Bhaskar News, Baroda
Tuesday, November 18, 2008 01:12 [IST
રાજયના સાડાચાર લાખ મોલેસલામ ગરાસિયા લોકોને ફરી રાજપૂત સમાજમાં સમાવી લેવાના રાજપૂત સમાજના નિર્ણયના બન્નો સમાજમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે.
રાજપીપળા નજીક ચિંતન શિબિરમાં રાજપૂત સમાજના નિર્ણયને કેટલાક લોકો આવકારી રહ્યા છે તો કેટલાક રાજકીય તરકટ હોવાનો પ્રતિભાવ આપે છે. રાજપીપળાના અગ્રણી અને મોલેસલામ ગરાસીયા જ્ઞાતિના યાવરખાં અકબરખાં દાયમા ઉર્ફે ઠાકોરભાઈઐ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે અમે રાજપૂત છે અને રાજપૂત સમાજમાં બોલવશે તો જઈશું, અમને વાંધો નથી. આજે પણ રાજપૂત સમાજ સાથે રોટી વ્યવહાર ચાલે છે. મુસ્લિમ અગ્રણી હાજી ઈકબાલ હુસેન હાફેઝી ઈબ્રાહીમ પટેલે જણાવ્યું હતું કે આજે પણ મોલેસલામ ગરાશીયા સમાજના લગ્ન રાજપૂત સમાજ જેવા રીતરીવાજોથી થાય છે.
જો કે મોલેસલામ ગરાશીયા સમાજના અગ્રણી અને રાજપૂત સમાજના અગ્રણી સાથે આ બાબતે શું ચર્ચા થઈ છે અને કઈ શરતો તેમને સ્વીકારવાની વાત છે તે મને ખબર નથી. અલબત્ત ધર્મ પરિવર્તન બાબતે હાલ કંઈ જ કહી શકાય નહી જયારે ભરૂચ જિલ્લાના વાગરાના રહીશ અમરસિંહ રાજે જણાવ્યું હતું કે વર્ષોથી વડવાઓએ અપનાવેલા ધાર્મિક સીલસીલાને અમે અનુસરીયે છીએ. અમને અમારા ધર્મ પ્રત્યે માન અને ગર્વ છે.
રાજપૂત સમાજમાં જોડાવાની જાહેરાત માત્ર રાજકારાણ પ્રેરીત હોવાનું લાગી રહ્યું છે. બીજી બાજુ રાજપૂત સમાજના રાષ્ટ્રીય પ્રમુખ રમેશસિંહ રાઘવે જણાવ્યું હતું કે મોલેસલામ ગરાસિંયાને પુન: રાજપૂત સમાજમાં લેવાની મુવમેન્ટ સમગ્ર ભારતભરમાં ચાલી રહી છે. ખાસ કરીને ઉતરપ્રદેશમાં આ વિધિ પુર્ણતાના આરે છે. આ પ્રયાસમાં આરએસએસનો પણ ઉમદા સહયોગ મળી રહ્યો છે.
જયારે ગુજરાત પ્રદેશ ક્ષત્રિયમંચના પ્રમુખ બહાદુરસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે વર્ષોપહેલા આપણાના વિખુટા પડેલા આપણા ભાઈઓને રાજપૂત સમાજમાં પુન: સમાવવા માટે રાજપૂત સમાજ સહર્ષ સ્વીકારશે
4 comments:
બાપલા, ન જ હોય ને. આને ધર્મ પરિવર્તન ન કહેવાય, પુનઃ સમાવેશ કહેવાય. હિન્દુ હતા જ ફરી હિન્દુ બનાવ્યા છે. હા, મૂળ મુસ્લિમ હોત ને હિન્દુ બનાવ્યા હોત તો ધર્મ પરિવર્તન કરાવ્યું તેમ કહેવાત. આ સાદી સમજની વાત છે. અને હિન્દુઓએ તેમના ઇતિહાસમાં ક્યારેય કોઈને ધર્મપરિવર્તન કરવા કહ્યું જ નથી અને કહેશે પણ નહીં.
તો ભાઇ , એઓ તમારો ધર્મ છોડીને જતા રહયા પછી શીદને એમની પાછળ પડયા છો ?
પાછા લાવવા શીદને બળજબરી કરો છો ?
આજે તમને જ કેમ ધર્મ પરિવર્તનની બીક લાગે છે ?
વાંધો ના હોય ....ગર્વ છે હિન્દુ ઉપર....
Miyana Garsiya samaj ..muslim j rese
Post a Comment