહત્‍વની વાત, જેને આપણે બે વિરોધાભાસી રીતે જોઇએ.
જે ડોકટરને વિદેશથી બોલાવવામાં આવ્‍યા છે, તે મુળે ભારતીય છે, એટલે એ આપણા માટે ગૌરવની વાત ખરી.
પણ આપણે એ માણસને ખોવો પડયો અને તે અન્‍યોમાં જઇ વસ્‍યો , તે શા માટે ?
આવા પ્રસંગો આપણી અને આવા નિષ્‍ણાંતોની આંખો કેમ નથી ખોલતા કે એમણે ભારતમાં જ રહેવું જોઇએ અને ભારતને એમની વધુ જરૂરત છે.
અને અંતે એક વાત મુસલમાનોથી કે
આ નિષ્‍ણાંત ડોકટર મુસલમાન છે, એ દર્શાવે છે કે ભારતીય મુસલમાનોમાં ટેલેન્‍ટ, શકિત અને બૃદ્ધિ છે, તેઓ આગળ આવી શકે છે, એટલા બધા કે ડો. અબ્‍દુલ કલામ..... ડોકટર મુહમ્‍મદ રેલા.
પણ એ માટે એમને સ્‍વંય આગળ આવવું પડશે, અન્‍યો પરની નિર્ભરતા ઓછી કરવી પડશે.
અલ્‍લામા ઇકબાલનો શે‘ર છે ,

નહી નવમીદ ઇકબાલ અપની કિશ્‍તે વેરાં સે
ઝરા નમ હો તો યે મિટ્ટી બહોત ઝરખેઝ હે સાકી.

એટલે કે હું ‘ ઇકબાલ ‘ મારી વેરાન ખેતીથી નાઉમીદ-નિરાશ નથી
આ માટી થોડી ભીની થાય એટલે બસ, એ તો ઘણી ફળદ્વુપ છે.