- ખાનગી ટીવી ચેનલ દ્વારા પ્રસારિત કરાયેલાં દ્રશ્યો સામે સિદ્ધપુરનો દાઉદી વ્હોરા સમાજ લાલઘૂમ - દુકાનોએ બંધ પાળી વિરોધ કર્યો
સોમવારે એક ખાનગી રાષ્ટ્રીય ચેનલ પર સાંજના સમયે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હિઝ હોલિનેશ ડો.સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ(તઉસ)ને તાલિબાની આતંકવાદી બૈતુલ્લાહ મસુદના પુન: લગ્નમાં નિકાહ કરાવતાં દર્શાવાયા હતા.
આ ફોટો ખોટો હોવાનો અને તેની સાથે છેડછાડ કરી વ્હોરા સમાજના ધર્મગુરુની ખોટી રીતે સંડોવણી કરી સમગ્ર દાઉદી વ્હોરા સમાજની લાગણી દુભાવવાના આ ષડયંત્ર સામે સિદ્ધપુરના દાઉદી વ્હોરા સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠયો હતો અને તેના વિરોધમાં સમગ્ર વ્હોરા સમાજના ભાઇઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
સમગ્ર વિશ્વમાં વસતા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ એવા હિઝ હોલિનેશ ડો. સૈયદના મહંમદ બુરહાનુદ્દીન સાહેબ (તઉસ)ને સોમવારે રાત્રે નવ કલાકે એકખાનગી રાષ્ટ્રીય ચેનલે તાલિબાની આતંકવાદી બૈતુલ્લાહ મસુદના પુન: લગ્નમાં નિકાહ પઢાવી રહ્યા છે તે પ્રસંગનું દ્રશ્ય પ્રસારિત કરવામાં આવ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં વસતા દાઉદી વ્હોરા સમાજ પર ધેરા પ્રત્યાઘાત પડયા હતા. જેનો પડઘો સિદ્ધપુરમાં વસતા દાઉદી વ્હોરા સમાજ પર પડવા પામ્યો હતો.
આ દ્રશ્ય કેમેરાની ટેકનિકથી બનાવવામાં આવેલું છે. અસલ તસવીરમાં ગુરુજી સુરતમાં નિકાહ પઢાવી રહેલા દેખાય છે. જયારે આ સમયે તેમાંથી કટ કરી ગુરુજીને રાખીને બાજુમાં રહેલા શખ્સ ઉપર આતંકવાદી બૈતુલ્લાહ મસુદનો ફોટો સેટ કરી દેવાયો હોવાની તસવીરો સમાજની દેવડી ખાતેની ઓફિસે પત્રકારોને બતાવવામાં આવી હતી.
ખાનગી રાષ્ટ્રીય ચેનલમાં આ દ્રશ્ય નિહાળી હ્યુસ્ટન, યુએસએથી સખીજર તૈયબજીએ ખાનગી ચેનલને ઇ-મેઇલથી વિરોધ દર્શાવી ખોટા સમાચારની માફી માગવા જણાવ્યું હતું. જેના જવાબના ખાનગી રાષ્ટ્રીય ચેનલના સંપાદકે માફી માગતાં જણાવ્યું હતું કે, અમારો આશય કોમની લાગણી દુભાવવાનો ન હતો. દાઉદી વ્હોરા સમાજનું અપમાન કરવાનો ઇરાદો નહતો. પરંતુ ભૂલના કારણે આ ઘટના બની છે. વિશેષમાં આ ચેનલે ડો. બુરહાનુદ્દીન સાહેબને શાંતિના દૂત તરીકે ભારત તેમજ વિદેશમાં એકતાના પ્રતિક તરીકે ગણાવ્યા હતા.
ઘટના સંદર્ભે વડાપ્રધાન, મુખ્યમંત્રીને રજૂઆત
સિદ્ધપુરમાં મંગળવારે આ ઘટનાને લઇને દાઉદી વ્હોરા સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા। જેમાં સમાજના અગ્રણી જનાબ આમીલ સાહેબ, જનાબ ઇશાકભાઇ સાહેબ, આસિસ્ટન્ટ આમીલ સાહેબ, જનાબ તાહેરભાઇ સાહેબ, ટ્રસ્ટી શેખ નુરુદ્દીનભાઇ તાસીરા, હુસેનીભાઇ ડીસાવાલા, યુસુફભાઇ લેસવાલા, ઇસ્માઇલભાઇ બ્લ્યુ, યુસુફભાઇ ઘીવાળા તેમજ વિવિધ સંસ્થાઓ બુરહાની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સબાલુ ઇદીજ જહબી, બુરહાની વુમન એસોસિયેશન, બુનાયતુલ ઇદીજબી વગેરે સંસ્થાઓ અને સમગ્ર અનુયાયીઓએ આ ખાનગી ચેનલનો વિરોધ કર્યો હતો અને તેના માટે વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ સબંધિત અધિકારીઓને પણ ફેકસ કરીને આ વિરોધની જાણ કરી હતી.
http://www.divyabhaskar.co.in/2009/04/08/0904080123_daudi_vohra_community_become_angry.html
No comments:
Post a Comment