Saturday, September 01, 2007

HYDRABAD

થોડા દિવસ પહેલાં હેદરાબાદમાં થયેલા ધડાકા બાબતે હવે તપાસ કયાં છે ?
હજુ પોલીસ અંધારામાં છે,
હજુ થોડા દિવસ પછી સમાચાર આવશે કે આ ધડાકા માટેના જવાબદાર ત્રાસવાદીને કાશ્‍મીરમાં ઠાર મારી દેવામાં આવ્‍યો છે. મુસ્લિમ બહુલ વિસ્‍તારોમાં મુસ્લિમોને મારવા મુસલમાનો જ ધડાકા કરે એ કોને સમજમાં આવે છે ?
નકકી એ મુસલમાનોના શત્રુઓનું કામ છે,
પણ
તંત્ર આખું હિંદુ ત્રાસવાદીઓના હમદર્દો અને કર્મચારીઓથી ભરેલું છે, એક ગ્રંથી કોઇ પણ ઘટના માટે ત્રાસવાદને જવાબદાર બનાવવાની બની ગઇ છે,
અને ત્રાસવાદ એટલે મુસલમાન......! બાકી આ વિસ્‍તારમાં નકસલીઓના પ્રભાવને કોણ નથી જાણતું ?
તેઓની વધતી જતી પ્રવૃતિઓ બાબતે અનેક લોકોએ તંત્રને ચેતવ્‍યું છે, પણ ભષ્‍ટ તંત્રને એમાંથી વોટ નથી મળતા, એ બાબતે કંઇ કરવામાં જાનનો ખતરો છે,
એટલે દોષનો ટોપલો મુસલમાનો પર ઢોળી દેવામાં એક કાંકરે અનેક શિકારો થઇ જાય છે...... અમારો આશય આ ધડાકા કરનારાઓને છાવરવાનો નથી,
પણ
સાચા જવાબદારો સુધી નહિ પહોંચવાની તંત્રની નીતિને વખોડવાનો છે.
છેલ્‍લા બે ત્રણ વરસોમાં અનેક શહેરોમાં ધડાકા થયા, જે પાછળથી સંઘ કે વી.અેચ.પી. કે ( કોઇ હિન્‍દુએ વ્‍યકિતગત ? ) કર્યા હતા, પણ મીડીયામાં એ કોણ ઉછાળે ?
માલેગાંવ, નાગપૂર અને નાંદેડ અને દિલ્‍હીમાં વગેરેમાં આવા ધડાકાઓ અને તે બાબત પોલીસ કે અન્‍યો પર કરવામાં આવેલા દોષારોપણનો કોઇ જવાબ કોઇની પાસે નથી, જરૂરત છે
પોતાની આંખે જોવાની,
ન્‍યાયની આંખે જોવાની,
પશ્ચિમની આખં નહિ, નફરત અને દેષની આખૈ નહીં.
બધા ભારતીયો મારા ભાઇ બહેન છે

Wednesday, August 22, 2007

ધણીને ધાકમાં રાખો

ધણિયાણી ઓ ધણિયાણી
સલાહ તમને આ સુફિયાણી

મૂકો ના ઢોરને છૂટું કે નથણી નાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો , ધણીને ધાકમાં રાખો

કરે જો ગલ્લાંતલ્લાં એક સાડી લાવવા માટે
તમાકુ પાનબીડીના હિસાબો માંગતા રહેજો
તમે હો ગેરહાજર ઉડાવે ના એ છકકનિયાં
પિયરથી બે દિવસ વહેલા જ નીકળી આવતા રહેજો
ગમે તે રીતથી એને કોઈ પણ વાંકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

તમે રાંધોને એ અખબાર વાંચે, ના ચલાવી લ્યો
મસાલો વાટવા આપો , જરા કાંદા કપાવી લ્યો
રવિવારે રજા એની તમે શાને રસોડામાં ?
સિનેમા જોઈને એકાદ હોટેલમાં જ ખાઈ લ્યો
જમાડો ના શિખંડ-પૂરી , બફેલા શાકમા રાખો
ધણીને ધાકમાં રાખો .

જો કપડાં પર જરા પણ સેન્ટ છાંટે તો નજર રાખો
વધારે બૂટ પોલિશ જો કરાવે , તો નજર રાખો
કરચલી શર્ટમાં પડવા ન દે , ભયની નિશાની છે
રૂપાળી તો નથી સેક્રેટરી પર્સનલ, ખબર રાખો
બને તો પાયજામાં કફનીના પોશાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

કે પહેલી તારીખે તમને પૂરી આવક એ આપી દે
અરે! હિંમત શું એની કે તમારો બોલ ઉથાપી દે!
કે સાવરણી અને વેલણ સદાયે હાથમાં રાખો
તમે માંગ્યું હો બસ પાણી અને એ દૂધ આપી દે
કડાકો એટલો ઊંચો તમારી હાકમાં રાખો
ધણીને ધાકમાં રાખો .

http://www.forsv.com/vaat-chit/viewtopic.php?t=278

Tuesday, August 14, 2007


Friday, August 10, 2007

TASLIMA NASREEN & HYD ATTECK તસલીમા નસરીન

તાજેતરમાં હેદરાબાદ ખાતેના એક સંમેલનમાં તસલીમા નસરીન પર એક સમારોહમાં રોષે ભરાયેલી શાણી પ્રજાએ હલ્‍લો બોલી દીધો,
મીડીયા એને વખોડે છે, કહે છે કે આ વાણીવિચારની સ્‍વતંત્રતાના વિરુધ્‍ધ છે, તસલીમા એ સ્‍વતંત્રતા વાપરવા માંગે છે તો પછી એના પરિણામો પણ એને ભોગવવા તૈયાર રહેવું જોઇએ,
શીદને આ મુસ્લિમબહુલ શહેરમાં શોર્યપ્રદર્શન માટે આવી પૂગી ? લોકોને પણ વિરોધ કરવાની આઝાદી ખરીને ?
વાત ધર્મના નામે અબળા પર અત્‍યાચારની નથી, વૈચારિક સ્‍વતંત્રતાના નામે ધર્મનિંદાની છે. તસ્‍લીમાની લજજાનો ગુજરાતી અનુવાદ અમે વાંચ્‍યો છે, એમાં સાહિત્‍યની ગંધ આવે એવું કંઇ નથી, ફકત સસ્‍તી પ્રસિધ્ધિ માટેનું નાટક લાગે છે,

ગુજરાત સમાચારના એક તાજેતરના (તા. ૧૦/૮/૦૭) લેખમાં કોઇ નનામો કોલમિસ્‍ટ લખે છે કે તસ્‍લીમાએ કુર્આન વાંચ્‍યું તો જાણ્‍યું કે કુર્આનમાં અન્‍યધર્મોના લોકોને હલકા ચીતરવામાં આવ્‍યા છે, એ વાંચીને તસલીમાને આંચકો લાગ્‍યો. કુર્આનમાં સ્‍ત્રીને એક વસ્‍તુ જ માનવામાં આવી હતી, અને તેને ઉતારી પાડતી અનેક વાતો પણ લખવામાં આવી હતી.
http://www.gujaratsamachar.com/gsa/20070810/guj/vishesh/anu.html

કદાચ આ લેખકને યાદ નહી હોય કે હિંદુ ધર્મ ગંથોમાં અન્‍યધર્મીને મલેચ્‍છ કહેવામાં આવ્‍યો છે, અને સ્‍ત્રી વિશે તો આ કોલમિસ્‍ટની વાત અત્‍યંત જુઠાણું છે, કદાચ તસલીમાથી પણ એક કદમ આગળ....
એ વાત સાચી કે હિંદુ ધર્મગ્રંથોમાં સ્‍ત્રીની આ જ હેસિયત છે, પણ કુર્આનમાં તો હરગિઝ નહી, સ્‍ત્રીને જેટલું સન્‍માન કુર્આનમાં આપવામાં આવ્‍યું છે, એટલું બીજા કોઇ ધર્મગ્રંથમાં નથી જ...
કુર્આનનો અભ્‍યાસ કરનાર મોહનદાસ કરમચંદ ગાંધીજી, વિનોબા ભાવે પણ છે, વર્તમાનમાં પણ અનેક લેખકો કુર્આન વાંચે છે, જે તેમને ના દેખાયું તે ચૌદ વરસની તસલીમાને દેખાયું,
અને એ બાઇએ લખ્‍યું કે તરત જ લોકોએ એનો વિરોધ કર્યો,
બસ પછી શું હતું, પશ્ર્ચિમના માનવધિકાર સંગઠનો, અને લેખકોએ એક મોટા સાહિત્‍યકારની શોધ કરી લીધી, તેમને મન તો ઇસ્‍લામ કે ઇસ્‍લામી બાબતે ઘસાતું લખનાર કોઇ પણ હોય, મોટો સંશોધક અને સાહિત્‍યકાર !

નવલકથા કદી સંપૂર્ણ રીતે વાસ્‍તવિકતા આધારિત હોય શકે ?
લોકો એની નવલકથાને મુસ્લિમદેશોમાં સ્‍ત્રી પર થતા અત્‍યાચારોનો આયનો સમજે છે, જયારે કે એ વાસ્‍તવિકતા કદાપ્‍િા નથી, શું ભારતમાં મુસલમાનો કોઇ હિંદુના પાડોશમાં નથી રહેતા ? તેઓ શુ જુએ છે ?
ધર્મની આંખ તો સારું જોનારી હોય, આંધળી અને ધૃણા ભરેલી ન હોય !
હિંદુ બિરાદરોને, વિશેષ કરી આવા કોલમિસ્‍ટોને અમારી નીચે દર્શાવેલ પુસ્તિકા વાંચી જવા વિનંતી.....
વિરોધ કરનારાઓના વિરોધને સમજવામાં નથી આવતો, વિરોધ ઈસ્‍લામ વિશે ઘસાતું લખવા પર છે, અમે અત્‍યંત નીચે ઉતરીને, હિંદુ બિરાદરોથી માફી સહિત, વાસ્‍તવિકતા એવી નથી એવું સ્‍વીકારી, ફકત કલ્‍પના કરવા પુરતું એક ઉદાહરણ આપીએ છીએ, જો કુષ્‍ણ અને ગોપીઓ વિશે કંઇક સાફ શબ્‍દોમાં કોઇ લખે તો .........તે શું આપણને સ્‍વીકાર્ય હશે ? ? ?
ખેર આ તો બીજી વાતો છે,
મુળ વાત છે, કુર્આનમાં અન્‍યધર્મીઓને હલકા ચીતરવાની ... વી.એચ.પી. તરફથી થોડા સમય પહેલાં આ જ બહાને કુર્આનની ર૪ આયતો પર વાંધા ઉઠાવવામાં આવ્‍યા હતા, અને એને કુર્આનમાંથી બાકાત કરવાની માંગણી કરવામાં આવી હતી, અમે તેના જવાબમાં એ આયતોના સાચા અને વાસ્‍તવિક અર્થઘટન અને એવી જ વાતો રામાયણ, વૈદો અને પુરાણોના અનુસંધાન ટાંકી કુર્આનના મર્મને સમજાવવા ખાતર એક નાનકડી પુસ્તિકા લખી હતી, જો તેને વાંચી લેવામાં આવે તો આશા છે કે ઘણી શંકાઓનું સમાધાન થઇ જાય.
પુસ્તિકાનું નામ , કુર્આનની ર૪ આયતો
ઇન્‍ટરનેટ પર પુસ્તિકા PDF ફોરમેટમાં અહિંયા ઉપલબ્‍ધ છે,
સુવાસ ડાઉનલોડ સેન્‍ટર

પ્રિન્‍ટ એડીશન મેળવવા માટે

જામિઅહ ઉલૂમુલ કુર્આન,
બાયપાસ રોડ, જંબુસર
મુ.પો. જંબુસર, જિ. ભરૂચ.
પીન. ૩૯ર૧૫૦

Thursday, July 26, 2007

મુસલમાનોના તુષ્ટીકરણનું વાજું અને સત્તા લાલસા

રાષ્‍ટ્રપતિની ચૂંટણી પછી હવે ઉપરાષ્‍ટ્રપતિની ચૂંટણીની ચર્ચા છે, અમારી દિલી તમન્‍ના તો એ હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ મુસલમાન ઉમેદવારને ન ‍ઉતારે તો સારું ! નહી તો પાછું તૃષ્‍ટીકરણનો મેણું વગરવાંકે સાંભળવાનું ,
પણ એમ અમારી ઉમ્‍મીદો પૂરી કયાંથી થાય !
ઉમ્‍મીદ તો એ પણ હતી કે રાષ્‍ટ્રપતિ તરીકે કલામ જ ચાલુ રહે તો સારું, પણ એ મિસાઇલ મેન રાજકરણીઓના ચોકઠામાં ગોઠવાય એવો ન હતો, એટલે બીજી ટર્મ માટે પહેલી વાર વાળા ભાજપે પણ એમની તરફેણ કરી નહી,
ઉપરાષ્‍ટ્રપતિ તરીકે પણ અમને કોઇ નવા અને કલામ જેવા ચહેરાની જરૂરત હતી,
સોનિયા ગાંધી રીમોટ તરીકે સ્‍થાપિત થઇ આડકતરી સત્તા ભોગવે છે એવા વિચારને બાજુ પર મૂકીએ તો ‍શ્રી મનોમહન સિંહ અને હવે શ્રીમતી પાટિલ ખભે મૂકવામાં આવેલ બંદૂક વિશે એવું પણ કહી શકાય કે સોનિયા રાષ્‍ટ્રીય રાજકરણમાં નવા ચહેરા ઉમેરવા માંગે છે, માટે જ અમે વિચારતા હતા કે કોઇ સારા માણસને ઉપરાષ્‍ટ્રપતિ તરીકે ઉપસાવવામાં આવશે, પણ આખરે તો રાજકરણ ! ! !
મુસ્લિમ મતોનું વણગણ કહો કે હાલરડાં ગાયને મુસલમાનોને સુવાડી રાખવાની ખંધી ચાલ, ભાજપ અને કોંગ્રેસ બન્‍ને એક જ રસ્‍તે ચાલી નીકળ્યા...
ઉર્દૂમાં કહે છે ને કે ,
ઇસ હમામ મેં સબ નંગે !
મુસલમાનોને અનામતથી વંચિત રાખવાની વાત તો દૂર !
પણ
યોગ્‍ય રીતે જનરલ કવોટામાં આવતા કાબેલ મુસલમાનોને પણ બાકાત રાખવાની બ્‍યુરોક્રેસી હજુ ન બદલી શકનાર ભાજપ અને કોંગ્રેસ આવા ઉમેદવાર થકી મુસલમાનોનું શું ભલુ કરી શકવાની હતી ?
અંતે તો એટલું કહીએ કે જે થયું તે સારું થયું, કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને ઉતાર્યો તો ભાજપે પણ મુસ્લિમને સામે કરી દીધો,
હવે તેઓ બીજા મોઢે ( એટલે કે સંઘ કે વી.એચ.પી. ના મોઢે ) બીજા પર તૃષ્‍ટીકરણનો આરોપ લગાવતાં પહેલાં પોતાનું મોઢું પણ આયનામાં જોશે ને !

Tuesday, July 10, 2007

इंटरनेट से निकाह

इंटरनेट से निकाह को देवबंद की मंजूरी
मुजफ्फरनगर/श्रीनगर (पीटीआई) : दारुल उलूम देवबंद ने इंटरनेट से निकाह के पक्ष में व्यवस्था दी है।
उधर, कश्मीर की प्रमुख शरीयत अदालत ने घूसखोरी और मिलावटी खाने के खिलाफ फतवा जारी किया है। जब एक व्यक्ति ने इंटरनेट के जरिए निकाह की वैधता पर सवाल उठाया और उस बारे में दारऊ उलूम देवबंद से राय मांगी, तो उसने यह व्यवस्था दी। इस मदरसे की ओर से मंगलवार को यह भी कहा गया कि ऐसे निकाह तभी वैध माने जाएंगे, जब गवाह भी मौजूद हों और निकाह शरीयत के मुताबिक हो। मदरसे के फतवा महकमे ने कहा कि इंटरनेट से निकाह के दौरान 2 गवाह और 1 वकील मौजूद रहना चाहिए, जो दुलहन और दूल्हे की मंजूरी का ऐलान कर निकाह को विधिवत पूरा कराएंगे। उधर कश्मीर में दारुल फतवा के प्रमुख मुफ्ती बशीरुद्दीन ने कहा कि घूस लेना और देना, दोनों ही इस्लाम में गुनाह है। घूसखोरी बीमारी के रूप में समाज में फैलती जा रही है। यह अनैतिक है और इस आदत को समूल उखाड़ फेंकने की जरूरत है। इस्लाम की शिक्षाओं के तहत मेरी लोगों को सलाह है कि वे करप्शन से बचें। उन्हें मिलावटी खाने से भी बचना चाहिए।
[Tuesday, July 10, 2007 07:13:48 pm ] navbharattimes
http://navbharattimes.indiatimes.com/articleshow/2192193.cms

Sunday, June 03, 2007

બી એસ એન એલ

બી એસ એન એલ BSNL ની કથળતી સેવાને લોકો કહે છે
ભાઇ સાબ નહી લગેગા

યુનિકોડ ગુજરાતીમાં સંદેશ દૈનિકની પહેલ

ગુજરાતીના એક મહત્‍વના દૈનિક પેપરે તેની વેબ આવૃતિ યુનિકોડ ફોન્‍ટમાં શરૂ કરી દીધી છે, માટે ઈન્‍ટરનેટ પર ગુજરાતી જીવંત રહેવા બલકે પ્રગતિ કરવા લાગી છે, એ સ્‍પષ્‍ટ છે. ઈન્‍ટરનેટ પર હવે વધુથી વધુ ગુજરાતી સાહિત્‍ય મળી શકશે, વાંચી શકાશે.

Thursday, May 17, 2007

ગાંધીજી ભારતના નહી , પાકિસ્‍તાનના રાષ્‍ટપિતા

જયપૂર મહાનગર પાલિકા તરફથી આયોજિત ૧૮૫૭ ના સ્‍વાધિનતા આંદોલનની ઉજવણી નિમિત્તે બોલતાં સંધના એક નેતાએ ગાંધીજીને પાકિસ્‍તાનના રાષ્‍ટપિતા કહયા છે, ભારતના નહી, અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કાર્યક્રમમાં કલાકાર સત્‍યનારાયણ મોર્ય એ આ શબ્‍દો ઉચ્‍ચાર્યા હતા.
જુઆ તા. ૧૮ મે, ર૦૦૭ નું દિવ્‍યભાસ્‍કર..

સત્તાવાર રીતે વંદે માતરમ રાષ્‍ટગીત નથી છતાં એના પ્રત્‍યે ફકત મુસ્લિમશત્રુતાના કારણે દુરાગ્રહ સેવનારા આ સંધીઓના હમદર્દોએ સાચી પરિસ્થિતિથી વાકેફ થઇ આવા નફરતના વેપારીઓ વિરુદ્ધ પગલં એકશન લેવાની જરૂરત છે.
છાસવારે મુસલમાનો વિરુદ્ધ દેશદ્રોહનો આરોપ લગાડનારા આ સંધીઓના શબ્‍દોમાં આટલું ઝહેર અને નફરત છે તો પછી તેમના કરતૂતોમાં શું નહી હોય ?
સાચી વાત એ છે કે ભારતવર્ષના આ સાચા શત્રુઓ છે, તેમને દેશની નહી, સત્તાની ફિકર છે, સત્તાની મંઝિલ તેમના મતે સવર્ણો સિવાય દરેકને અંદરો અંદર લડાવીને, નફરતની આગ ફેલાવવના માર્ગ પરથી ચાલીને મળે છે. પંજાબના દેરા સચ્‍ચા વિવાદમાં પણ આ જ કોંગ્રેસ-ભાજપ તરફી હોવાનું રાજકરણ એટલે કે બન્‍ને પક્ષોના સવર્ણો એમને લડાવી એમનામાં જ ખતમ કરી દેવા માંગે છે,
દેશની પ્રજા આ શાહો – મોદીઓ – અડવાણીઓ –વાજપેયીઓ – સુદર્શનો – સિંહો - - સિંધો - અને હાથો બની રહેલા યાદવોથી મુકત થાય એ જરૂરી છે, કયાંક તો ઉપરવાળો આ બધાને એમની સંકુચિતામાંથી મુકત કરી દે, આમીન...

Wednesday, February 28, 2007

પાકિસ્‍તાની આંતકવાદી ? ? ?

પાકિસ્‍તાની કહીને આવા કેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્‍યા હશે ?
અને દરેક વખતે પાકિસ્‍તાની (ઇસ્‍લામી) આંતકવાદી કહીને કેટલી નફરત ભારતીયોના દિલોમાં રેડવામાં આવી હશે ?
વાંચો બીબીસી હિન્‍દી પર .....

'फ़र्जी मुठभेड़' मामले में आरोप पत्र

डीएनए जाँच से मामला साबित हो पाया कि मारा गया व्यक्ति कश्मीरी नागरिक था
भारत प्रशासित कश्मीर में कथित नकली मुठभेड़ के आरोप में दो आला अधिकारियों सहित सात पुलिसकर्मियों के ख़िलाफ़ अदालत में आरोप पत्र दाखिल किए गए हैं.
श्रीनगर की एक अदालत में दाखिल इस आरोप पत्र में सभी पर आपराधिक षडयंत्र और हत्या के आरोप लगाए गए हैं.


अभियोजन पक्ष ने आरोप लगाया है कि इन लोगों ने एक नागरिक अब्दुल रहमान को कथित रुप से एक नकली मुठभेड़ की योजना बनाई और मार डाला.
यह घटना पिछले श्रीनगर के पास संबल में साल दिसंबर में घटी थी.
अभियोजन पक्ष ने जिन सात लोगों के ख़िलाफ़ आरोप पत्र दाखिल किया है, उनमें वरिष्ठ पुलिस अधीक्षक एचआर परिहार, उपपुलिस अधीक्षक राम बहादुर, एक सहायक पुलिस निरीक्षक और चार सिपाही शामिल हैं.
आरोप है कि इन लोगों ने उस कश्मीरी नागरिक को कथित रुप से मारने के बाद पाकिस्तान का चरमपंथी अबू हफ़ीज़ बताकर दफ़ना दिया था.
एक महीने पहले स्थानीय नागरिकों की माँग पर अब्दुल रहमान के शव को निकाला गया था और डीएनए टेस्ट किया गया था, जिसके आधार पर पहचान हो पाई थी.
राज्य में 18 साल पहले शुरु हुई हिंसा की घटनाओं के बाद से यह पहला मौक़ा है जब एसएसपी स्तर के किसी अधिकारी पर आपराधिक षडयंत्र का आरोप लगाया गया है.
पुलिस पाँच कथित फ़र्जी मुठभेड़ के मामलों की जाँच कर रही है.
राज्य के पुलिस उपमहानिदेशक फ़ारूक़ अहमद ने बीबीसी को बताया कि इन मामलों की जाँच में सेना की मदद भी ली जा रही है.
वैसे सेना ने कथित फ़र्ज़ी मुठभेड़ के मामलों में सेना के जवानों के शामिल होने की अलग से जाँच करवाने के आदेश दिए हैं.
वैसे पिछले 18 साल में हज़ारों लोग लापता हुए हैं. उनके परिवारजन यह माँग करते आ रहे हैं कि लापता लोगों की जाँच की जाए ताकि कम से कम लापता लोगों को मृत घोषित किया जा सके.