Thursday, April 09, 2009

'सत्ता में आए तो विदेशों में जमा धन वापस लाएंगे'

'सत्ता में आए तो विदेशों में जमा धन वापस लाएंगे'
आडवाणी ने एक चुनावी रैली में कहा कि यदि राजग की सरकार बनी तो वह विदेशों में जमा काले धन को वापस लाने के लिए अभियान छेड़ेगी।

પહેલા સહકારી બેન્કનાં નાણાં તો લાવો...

ભાજપ દ્વારા સ્વિસ બેન્કનાં નાણાંના મામલે બે દિવસ સુધી ડમી ઇલેકશન જેવો માહોલ ઊભો કરીને જનમત લેવાનો છે. તેનું પરિણામ પણ જાહેર કરાશે.
જો કે આ મામલે કેટલાક કાર્યકરોમાં એવી ચર્ચા છે કે ભાજપ સ્વિસ બેન્કમાં રહેલા ભારતીયોના રૂપિયા પરત લાવવાની વાત કરે છે તે સારી વાત છે, પરંતુ ગુજરાતની સહકારી બેન્કોમાં થયેલા કૌભાંડના કરોડો રૂપિયા હજુ સુધી પરત મળ્યા નથી.
જો આ રૂપિયા પરત મળે તો અનેક સહકારી બેન્કો ધમધમતી થઈ શકે છે. જો વિદેશની સ્વિસ બેન્કનાં નાણાં પરત લાવી શકાતાં હોય તો ગુજરાતમાંથી જ આવી કરોડોની રકમ કેમ ન મળી શકે?

1 comment:

Anonymous said...

ભાજપે ભાંગરો વાટયો: કાળું નાણું ભાજપનું કે...
ભાજપે વિદેશની બેંકોમાં પડેલું દેશનું કાળું નાણું પાછું લાવવાના મુદ્દાને લોકસભાની ચૂંટણીમાં હથિયાર તરીકે હાથમાં લીધો છે. જોકે, આ મુદ્દો શહેર ભાજપ માટે તો બુમરેંગ બની ગયો છે. કેમકે સુરત શહેર ભાજપે સોમવારે જારી કરેલી એક અખબારી યાદીમાં એવો છબરડો વાળ્યો છે કે ‘વિદેશમાં પડેલું ભાજપનું જ કાળું નાણું પાછું લાવવા માટે ભાજપે લોકો પાસે મતદાન કરાવ્યું છે’
http://www.divyabhaskar.co.in/2009/04/14/0904140308_bjp_raised_issue_of_black_money_in_swiss_bank.html