રાષ્ટ્રપતિની ચૂંટણી પછી હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની ચર્ચા છે, અમારી દિલી તમન્ના તો એ હતી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ મુસલમાન ઉમેદવારને ન ઉતારે તો સારું ! નહી તો પાછું તૃષ્ટીકરણનો મેણું વગરવાંકે સાંભળવાનું ,
પણ એમ અમારી ઉમ્મીદો પૂરી કયાંથી થાય !
ઉમ્મીદ તો એ પણ હતી કે રાષ્ટ્રપતિ તરીકે કલામ જ ચાલુ રહે તો સારું, પણ એ મિસાઇલ મેન રાજકરણીઓના ચોકઠામાં ગોઠવાય એવો ન હતો, એટલે બીજી ટર્મ માટે પહેલી વાર વાળા ભાજપે પણ એમની તરફેણ કરી નહી,
ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ અમને કોઇ નવા અને કલામ જેવા ચહેરાની જરૂરત હતી,
સોનિયા ગાંધી રીમોટ તરીકે સ્થાપિત થઇ આડકતરી સત્તા ભોગવે છે એવા વિચારને બાજુ પર મૂકીએ તો શ્રી મનોમહન સિંહ અને હવે શ્રીમતી પાટિલ ખભે મૂકવામાં આવેલ બંદૂક વિશે એવું પણ કહી શકાય કે સોનિયા રાષ્ટ્રીય રાજકરણમાં નવા ચહેરા ઉમેરવા માંગે છે, માટે જ અમે વિચારતા હતા કે કોઇ સારા માણસને ઉપરાષ્ટ્રપતિ તરીકે ઉપસાવવામાં આવશે, પણ આખરે તો રાજકરણ ! ! !
મુસ્લિમ મતોનું વણગણ કહો કે હાલરડાં ગાયને મુસલમાનોને સુવાડી રાખવાની ખંધી ચાલ, ભાજપ અને કોંગ્રેસ બન્ને એક જ રસ્તે ચાલી નીકળ્યા...
ઉર્દૂમાં કહે છે ને કે ,
ઇસ હમામ મેં સબ નંગે !
મુસલમાનોને અનામતથી વંચિત રાખવાની વાત તો દૂર !
પણ
યોગ્ય રીતે જનરલ કવોટામાં આવતા કાબેલ મુસલમાનોને પણ બાકાત રાખવાની બ્યુરોક્રેસી હજુ ન બદલી શકનાર ભાજપ અને કોંગ્રેસ આવા ઉમેદવાર થકી મુસલમાનોનું શું ભલુ કરી શકવાની હતી ?
અંતે તો એટલું કહીએ કે જે થયું તે સારું થયું, કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવારને ઉતાર્યો તો ભાજપે પણ મુસ્લિમને સામે કરી દીધો,
હવે તેઓ બીજા મોઢે ( એટલે કે સંઘ કે વી.એચ.પી. ના મોઢે ) બીજા પર તૃષ્ટીકરણનો આરોપ લગાવતાં પહેલાં પોતાનું મોઢું પણ આયનામાં જોશે ને !