Wednesday, July 30, 2008

Indian Muslims’ umbrella body condemns Ahmadabad blasts

Indian Muslims’ umbrella body condemns Ahmadabad blasts
New Delhi, 28 July 2008: Indian Muslims’ umbrella body (AIMMM) has condemned Ahmadabad blasts that have killed more than fifty people so far. Zafarul-Islam Khan, the president of All India Muslim Majlis-e Mushawarat has expressed “deep pain and concern” over the bomb blasts in Bangalore and Ahmedabad.
Offering his sincere

Tuesday, July 29, 2008

આપણા દુશ્‍મનો કોણ ?

દિવ્‍યભાસ્‍કર દૈનિક તા. ૩૦ જુલાઇ ર૦૦૮ માં કોલમિસ્‍ટ કાન્તિ ભટ્ટ જણાવે છે , આપણા દુશ્‍મનો કોણ ?

આપણું દુશ્મન ચીન નથી. આપણા દુશ્મનો મુસ્લિમ નથી, પણ જગતમાં ત્રાસવાદ ફેલાવનારા ખ્રિસ્તીઓ અને આજે યહૂદીઓ તેમ જ અમેરિકનોને દુશ્મન ગણવા જૉઈએ. આરબો કે મુસ્લિમોને કહીએ કે પ્રણાલિકા પ્રમાણે હિન્દુ-મુસ્લિમો મિત્ર બની શકે છે. યા¼શી ભાવના સિદ્ધિર તા¼શી ભવતિ-જેવી ભાવના રાખો તેવી સિદ્ધિ થશે જ થશે.

Sunday, July 27, 2008

આતંકવાદનો ધર્મ

આતંકવાદનો કોઇ ધર્મ નથી,
એક સામાન્‍ય વાક્ય છે, આતંકની ઘટતી દરેક ઘટના વખતે આ વાક્ય દરેક ઉચ્‍ચારે છે,
પણ અફસોસ છે કે છેલ્‍લે એને એક સમુદાય સાથે જોડીને જોવાની કોશિશ કરવામાં આવે છે, લોકો આ માટે અનેક પ્રકારના તર્ક અને કયાસો રજૂ કરે છે, આજ કાલ અખબારોમાં આવા અનેક તર્ક વિતર્કો આવી રહ્યા છે, જેને વાંચીને નવાઇ ઉપજે છે.
ખેર ,
ધર્મની દ્વષ્ટિએ જોઇએ તો મુસલમાન નેતાઓ અને ઉલેમાઓ પહેલાંથી કહી ચૂકયા છે કે આતંકવાદ અને નિર્દોષોના લોહી વહેવડાવવાની ઈસ્‍લામ કદાપ્‍િા પરવાનગી નથી આપતો. અમુક મહીનાઓ પહેલાં દેવબંદ, બરેલી અને અનેક સ્‍થળોએ મોટો સંમેલનો યોજી મુસ્લિમ ઉલેમાઓએ ભારતીય મુસલમાનોનું દ્રષ્ટિબિંદુ રજૂ કર્યું હતું.
તા.૧૧ મે ર૦૦૮ ના રોજ સુરત ખાતે ગુજરાતના મુસલમાનોએ પણ એક સંમેલન યોજી આતંકવાદ સામે પોતાનો વિરોધ વ્‍યકત કર્યો હતો.
અબખારોમાં આવેલ આ સંમેલનની વિગત અહિંયા જોઇ શકાય છે.
----
http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=75664&Keywords=Surat%20City%20Gujarati%20News
આ દિવસોમાં તા. ર જૂન ર૦૦૮ ના દિવસે બીબીસી લંડન દ્વારા સાસંદ મોલાના મહમૂદ મદનીનું એક ઈન્‍ટરવ્‍યુ પ્રકાશિત કર્યું હતું.
જે નીચે સાંભળી શકાય છે.







અમદાવાદના હિચકારા કૃત્‍ય બાબતે જમીયતે ઉલમાનું નિવેદન...

Saturday, July 26, 2008

અમદાવાદમાં આતંકી ધમાકા

અમદાવાદમાં ગઇ કાલના આતંકી ધમાકાઓ પાછળ નિશંક કોઇ દેશવિરોધી તત્‍વોનો હાથ છે, એમને પકડી તુરંત આકરી સજા કરવી જોઇએ, વારે ઘડીએ ધડાકા કરી દેશને અને તંત્રને પ્રજા લક્ષી કામો કરવાથી રોકવા અને સરકારી પૈસો તેમજ સામગ્રી સુરક્ષા અને તપાસમાં વેડફાય જાય એવો આ આતંકીનો આશય હોય શકે છે, ખરેક નાગરિકે પોતાની ફરજ સમજીને આવા સમયે સરકાની પડખે ઉભા રહેવાની જરૂર છે. આતંકવાદના નામે બદનામ થયેલા મુસલમાનોએ આવા સમયે વધુ સાવચેત રહેવાની જરૂરત છે. કયાંક ખોટી શંકાના કારણે એમાં સપડાય ન જવાય !
સરકાર તરફથી લેવાનારા કડક પગલાંઓમાં જો નિષ્‍ક્રિય પોલીસ ઉપર પણ પગલાં લેવાય તો સુરક્ષા તંત્ર વધુ સાવચેત બને અને આવી ઘટનાઓ નિવારી શકાય.
સમાચાર સારની એક જૂની પોસ્‍ટ પણ જોવા જેવી છે
સંદેશ તો કહે છે આ આત્‍મઘાતી હુમો હતો, ખુદા કરે આ અંદાજો ખોટો હોય,

Friday, July 25, 2008

મોદી વાણી

કેન્દ્ર સરકારે રામ અને અમરનાથને ક્રોધિત કરતાં કુદરત રૂઠી : મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વરસાદ નહીં આવવા પાછળ યુપીએ સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું છે કે, યુપીએ સરકારે ભગવાન અમરનાથને ક્રોધિત કર્યા છે અને ભગવાન રામના લંકાના રામસેતુને તોડવા માટે વૈજ્ઞાનિક વિકૃતિના જે પાપ કર્યા છે તેના કારણે કુદરત રૂઠી છે.
મોદીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન હવે ખુરશી બચાવવામાંથી નવરા પડયા હોય તો સામાન્ય માનવીની જિંદગી બચાવવાના કામને પ્રાધાન્ય આપવું જોઇએ.
ગુજરાત પ્રત્યે ખુદ વડાપ્રધાને ઓરમાયું વર્તન દાખવ્યું હોવાનો દાવો કરતા તેમણે વધુુમાં જણાવ્યું છે કે, વર્તમાન કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાતને ન્યાય મળે તેવી કોઇ આશા નથી.

Saturday, July 19, 2008

આશ્રમો અને આતંકવાદ

અત્‍યાર સુધી કોઇને કોઇ બહાને વગરવાંકે અને વગર પુરાવે મુસલમાનોના મદરેસાઓને આતંકવાદ સાથે જોડી બદનામ કરવામાં આવતા હતા, લ્‍યો હવે આ ખોટા આરોપો ખુદના માથે આવી પડયા છે, આતંકવાદ જે કોઇ કરે ખોટો છે, તેને આતંકવાદ કહો, ખુલીને બોલો કે આ આતંકવાદ છે, જુઓ દિવ્‍યભાસ્‍કર તા. ૧૯ જુલાઇ રં૦૦૮
દ્વ્યિભાસ્‍કરની ટીપ્‍પણી પણ વાંચો

ગુંડાટાઈપ સાધકો...
ગુરુપૂર્ણિમાએ ગુરુના આશીર્વાદ લઈને ગુરુવંદના કરવાને બદલે આસારામના સફેદપોશ સાધકો લાકડીઓ, પાઈપો સહિતના હથિયારો લઈને શકિત પ્રદર્શન કરવા રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. અડફેટે ચઢનાર અનેક લોકો ગુંડાટાઈપ સાધકોના આતંકનો ભોગ બન્યા હતા.

http://www.divyabhaskar.co.in/2008/07/18/0807182303_dispute_ahmedabad.html

Tuesday, July 08, 2008

મુસિલમ પર્સનલ લો અને હિન્‍દુ મેરેજ એક્ટ

ભાજપ અને હિંદઓ દ્વારા વારે ઘડીએ મુસ્લિમ પર્સનલ લો ને નાબુદ કરવાની માંગ કરવામાં આવે છે, જાણે હિંદુઓને એના દ્વારા પરાણે મુસલમાન બનાવાતા હોય !
મુસલમાનોની આંતરિક બાબત નિકાહ માટે આ આંતરિક વ્‍યવસ્‍થા છે, એમાં કોઇ બીજાને વિરોધ હોય એ જ ખોટું છે,
કહેવામાં આવે છે કે દેશના દરેક નાગરિક માટે સરખો કાયદો હોય ?
તો ભાઇ, આસામ, નાગા અને અન્‍ય ઘણા રાજયોના નિવાસીઓ માટે ઘણી છુટછાટ આપણા બંધારણમાં છે.
અને નવાઇની વાત એ છે કે હિન્‍દુ મેરેજ એક્ટ પણ આપણા દેશમાં કાર્યરત છે.
હમણા જ સુપ્રિમ કોર્ટ દ્વારા આ ધારા પર કડક ટીપ્‍પણી કરવામાં આવી હતી, જે સુ. કોર્ટ અત્‍યાર સુધી ફકત મુસ્લિમ પર્સનલ લો ને જ ખતમ કરવાની તરફેણ કરતી હતી, ( બંધારણ ને સુધારવાનું એનું કામ નથી છતા ) એણે હવે બીજું પાસું પણ સ્‍પષ્‍ટ કર્યુ છે, અને તે પણ સારી રીતે ...
આવું વિધાન તો મુસ્લિમ પર્સનલ લો વિશે કે મુસ્લિમ મેરેજ એકટ વિશે હજુ સુધી કોઇએ હર્યું નહિ હોય.
વાંચો થોડા દિવસ પહેલાં આવેલા આ સમાચાર ..

હિન્દુ મેરેજ એક્ટથી કુટુંબપ્રથાને ખતરો
નવી દિલ્હી, તા. ૧૭
અદાલતોમાં છૂટાછેડાના કેસોના વધતા જતા ભરાવા અંગે ચિંતા વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે આજે એવું અવલોકન કર્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટે દેશમાં કુટુંબપ્રથાને વધુ મજબૂત કરવાને બદલે તેને વધારે હાનિ પહોંચાડી છે. જસ્ટિસ અરિજિત પસાયત અને જસ્ટિસ જી. એસ. સિંઘવીની વેકેશન બેન્ચે નિરીક્ષણ કર્યું હતું કે, "હિન્દુ મેરેજ એક્ટે જેટલાં ઘર જોડયા છે તેના કરતાં વધારે તોડયાં છે." સુપ્રીમ કોર્ટે એ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો કે દેશમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્યાની હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંતર્ગત ભાંગતા પરિવારોનાં બાળકો પર વિઘાતક અસરો પડે છે.
"આ કાયદાએ જેટલાં ઘર જોડયાં છે તેના કરતાં વધારે તોડયાં છે"
૧૯૫૫માં ઘડાયેલો હિન્દુ મેરેજ એક્ટ કે જેમાં ૨૦૦૩ સુધી કેટલાક સુધારા થયા હતા તે હિન્દુ લગ્નની માન્યતા, છૂટાછેડા અને વૈવાહિક અધિકારો પરત લેવા અંગેની વિવિધ જોગવાઇઓ ધરાવે છે, જે પૈકી છૂટાછેડાનો ખ્યાલ એક બ્રિટિશ કાયદાથી પ્રેરિત છે. સુપ્રીમની બે જજની બેન્ચે કટાક્ષપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે."
છૂટાછેડા લીધેલા એક પુરુષે તેના બાળકનો કબજો મેળવવા માટે દાખલ કરેલી અરજી અંગેની સુનાવણી દરમિયાન સુપ્રીમે આ અવલોકનો કર્યા હતાં. બાળકના અલગ થયેલા માતા-પિતા દ્વારા કરાતી દલીલો વચ્ચે બેન્ચે એમ પણ જણાવ્યું હતું કે, સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
બેન્ચે ઉમેર્યું હતું કે, આ કેસમાં બાળકના પિતા (ગૌરવ નાગપાલ) અને માતા (સુમેધા નાગપાલ) એવા અરજદાર અને સામેવાળાના આરોપ-પ્રત્યારોપ કરતાં તેને (બેન્ચને) બાળકના ઉત્કર્ષની વધુ ચિંતા છે. જસ્ટિસ પસાયતે કહ્યું કે, "છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત ઔર વધી જાય છે, ખાસ કરીને તેના લગ્ન વખતે."
પતિ કે પત્ની લેપ્રોસી (રક્તપિત્ત) કે કોઇ માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા માન્ય રાખતી હિન્દુ મેરેજ એક્ટની જોગવાઇઓ અંગે સુપ્રીમની બેન્ચે દુઃખ સાથે ઉમેર્યું હતું કે, કેટલાંક દંપતીઓ દ્વારા આ જોગવાઇઓનો દુરુપયોગ કરવામાં આવે છે. અગાઉના જમાનામાં વૈવાહિક વિખવાદો ઘરની ચાર દીવાલોની અંદર જ ઉકેલાઇ જતા હોવાનું અવલોકન કરતા બેન્ચે જણાવ્યું હતું કે, આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.
નાગપાલ દંપતીના કેસની વધુ સુનાવણી સુપ્રીમે આવતી કાલ સુધી મુલતવી રાખી હતી.
કટાક્ષપૂર્ણ અવલોકનો
લગ્નના સમયે જ છૂટાછેડા માટે આગોતરા અરજીઓ દાખલ કરાતી હોય છે.
સંતાનના હિત ખાતર મા-બાપે પોતાનો અહમ્ ઓગાળી નાખવો જોઇએ.
છેવટે સહન કરવાનું તો સંતાનના ભાગે જ આવે છે અને જો તે કન્યા હોય તો માનસિક આઘાત વધી જાય છે.
પતિ/પત્ની લેપ્રોસી કે માનસિક રોગથી પીડિત હોય તેના આધારે છૂટાછેડા મંજૂર રાખતી જોગવાઇઓનો દુરુપયોગ થાય છે.
આપણા બાપદાદાઓને આવી સમસ્યાઓ ક્યારેય નહોતી નડી.

Sunday, July 06, 2008

Madressa & Molvi, Changing Statrted


મદરેસા વિશે હજુ પણ ઘણી ગેર સમજો પ્રવર્તે છે, અમારું માનવું છે કે દરેક હિંદુ બિરાદરે એકવાર મદરેસાઓમાં જઇને જરૂર જોવું જોઇએ કે આ શિક્ષણ સંસ્‍થાનોમાં શું શીખવાડાય છે ?

મદરેસા અરબી શબ્‍દ છે, અર્થ છે ‘શીખવાની જગ્‍યા‘ જ્ઞાન પ્રાપ્‍તિનું પવિત્ર ધામ ‘

મુસલમાનો ઘણું કરીને ફકત ધા‍ર્મિક શિક્ષણ માટે એની સ્‍થાપના કરે છે માટે એનું નામ પણ ઈસ્‍લામી રાખે છે, જેમ હિંદુઓ ગુરૂકુલ, આશ્રમ વગેરે નામો આપે છે,

પણ હવે પરિસ્થિતિ બદલાય રહી છે., મદરેસાઓના નામે ચાલતી સંસ્‍થાઓ દરેક પ્રકારનું શિક્ષણ આપે છે,

દિવ્‍યભાસ્‍કર તા. ૭ - ૭ - ર૦૦૮ સોમવાર ધર્મદર્શન પૂ‍ર્તિમાં મહેબૂબ દેસાઇનો આ લેખ વાંચવા જેવો છે.

Saturday, July 05, 2008

તસલીમાના લવારા : જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો ?

સંદેશ ,
તસલીમાના લવારા : જે થાળીમાં ખાધું એમાં જ છેદ કર્યો ?
આખરે તસલીમા નસરીન ભારતમાંથી વિદાય થઇ ગઇ અને એ સાથે જ કોંગ્રેસીઓ અને ડાબેરીઓના જીવમાં જીવ આવ્યો છે. તસલીમા નસરીને અહીં જે હોળી સળગાવેલી ને તેમાં કોંગ્રેસીઓ ને ડાબેરીઓ બંનેને જે રીતે ઝાળ લાગેલી એ જોતાં તેમને રાહતની લાગણી થાય એ સ્વાભાવિક છે. તસલીમા જતાં જતાં ધમકી આપતી ગઇ છે કે પોતે આવતા ઓગસ્ટ મહિના સુધીમાં ભારત પાછી ફરશે. જોકે તેણે અહીં જે લખ્ખણ ગણો તો લખ્ખણ ને અપલખ્ખણ ગણો તો અપલખ્ખણ, ઝળકાવ્યાં તે જોતાં તેની પાછી ભારતમાં પધરામણી થાય એ શક્યતા ઓછી છે. તસલીમાના નામથી જ આખી દુનિયામાં કટ્ટરવાદી મુસ્લિમો ભડકે છે ને ભારતના મુસ્લિમો પણ તેમાંથી બાકાત નથી. તસલીમા અહીં હતી ત્યારે જ મુસ્લિમોએ જે રાડો કરેલો તે જોઇને જ કોંગ્રેસીઓ ને ડાબેરીઓ થથરી ગયેલા પણ એ વખતે તસલીમાને તગેડી મૂકે તો આખી દુનિયામાં નાક વઢાય એમ હતું એટલે સરકારે ટાઢે પાણીએ ખસ કાઢવાનો રસ્તો ખોળી કાઢયો ને તસલીમાને નજરકેદ જ કરી દીધી. તસલીમા બધી રીતે સાવ હાથથી ગયેલી બાઇ છે એટલે તેને ઝાઝો વખત બાંધીને રાખી ના શકાય, ને એ જ થયું, ત્રણ મહિનામાં તો એ બાઇ થાકી ગઇ ને ભારત છોડવાનું નક્કી કરી બેઠી. કોંગ્રેસ માટે તો આ ટાઢે પાણીએ ખસ કાઢવા જેવી વાત હતી પછી એ આડો હાથ શાને સારું દે? તસલીમા કાલ જતી હોય તો આજ જાય ને એ જ થયું. હવે તસલીમા પાછી આવવા માંગે તો પણ કમસે કમ આ સરકાર તો તેને ફરકવા દે એ વાતમાં માલ નથી. આ ચૂંટણીનું વર્ષ છે ને સામી ચૂંટણીએ તસલીમા જેવી આફતને પોંખી મુસ્લિમ બિરાદરોને નારાજ કરાય ? ના જ કરાય.
સરકાર તો તસલીમા જાય એમ ઇચ્છતી જ હતી, ને બાકી હતું એ તસલીમાએ વિદાય વેળાએ ભારત સરકારનાં મરશિયાં ગાઇને પૂરું કર્યું. તસલીમાએ ભારત સરકારને કટ્ટરવાદી ગણાવી ને કટ્ટરવાદીઓના દબાણ સામે ઘૂંટણ ટેકવી દીધા હોવાનું પણ કહ્યું. ભારતમાં તેને કેદ કરી દેવાઇ હતી ત્યાંથી માંડી તેને સારી દાકતરી સારવાર ના મળી ત્યાં સુધીના રોદણાં તેણે રડયાં છે ને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની દુહાઇ આપીને સરકારને ભરપેટ ગાળો આપી છે. ભારત માત્ર કહેવાતો જ બિનસાંપ્રદાયિક દેશ છે, બાકી અહીં કટ્ટરવાદીઓનું જ રાજ છે ને એવા તો ઘણા લવારા આ બાઇએ કર્યા છે. આ લવારા પછી ભારત સરકાર પોતે વિઝા આપે એ વાતમાં માલ નથી ને આપવા પણ, શા માટે જોઇએ? જે બાઇને આપણી સરકારે મહિનાઓ લગી અહીં રાખી, કટ્ટરવાદીઓ સામે ઝીંક ઝીલીને જેનું રક્ષણ કર્યું ને આ દેશના લોકોની પરસેવાની કમાણીનું આંધણ કરીને સાચવી એ બાઇ આ પ્રકારના લવારા કરે ને એ પછી પણ જો આપણે તેને આવકારીએ તો આપણા જેવું બેવકૂફ કોઇ ના ગણાય. તસલીમા ગમે તે કહે, આ દેશમાં કેટલી બિનસાંપ્રદાયિકતા છે, અભિવ્યક્તિનું કેટલું સ્વાતંત્ર્ય છે એ આખી દુનિયા જાણે છે ને તેના માટે તસલીમાના ર્સિટફિકેટની જરૃર નથી પણ આ લવારા દ્વારા તસલીમાએ તેની જાત બતાવી આપી છે. આ બાઇ કેટલી નગુણી છે ને જે થાળીમાં ખાય તેમાં જ થૂંકવાની તેની માનસિકતા છે તેનું પ્રદર્શન તેણે કરી દીધું છે.
કોંગ્રેસ-ડાબેરીઓ બંને દંભી છે ને બિનસાંપ્રદાયિકતાનો ઢોંગ કરીને મુસ્લિમોને પંપાળે છે એ સાચું છે પણ તસલીમાના કિસ્સામાં આ વાત લાગુ નથી પડતી. તસલીમા છાપેલું કાટલું છે ને એ ભારત આવી એ પહેલાંથી જ આખી દુનિયાના મુસ્લિમો તેના નામનાં છાજિયાં લેતા હતા ને ભારતમાં તેને પગ મૂકવા દેશો તો હાલત બગાડી નાંખીશું એવી ધમકીઓ આપતા હતા. એ પછી પણ ભારત સરકારે તેને વિઝા આપ્યા ને ખરેખર તો એ માટે તેણે ભારતનો ઉપકાર માનવો જોઇએ તેના બદલે આ બાઇ આપણને જ ગાળો આપે છે. તસલીમા સાથે આટલો વિરોધ થયો એ પછી પણ સરકારે તેને તગેડી મૂકીને હાથ ખંખેરી નાંખવાના બદલે તેને સલામતી પૂરી પાડી, પણ તેનો પાડ માનવાને બદલે આ બાઇ આપણને કટ્ટરવાદી ગણાવે છે.
ભારતમાં છૂટથી ફરવા નથી મળતું ને સતત સરકારી એજન્સીઓની સૂચના પ્રમાણે જ ચાલવું પડતું હતું એ કારણે તસલીમા વંકાઇ. જો કે એમાં ખોટું શું છે ? ભારત સરકારે તસલીમાને નજરકેદ બનાવીને રાખી એમાં કંઇ ખોટું નથી કર્યું. આખી દુનિયા એ કરે છે. સલમાન રશદીએ મહંમદ પયગંબર સાહેબ સામે તેની ‘શેતાનિક વર્સીસ’ નવલકથામાં એલફેલ લખેલું ને તેને કારણે તેની સામે મોતનો ફતવો બહાર પડયો પછી બ્રિટિશ સરકારે તેને ક્યાં સંતાડી દીધો એની જ કોઇને ખબર નહોતી પડી. દસ વર્ષ લગી રશદી એ રીતે અજ્ઞાાતવાસમાં જ જીવ્યો હતો ને છતાં તેણે કદી ફરિયાદ નથી કરી. ને તમે ફરિયાદ કરી પણ શેના શકો ? તમે પલીતો ચાંપો ને પછી તેની ઝાળ સુદ્ધાં તમને ના અડે એવી આશા કઇ રીતે રાખી શકો ? તમને સુધારાવાદી બનવાના ને એ બહાને વાહવાહી લૂંટવાના એટલા બધા અભરખા હોય તો તેનાં પરિણામો ભોગવવા તો તૈયાર રહેવું પડે કે નહીં ? તસલીમાએ જે કંઇ તોફાન કરેલું એ તો વર્ષો જૂનું છે ને તેણે પાડ માનવો જોઇએ કે એ ભારતમાં રહી તો આ રીતે જીવી શકી, બાકી તેના દેશમાં તો તેનો ક્યારનોય ઘડો લાડવો થઇ ગયો હોત.
તસલીમાની વિદાયથી આપણે હરખાવા જેવું નથી કે અફસોસ કરવા જેવું પણ નથી. તસલીમા એટલી મોટી લેખિકા નથી કે તેના જવાથી શૂન્યાવકાશ સર્જાઇ જાય અને આપણે સાવ નોંધારા થઇ જઇએ. ને એ મોટી લેખિકા હોય તો પણ શું ? એ આ દેશ કરતાં તો મોટી નથી જ. આ દેશે તેને પનાહ આપી, તેને સાચવી, તેને નવી જિંદગી આપીને એ પછી પણ જો તેનામાં પાડ માનવા જેટલો ગુણ ના હોય તો તેની મહાનતાને શું ધોઇ પીવાની ?
તસલીમા સામે કટ્ટરવાદીઓ વિરોધ કરતા હતા ત્યારે આ દેશના લોકો અને ખાસ તો કટ્ટરવાદીઓના વિરોધીઓને તેના તરફ સહાનુભૂતિ હતી. તસલીમાએ એક જ ઝાટકે એ બધું ખોઇ નાંખ્યું. એ બધી સહાનુભૂતિ ગુમાવી દીધી. જો કે તેમાં આપણે શું કરીએ ? અફસોસ એક જ છે કે તસલીમાને બે વર્ષ લગી રહ્યા પછી આ જ્ઞાાન લાધ્યું. તેને આ જ્ઞાાન પહેલાં જ લાધ્યું હોત તો આપણી પરસેવાની કમાણીના પચીસ-પચાસ લાખનું આંધણ તો ના થયું હોત ને ?
સુવાસ કહે છે કે કંઇક આવું જ છે, આતંકવાદ વિરોધી અમેરિકાની લડાઇને સમર્થન આપવું, આપણી સમસ્‍યા ને આપણને નડતો આતંકવાદ બીજો છે, અમેરિકાનો બીજો, માટે જ અમેરિકા કે ઇઝરાયેલને અનુસરવું ખોટું છે, બલકે હાનિકારક છે....