Thursday, October 23, 2008

માલેગાંવ- મોડાસા બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથની સંડોવણીની શંકા

માલેગાંવ- મોડાસા બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથની સંડોવણીની શંકા
sandesh gujarati daily
ઈંદોર, મુંબઈ,તા. ૨૩
ગુજરાતના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાંવ બોમ્બ બ્લાસ્ટમાં હિંદુ ઉગ્રવાદી જૂથોની સંડોવણીની શંકાના સંદર્ભમાં મહારાષ્ટ્ર પોલીસે ઈંદોરમાંથી ત્રણ શખસોની અટકાયત કરીને મુંબઈમાં પૂછપરછ આરંભી છે.બીજી તરફ આજે સંસદમાં સીપીએમનાં બ્રિન્દા કરાતે હિન્દુવાદી સંગઠનોની આતંકવાદી કૃત્યોમાં સંડોવણીનો આક્ષેપ કરતાં ભારે હંગામો મચી ગયો હતો.
ટોચના પોલીસ વર્તુળોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસે એક ગ્રીન ઓપરેશન દ્વારા ઈંદોરમાંથી શ્યામલાલ, દિલીપ નાદુર અને ધર્મેન્દ્ર બૈરાગીને ૧૯મી ઓક્ટોબરે અટકાયતમાં લીધા હતા. બોમ્બ ધડાકાની તપાસમાં સહાયરૃપ થવા એક મોટરસાઈકલની ચોરીના સંદર્ભમાં ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. વર્તુળોએ જણાવ્યું હતું કે આ ત્રણેય શખસોએ માલેગાંવ ધડાકા માટે ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ ચોર્યાની શંકા છે. પાછળથી આ ત્રણેયને મંબઈ લઈ જવાયા હતા અને ત્યાં તેમની સઘન પૂછપરછ કરાઈ રહી છે તેમ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર પોલીસે ઈંદોરમાંથી ત્રણને ઝડપ્યાઃ સંસદમાં હોબાળો
મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે માલેગાંવ અને મોડાસામાં થયેલા બોમ્બ ધડાકામાં હિંદુ ઉગ્રવાદી જૂથોની કહેવાતી સંડોવણીની તપાસ ચાલુ છે. આ બંને બનાવોમાં મોટરસાઈકલો ઉપર બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા. પોલીસને શંકા છે કે માલેગાવમાં બોમ્બ બ્લાસ્ટમાં જે મોટરસાઈકલ ઉપયોગમાં લેવામાં આવી હતી તે મોટરસાયકલ આ ત્રિપુટીએ જ ચોરી હતી. મોડાસામાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું અને માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં.
દરમિયાનમાં સીપીએમનાં બ્રિન્દા કરાતે આજે સંસદમાં આક્ષેપ કર્યો હતો કે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં હિન્દુવાદી સંગઠનો નાંદેડ સહિતનાં સ્થળે થયેલા બોમ્બ ધડાકાઓમાં સામેલ છે તેવી માહિતી મહારાષ્ટ્ર પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આપી છે. કરાતના આ આક્ષેપ સાથે જ હોબાળો મચી ગયો હતો અને ભાજપના સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. સામે સમાજવાદી પાર્ટી સહિતના અન્ય પક્ષોના સભ્યો કરાતના સમર્થનમાં ઉતરી આવતાં ભારે ગરમાગરમીનો માહોલ જામી ગયો હતો. અગાઉ એક અંગ્રેજી અખબારમાં એવા અહેવાલ આવ્યા હતા કે ઈન્દોરનું હિન્દુ જાગરણ મંચ નામનં સંગઠન આ બોમ્બ ધડાકાઓમાં સામેલ છે.

7 comments:

Anonymous said...

હિંદુ જાગરણ મંચ અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદના કહેવાતા પાંચ સભ્યોની અટકાયત

સાબરકાંઠાના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાંવમાં રમજાનમાં થયેલા વિસ્ફોટોમાં હિન્દુવાદી સંગઠનનું નામ બહાર આવ્યું છે. વિસ્ફોટ માટે ઉપયોગમાં લેવાયેલ મોટરસાઇકલથી આ કડી મળી છે. જોકે, સંવેદનશીલ ઘટસ્ફોટ બાબતે અધિકારિક સ્વરૂપે કોઇ પણ કંઇ કહેવા તૈયાર નથી.

મુંબઇ ત્રાસવાદ નિરોધક ટુકડી (એટીએસ)ના સૂત્રોના અનુસાર માલેગાંવ વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાઇકલનો માલિક અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (એબીવીપી) સાથે જોડાયેલો છે. આ વ્યકિતનો હિન્દુ જાગરણ મંચ સાથે પણ સંબંધ છે. મંચનું મુખ્ય ઓફિસ ઇન્દોરમાં છે. સૂત્રોના અનુસાર હિન્દુ જન જાગરણ સમિતિમાંથી જન્મેલા હિન્દુ જાગરણ મંચના કેટલાક કાર્યકર્તાઓની પણ માલેગાંવ વિસ્ફોટમાં સંડોવણીની વિગતો મળી છે. એવું કહેવાય છે કે, બંને વિસ્ફોટોના સંદર્ભે એટીએસે કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે.

તપાસ ચાલુ છે :

મહારાષ્ટ્ર પોલીસે ગુરુવારે જણાવ્યું કે, માલેગાંવ અને મોડાસા વિસ્ફોટોમાં કથિત સ્વરૂપે હિન્દુ સંગઠનોનો હાથ હોવા અંગે પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે. એટીએસના એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં તેઓ સમગ્ર મામલાની ઊડી તપાસ કરી રહ્યા છે અને સમય આવ્યે તપાસની વિગતો જાહેર કરવામાં આવશે.

વિસ્ફોટ સપ્ટેમ્બરમાં થયા હતા :

ઉલ્લેખનીય છે કે, ૨૯ સપ્ટેમ્બરના રોજ એક જ દિવસે મોડાસા અને માલેગાંવમાં વિસ્ફોટ થયો હતો. પહેલો વિસ્ફોટ મોડાસામાં રાત્રે ૯.૨૬ કલાકે થયો હતો, જયારે તેની કેટલીક મિનિટો બાદ જ માલેગાંવમાં વિસ્ફોટ થયો હતો. બંને વિસ્ફોટ મોટરસાઇકલની મદદથી અને મસ્જિદની બહાર કરવામાં આવ્યા હતા. મોડાસા વિસ્ફોટમાં એક વ્યકિતનું મોત થયું હતું, જયારે માલેગાંવમાં પાંચનાં મોત થયાં હતાં.

ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન :

માલેગાંવમાં પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પ્રતિબંધિત સંગઠન સિમિના સીલ કરવામાં આવેલા કાર્યાલયની બહાર મોટરસાઇકલ પાર્ક કરવામાં આવી હતી. તદ્ઉપરાંત, તેની સીટ ઉપર એક ઇસ્લામી સંગઠનનાં સ્ટીકર પણ લગાવાયાં હતાં.

પહેલી ઘટના નથી :

કોઇ વિસ્ફોટમાં હિન્દુવાદી સંગઠનનો હાથ હોવાની આ પહેલી ઘટના નથી. એક મરાઠી નાટકના વિરોધમાં ૨૦મી ફેબ્રુ.૨૦૦૮ના રોજ નવી મુંબઇના એક થિયેટરમાં વિસ્ફોટ કરાયો હતો. ત્યારબાદ ૩૧મેના રોજ વાશીમાં બીજો અને ૪ જૂનના રોજ ઠાણેના ગડકરી રંગાયતન નાટયગૃહમાં ત્રીજો વિસ્ફોટ કરાયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, હિન્દુવાદી સંગઠન જનાતન પ્રભાત સાથે જોડાયેલા યુવકોએ ઠાણે વિસ્ફોટને અંજામ આપ્યો હતો.

નાંદેડ અને કાનપુરમાં પણ :

આ અગાઉ નાંદેડમાં પીડબ્લ્યુડી કોલોનીમાં આરએસએસ સાથે જોડાયેલા એક વ્યકિતના ઘરે ત્યારે વિસ્ફોટ થયો હતો, જયારે તેના ઘરમાં બોમ્બ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. કાનપુરમાં આ વર્ષે જ ૨૪મી ઓગસ્ટના રોજ બોમ્બ બનાવતા સમયે થયેલા વિસ્ફોટમાં બજરંગ દળના બે પૂર્વ કાર્યકર્તાનાં મોત થયાં હતાં.
divyabhaskar daily gujarati 23 october

Anonymous said...

Bhaskar News, AhmedabadThursday, October 23, 2008 23:01 [IST]
મોડાસામાં થયેલા વિસ્ફોટમાં પણ ઉપયોગમાં લેવાયેલી બાઈક સુરતની એક એજન્સીની માલિકીની છે અને બંને વિસ્ફોટોમાં એક સંગઠનની સંડોવણીની આશંકા છે, જેથી મોડાસા પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે.

માલેગાંવમાં એક મસ્જિદની બહાર થયેલા વિસ્ફોટમાં ૪નાં મોત નીપજયાં હતાં, જયારે મોડાસામાં બે વ્યકિતએ જાન ગુમાવી હતી. બંને બ્લાસ્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ સિમિનો હાથ હોવાનું માનવામાં આવતું હતું. જો કે મુંબઈ એટીએસનાં સૂત્રોના કહેવા પ્રમાણે નવરચિત આ સંગઠનનાં મૂળ ગુજરાત અને મઘ્ય પ્રદેશમાં છે.

આ સંગઠને અગાઉ હિન્દુવિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે પણ રણશિંગું ફૂંકયું હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. જો કે બંને વિસ્ફોટો પાછળ હિન્દુ સંગઠન છે તે સાબિત કરવા માટે મુંબઈ એટીએસ પાસે કયા પુરાવા છે તે અંગે કોઈ ખાસ માહિતી મુંબઈ એટીએસએ આપી નથી.

બીજી બાજુ ગુજરાત પોલીસનાં સૂત્રોએ અમુક અંશે મુંબઈ પોલીસના આ દાવાને સમર્થન આપ્યું છે. નામ ન આપવાની શરતે ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, માલેગાંવ વિસ્ફોટમાં વપાયેલું સ્કૂટર સુરતમાં રહેતી એક મહિલાની માલિકીનું હોવાથી મુંબઈ પોલીસ સુરત આવી પહોંચી હતી. પોલીસે એક મહિલા સહિત પાંચ વ્યકિતઓને પૂછપરછ માટે અટકમાં લીધા હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યાં છે.

મુસ્લિમ-હિન્દુઓ બંનેની પૂછપરછ થઈ છે : ડીવાયએસપી

પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટમાં સિમિની સંડોવણીની શંકાના આધારે પોલીસે સિમિ સાથે જોડાયેલા ભૂતપૂર્વ લોકો તથા ૨૦૦૨નાં કોમી રમખાણો દરમિયાન પંચમહાલ જિલ્લામાં બોંબ વિસ્ફોટ કરનારાઓની પૂછપરછ કરી હતી. વિસ્ફોટમાં હિન્દુ સંગઠનો સંડોવાયેલાં છે કે નહીં તેની તપાસ માટે તેમણે હિન્દુ સંગઠન સાથે સંકળાયેલી ત્રણ વ્યકિતઓ ઉપરાંત કોમી રમખાણોમાં મુસ્લિમો સામેના હુમલામાં આરોપીઓ એવી ત્રીસેક વ્યકિતઓની પૂછપરછ કરી હતી તેમ ડીવાયએસપી કે.કે. મૈસોરવાલાએ જણાવ્યું હતું.

Anonymous said...

http://www.divyabhaskar.co.in/2008/10/24/0810242311_saint_handed.html

see also

Anonymous said...

×ãUæÚUæcÅþU ¥æÌ¢X¤ÃææÎè çÙÚôÏX¤ ÎSÌÔ (°ÅUè°â) ÙÔ âô×ÃææÚU X¤ô ÙæçàæX¤ ¥ÎæÜÌ ×Ô´ ×æÜÔ»æÃæ¢ Õ× Ï×æXÔ¤ X¤è ¥æÚUôÂè âæVÃæè Âý½ææ çâ¢ãU ÆUæXé¤ÚU XÔ¤ ç¹ÜæY¤ âÕêÌ XÔ¤ ÌõÚU ÂÚU °X¤ ÅÔU ÂÔàæ çX¤Øæ ãñU ç:æâ×Ô´ Ï×æXÔ¤ XÔ¤ ÕæÎ âæVÃæè ¥õÚU Y¤ÚUæÚU ¥æÚUôÂè ÚUæ×:æè XÔ¤ Õè¿ ÕæÌ¿èÌ ãñUÐ

°X¤ ¿à×ÎèÎ »ÃææãU ÙÔ §â ÅÔU ×Ô´ âæVÃæè ¥õÚU ÚUæ×:æè X¤è ¥æÃææ:æ X¤è ÂãU¿æÙ X¤è ãñUÐ §â×Ô¢ Ï×æXÔ¤ ×Ô´ §SÌÔ×æÜ âæVÃæè X¤è »æǸUè X¤ô ÂéçÜâ mUæÚUæ :æ¦Ì çX¤° :ææÙÔ ¥õÚU ×æÚU »° Üô»ô´ X¤æ ç:æXý¤ ãñUÐ °X¤ ÂýÔâ X¤æ¢Yýð´¤â ×Ô´ °ÅUè°â Âý×é¹ ãÔU×¢Ì X¤ÚUX¤ÚU ÙÔ ÕÌæØæ çX¤ Ï×æXÔ¤ ×Ô´ àææç×Ü ÌèÙ ¥õÚU Üô»ô´ X¤ô ç»ÚU£ÌæÚU çX¤Øæ »Øæ ãñU ¥õÚU ©UÙâÔ { çÃæÎÔàæè ãUçÍØæÚU °Ãæ¢ ÖæÚUè ×æµææ ×Ô´ X¤æÚUÌêâ Öè ÕÚUæ×Î çX¤Øæ »Øæ ãñUÐ

§Ù ÌèÙô´ X¤ô ÙæçàæX¤ X¤è ¥ÎæÜÌ ×Ô´ ÂÔàæ X¤ÚUXÔ¤ v® ÙÃæ¢ÕÚU ÌX¤ ÂéçÜâ çãUÚUæâÌ ×Ô´ ÜÔ çÜØæ ãñU :æÕçX¤ §âè ¥ÎæÜÌ ÙÔ âæVÃæè X¤ô v| ÙÃæ¢ÕÚU ÌX¤ iØæçØX¤ çãUÚUæâÌ ×Ô´ ÖÔ:ææ ãñUÐ âæVÃæè X¤æ ÙæX¤ôü ÅÔUSÅU Öè X¤ÚUæØæ :ææ°»æÐ °ÅUè°â XÔ¤ Âý×é¹ ÙÔ X¤ãUæ çX¤ âæVÃæè X¤æ ÙæX¤ôü ÅÔUSÅU ¥Öè ÂêÚUè ÙãUè´ ãéU¥æ ãñUÐ §â Õè¿ Ï×æXÔ¤ ×Ô´ ç»Ú£ÌæÚU ÂêÃæü Y¤õ’æè ÚU×Ôàæ ©UÂæVØÔ X¤æ X¤æÜèÙæ ×Ô´ ÕýÔÙ ×ñ碻 ÅÔUSÅU X¤ÚUæØæ »Øæ ãñUÐ

ÙæçàæX¤ X¤è ¥ÎæÜÌ ×Ô´ âæVÃæè Îô ÕæÚU ÕÔãUôàæ ãUôX¤ÚU ç»ÚU »§ü Íè´Ð âæVÃæè XÔ¤ ¥ÜæÃææ àØæ× âæãêU ¥õÚU çàæÃæÙæÚUæØJæ ¨âãU X¤ô Öè iØæçØX¤ çãUÚUæâÌ ×Ô´ ÖÔ:ææ »Øæ ãñUÐ ©UÏÚU ÙæçàæX¤ ¥ÎæÜÌ XÔ¤ ÕæãUÚU ÏæÚUæ vyy Üæ»ê ãUôÙÔ XÔ¤ ÕæÃæ:æêÎ âæVÃæè XÔ¤ â×ÍüÙ ×Ô´ çàæÃæâÔÙæ ÙÔ ã¢U»æ×æ çX¤Øæ ¥õÚU Öæ:æÂæ âçãUÌ ¥iØ çãUiÎê ⢻ÆUÙô´ ÙÔ Öè ÂýÎàæüÙ ¥õÚU ÙæÚUÕæ:æè X¤èÐ °ÅUè°â Âý×é¹ X¤ÚUX¤ÚU ÙÔ ÕÌæØæ çX¤ ÂéJæÔ âÔ ¥:æØ ÚUæçãUÚUX¤ÚU °X¤ÙæÍ, ÚUæXÔ¤àæ ÎöææµæØ ÏæÃæǸÔU ¥õÚU ×é¢Õ§ü XÔ¤ ÇUô´çÕÃæÜè âÔ :æ»Îèàæ ³ãUæµæÔ ç¿¢Ìæ×Ù X¤è ç»ÚU£ÌæÚUè X¤æY¤è ×ãUPÃæÂêJæü ãñU

http://www.hindustandainik.com/news/2031_2217008,00670134.htm

Anonymous said...

divya bhaskar daily gujaati
માલેગાંવ બોમ્બ વિસ્ફોટમાં લે. કર્નલની ધરપકડ

Agency, MumbaiWednesday, November 05, 2008 13:28 [IST]

29 સપ્ટેમ્બરનાં માલેગાંવ શ્રેણીબધ્ધ બોમ્બ વિસ્ફોટ મામલામાં મહારાષ્ટ્રનાં આતંકવાદી નિરોધી દળે(એટીએસ) લેફ્ટિનેંટ કર્નલ શ્રીકાંત પુરોહિતની ધરપકડ કરી છે. લે. કર્નલની સેનાની પરવાનગી બાદ ધરપકડ કરવામાં આવી છે.

એટીએસનાં એડીશનલ કમિશ્નર પરમવીર સિંહએ જણાવ્યું કે, વિસ્ફોટ મામલામાં બે દિવસ પહેલા પુરોહિતની પૂછપરછ કરવામાં આવી હતી અને આજે તેમની ધરપકડ કરવામાં આવી છે. પરમવીર સિંહે વિસ્ફોટમાં પુરોહિતની ભૂમિકા વિશે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો છે.

વિસ્ફોટમાં કથિત ભૂમિકામાં શંકાસ્પદ સેનાના અધિકારી મધ્યપ્રદેશનાં પંચમઢીમાં સેના શિક્ષણ કોપર્સ પ્રક્ષિણ મહાવિધાલય એન્ડ કેન્દ્રમાં હતાં અને પાછલા અઠવાડિયે એટીએસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતાં. પુરોહિતને આજે નાસિકની અદાલતમાં રજૂ કરાશે.

Anonymous said...

http://www.divyabhaskar.co.in/2008/11/08/0811080035_mumbai_ats.html

valsad conection gujarat

Anonymous said...

સાઘ્વી પ્રજ્ઞાસિંહના સમર્થનમાં સહીઝુંબેશ શરૂ: શહેરમાં ૧૯ હજાર કાર્ડ વહેંચાયાં

http://www.divyabhaskar.co.in/2008/11/10/0811100020_card_distribute.html

કયા ગુનેગારોને છાવરવા આ પ્રપંચો કરવામાં આવી રહયા છે. ?