Saturday, April 11, 2009

ભારતીય નેતાઓનાં કેટલાં બેહિસાબી નાણાં સ્વીસ બેન્કોમાં ભંડારાયા છે ?

લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી રહ્યો છે ત્યારે ભાજપના લાલ કિસન અડવાણીએ ઓચિંતો ગુગલી ફેંક્યો કે સ્વીસ બેન્કોમાં પડેલાં ભારતીય નાણાં પાછાં લાવો. માત્ર નેતાઓ નહીં, ઘણા વેપારી-ઉદ્યોગપતિઓ પણ અડવાણીના ગુગલીથી ડઘાઇ ગયા હશે. કદાચ બંધબેસતી પાઘડી પહેરી લે તો સૌથી વધુ ડર કોંગ્રેસના નેતાઓને લાગે. હાલ ભડકામણા ભાષણને કારણે બદનામ થઇ રહેલા વરુણ ગાંધીના પિતા સંજય ગાંધી ૧૯૮૦ માં એક વિમાન ઉડાવવા જતાં અકસ્માતનો ભોગ બન્યા ત્યારે એવી અફવા ફેલાઇ હતી કે સંજયના મૃતદેહ નજીક પહોંચેલાં ઇન્દિરા ગાંધીએ સંજયનાં ખિસ્સાં તપાસ્યાં હતાં કારણ કે સંજય સ્વીસ બેન્કનાં ગુપ્ત ખાતાંનેા એકાઉન્ટ નંબર ચોવીસે કલાક પોતાની પાસે રાખતો. એ જ રીતે ૧૯૮૦ ના દાયકામાં બહુ ગાજેલા બોફર્સ કૌભાંડનાં નાણાં સ્વીસ બેન્કમાં રાજીવ ગાંધીના ખાતામાં જમા થયા હતા. અલબત્ત, એ રકમ તો હિમશીલાની ટોચ પણ ન બની શકે.
......
.....
એવું નથી કે ભાજપના નેતાઓ ધરમની ગાય છે પરંતુ અડવાણીએ કાચના ઘરમાં બેસીને સામેવાળા પર કાંકરીચાળો કર્યો હોય એવું લાગે છે. તમને યાદ હોય તો છેક ૨૦૦૬માં સ્વીસ બેન્ક એસોસિયેશને અજાણતાંમાં જાહેર કરી દીધેલું કે સ્વીસ બેન્કોમાં સૌથી વધુ બેહિસાબી નાણાં ભારતીયોનાં છે. એસોસિયેશને કરેલા ઇશારા પ્રમાણે સ્વીસ બેન્કોમાં ભારતીયોનાં ૧૪૫૬ (ચૌદ સો છપ્પન) અબજ ડૉલર જમા છે. વાંચો ફરીથીઃ ૧૪૫૬ અબજ ડૉલર. એક અમેરિકી ડૉલરના આશરે પચાસ રૃપિયા ગણાય. એ હિસાબે ૧૪૫૬ ડૉલરના કેટલા રૃપિયા થાય એ ગણી લો. આપણા કહેવાતા લોકપ્રતિનિધિઓ અર્થાત્ નેતાઓ, ટોચના ફિલ્મસ્ટાર્સ, સ્પોર્ટસ મેન અને વેપારી-ઉદ્યોગપતિઓએ આ રકમ જમા કરી છે.

No comments: