Saturday, November 29, 2008

દિવ્‍યભાસ્‍કર એક ચોકકસ કોમને બદનામ કરે છે

સંઘના સ્વયંસેવકની હત્યામાં ઊડા રહસ્યના તાણાવાણા

http://www.divyabhaskar.co.in/2008/11/30/0811300021_secreat.html




Bhaskar News, Rajkot Sunday, November 30, 2008 00:21 [IST

રાજેન્દ્ર નાયક છેલ્લે ફિરોઝ નામના શખ્સ સાથે જોવા મળ્યો’તો

રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીની બામણબોર પાસે થયેલી હત્યાના બનાવ બાદ ચોટીલા પોલીસ રાજકોટ દોડી આવી હતી અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી. જો કે, હત્યારા સુધી પહોંચાય તેવી કોઈ કડી મળી ન હતી. પરંતુ, એક મુસ્લિમ શખ્સ શંકાના દાયરામાં હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતાં રાજેન્દ્ર મૂળશંકર નાયકની ચોટીલા નજીક બામણબોર જીઆઈડીસી પાસેથઈ તિ-ણ હથિયારના ૧૫થી ૨૦ જેટલા ઘા ઝીંકી હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ શુક્રવારે મળી આવી હતી.

મૃતક રાજેન્દ્ર રાજકોટના આનંદનગરમાં રહેતો હોય. ચોટીલા પોલીસ મથકનાં પી.એસ.આઈ. ગોહિલ, સીપીઆઈ એન.બી. જાડેજા સહિતનો કાફલો શનિવારે સવારે જ રાજકોટ દોડી આવ્યો હતો. અને રાજેન્દ્રને કોઈની સાથે માથાકૂટ હતી કે કેમ ? તે મુદે્ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જો કે, રાજેન્દ્રનાં પરિવારજનો હાલ ભારે આઘાતમાં હોવાથી તેઓ પોલીસને કોઈ વિશેષ વિગતો આપી શકયા ન હતાં પરંતુ, પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, રાજેન્દ્ર ગુરુવારે પોતાનું મોટરસાઈકલ જી.જે.૩ બીબી.૩૫૮૬ લઈને નીકળ્યો ત્યારે તેની સાથે એક મુસ્લિમ હતો. જો કે, આ શખ્સ સંદર્ભે પોલીસને કોઈ જાણકારી મળી નથી. આથી પોલીસે ફિરોઝ નામના યુવાનની શોધખોળ શરૂ કરી છે. સાથોસાથ રાજેન્દ્રનું મોટરસાઈકલ પણ ગુમ છે ત્યારે ગુરુવારે સાંજે જ રાજેન્દ્રનું અપહરણ કરી જઈ બાદમાં બામણબોર પાસે તેનું કાસળ કાઢી નાંખવામાં આવ્યું હોય તે થિયરી પર પોલીસ પહોંચી છે.

આ ઉપરાંત જે રીતે ઝનુનપૂર્વક તિક્ષ્ણ હથિયારનાં ઘા મારવામાં આવ્યા છે અને મોઢું છુંદી નાંખવામાં આવ્યું છે તે વિગતોને ઘ્યાનમાં લેતા ચોક્કસ જ્ઞાતિના શખ્સો દ્વારા આ કત્ય કરાયાનું પણ પ્રાથમિક તબક્કે મનાઈ રહ્યું છે. પોલીસને આશા છે કે, આરોપી વહેલીતકે પકડાઈ જશે.

પુત્ર બર્થ-ડે ઉજવવા પિતાની રાહ જોતો હતો અને...

ગુરુવારે સાંજના ૬ વાગ્યે રાજેન્દ્ર નાયક ઘરેથી નીકળ્યો ત્યારે તેના પુત્ર જયને કહીને નીકળ્યો હતો કે, આજે તારો જન્મદિવસ છે માટે રાત્રે હું જલદીથી ઘરે આવી જઈશ બાદમાં આપણે સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરીશું પરંતુ શુક્રવારે રાત્રે રાજેન્દ્રનો મૃતદેહ તેના ઘરે પહોંચતા નાયક પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો .

‘‘ મુસ્લિમ ‘‘ શબ્‍દનો ઉલ્‍લેખ શું જરૂરી હતો ?

અને હત્‍યાની થીયરી માટે ચોકકસ જ્ઞાતિને બદનામ કેમ કરવામાં આવે છે ? શું આવું ઝનૂન બીજી કોમોમાં નથી ? 

આ જ દિવસના દિવ્‍યભાસ્‍કરમાં સમાચાર છે કે 

‘મારા પૌરુષત્વને લલકારનાર પત્નીને મેં મારી નાખી છે’

પ્રૌઢાને અન્ય શખ્સ સાથે સંબંધ હતો અને પ્રેમીને ૩૪ હજાર આપ્યા હોય ઝઘડો થતાં મામલો હત્યાએ પહોંરયો રાજકોટની મનહર સોસાયટીમાં રહેતા પ્રૌઢે પુરુષત્વને લલકારનાર પત્નીને દસ્તાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સનસનાટી મચી જવા પામી હતી. પત્નીની હત્યા કરી સામેથી પોલીસ કમિશનર સમક્ષ રજૂ થયેલાં પ્રૌઢની ધરપકડ કર વિશેષ તપાસ હાથ ધરી છે.

આર.ટી.ઓ. નજીકની મનહર સોસા.માં રહેતી પારૂલબેન (ઉ.વ.૫૨) અને તેના પતિ રાઘવ રત્ના પરમાર વચ્ચે શુક્રવારે સવારે પૈસાના મુદ્દે તકરાર થઇ હતી. ઉશ્કેરાયેલું દંપતિ હાથોહાથ પર ઉતરી આવતાં રજપુત પ્રૌઢ રાઘવે પત્નીને લોખંડના ત્રણ ઘા માથામાં ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. પત્નીની હત્યા કરી પ્રૌઢ રૂમને તાળુ મારી પોલીસ કમિશનર સુધીરકુમાર સિન્હા પાસે પહોંરયો હતો. પરંતુ કમિશનર મિટિંગમાં હોય રીડર પીઆઇને મળી પોતાની પત્નીની હત્યા કર્યાની જાણ કરી હતી.

હત્યાની જાણ થતાં બી.ડિવિઝનના પીએસઆઇ પંડયા આરોપીને લઇ મનહર સોસાયટીએ દોડી ગયા હતાં અને મકાનનું તાળુ ખોલતાં જ રજપુત પ્રૌઢાની લોહીની ખરડાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ધરપકડ પામેલા પ્રૌઢે હત્યાના કારણ અંગે સનસનીખેજ હકીકત પોલીસ સમક્ષ વર્ણવી હતી.

આરોપી પ્રૌઢે કબૂલાત આપી હતી કે તેની પત્ની પારૂલને બેચર પાંચા રજપુત સાથે સંબંધ હતાં અને ના કરેલી છતાં તેણે સંબંધ રાખ્યા હતા. ચાર દિવસ પૂર્વેજ પત્નીને રૂ.૧૦ હજાર આપ્યા હતા અને રૂ.૩૪ હજાર રૂપિયા કબાટમાં રાખ્યા હતા. આમ છતાં પત્નીએ આજે પૈસાની માંગ કરી હતી.

રૂ.૩૪ હજાર કબાટમાં છે તે અંગે પૃરછા કરતાં બેચરને રકમ આપ્યાનું પ્રૌઢાએ કહેતાં જ મામલો બીચકયો હતો. પ્રૌઝે એવી પણ કેફીયત આપી હતી કે પારૂલે તેના પ્રેમી બેચર પાંચા અને તેના ભાઇ પાસે ધોલાઇ કરાવવાનું કહી દસ્તાથી હુમલો કર્યોહતો એ દસ્તો આંચકી તેનું ઢીમઢાળી દીધુ હતું.

સ્કૂલે જઇ પુત્રોને રૂ.સો-સો આપી હત્યારો પોલીસ પાસે ગયો

પત્નીની હત્યા કરી મકાનને તાળુ મારી રાઘવ પરમાર તેના બન્નો પુત્રો અભ્યાસ કરે છે તે સ્કૂલે ગયો હતો અને બન્નોને જમવા માટે રૂ.સો-સો આપી ત્યાંથી સીધો પોલીસ કમિશનર કચેરીએ પહોંરયો હતો. આરોપીએ કેફીયત આપી તી કે બન્નો બાળકો ઘરે પહોંચે અને મકાન બંધ હોય તો ભુખ્યા રહે તે બાબત ઘ્યાને રાખી તેમને જમવાના પૈસા આપ્યા હતા.

http://www.divyabhaskar.co.in/2008/11/29/0811290046_man_killed.html

આ ઘટનાના દરેક પાસા કઇ જ્ઞાતિની ઓળખ છતી કરે છે. ? 

2 comments:

Anonymous said...

પણ આ આર એસ એસ નો સ્‍વંય સેવક મહાનગર પાલિકમાં ? ? ?

Anonymous said...

It is not Divya Bhaskar,But it is
Jutha Bhaskar.Chnage the name Bhaskar.