ગે-સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ : દેવબંદ
दिव्यभास्कर गुजराती डेली
દેશની પ્રમુખ ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ ઉલુમ દેવબંદે સમલૈંગિકતાને ગુનો ઠરાવતી ભારતી દંડસંહિતા (આઇપીસી)ની કલમને રદ કરવાના કોઇ પણ પગલાંનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે ગે કે સમલૈંગિકતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
દારુલ ઉલુમ દેવબંદના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર મૌલાના અબ્દુલ ખાલિક મદ્રાસીએ સોમવારે આ અંગે જણાવ્યું કે શરિયત હેઠળ સમલૈંગિકતા એક ગુનો છે અને ઇસ્લામમાં આવા કૃત્યને હરામ(નિષેધ) ઠરાવ્યું છે.
તેથી સમલૈંગિકતાને ગુનો ઠરાવતી આઇપીસીની કલમ ૩૭૭ને રદ કરવી જોઇએ નહીં। ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના ઉપાઘ્યક્ષ મૌલાના સલીમ કાસમીએ પણ સમલૈંગિકતાને ગુનો ગણાવતા જણાવ્યું છે કે આ કૃત્ય ઇસ્લામિક કાનૂન અને આઇપીસી હેઠળ દંડને પાત્ર છે.
http://www.divyabhaskar.co.in/2009/06/30/0906300139_homosexual_laws_is_against_islam.html